<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સનસાઈન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયુટનો વાર્ષિકોત્‍સવ : ‘ઓરિયાના ૨૦૨૬'માં વિવિધ કૃતિઓની પ્રસ્‍તુતિ

રાજકોટ : સનસાઈન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયુસન દ્વારા ૧૨માં વાર્ષિકોત્‍સવ ‘ઓરીયાના ૨૦૨૬'નું આયોજન કરાયુ હતુ. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તેમના જીટીયુના રીઝલ્‍ટ, ગોલ્‍ડ મેડાલિસ્‍ટ અને તેમની વિવિધ આવડતો માટે સાઈનિંગ સ્‍ટારના એવોર્ડસ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ચેતન નંદાણી પૂર્વ મ્‍યુ. કમિશનર અને ડો. હિતેષ શુક્‍લા હેડ ડિપાર્ટમેન્‍ટ ઓફ બિઝનેસ મેનેજમેન્‍ટ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાના ડિરેક્‍ટર ડો. વિકાસ અરોરાએ તમામ મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સૌરાષ્‍ટ્રની તમામ શાળા-કોલેજોના પ્રિન્‍સિપાલશ્રીઓ, કોર્પોરેટ મહાનુભવો મળીને કુલ ૮૦૦થી વધુ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્‍થાના વિદ્યાર્થીઓએ ફયુઝન ડાન્‍સ, સ્‍તુતિ જેવી વિવિધ સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડો. કોમલ પટેલ અને ડો. ખુશ્‍બુ દવે સહિત તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. દિશા ભટ્ટ અને વિદ્યાર્થીઓએ કર્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ સંસ્‍થાના ચેરમેન મિનેશ માથુર સરે વિદ્યાર્થીઓને અભિનંદન અને સમગ્ર ટીમને શુભેચ્‍છાઓ પાઠવી હતી. 

(3:31 PM IST)