તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ભક્તિના રંગે રંગાયું ભીલવાડા ચોકઃ શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી
ભક્તિની અવિરત સરવાણીઃ ચાર પ્રહરની આરતી, ભક્તિમય કાર્યક્રમોથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

રાજકોટઃ ભીલવાડા ચોક સ્થિત શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દાદાના સાનિધ્યમાં યોજાયેલી ચાર પ્રહરની વિશેષ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જયશ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભક્તો માટે બપોરે ભોજન પ્રસાદ અને સાંજના સમયે ભજિયા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મધ્યરાત્રિએ દાદાની વિશેષ મહાઆરતી સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે, ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શન, મહાપ્રસાદનો લાભ લીધો હતો.
(3:50 PM IST)










