<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

પડધરી ટોલનાકા પાસે રિક્ષા પલ્‍ટી ખાઇ જતાં રાજકોટના ચાલક સહિત ૬ને ઇજા

હનુમાન જયંતિ નિમીતે મહાપ્રસાદ માટે રસોડુ કરવા જતી વખતે બનાવ બન્‍યો

રાજકોટ તા. ૨: પડધરીના ટોલનાકા નજીક સીએનજી રિક્ષા પલ્‍ટી ખાઇ ડિવાઇડર સાથે અથડાતાં ચાલક સહિત છને ઇજાઓ થઇ હતી. આ બધા હનુમાન જયંતિ નિમીતે કેટરર્સનું કામ કરવા માટે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પડધરી ટોલનાકા પાસે રિક્ષા પલ્‍ટી મારી જતાં તેના ચાલક કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં સાહિલ હનીફભાઇ જુણેજા (ઉ.વ.૨૪), તેમાં બેઠેલા  સાધનાબેન સંજયભાઇ સોલંકી (ઉ.વ.૫૨), હીનાબેન નયનભાઇ અગ્રાવત (ઉ.વ.૬૧), જગદીશભાઇ બચુભાઇ મુળાશીયા (ઉ.વ.૪૭), અમરાવતીબેન મોતીભાઇ (ઉ.વ.૪૦) અને જ્‍યોતિબેન બળદેવભાઇ રાઠોડ (ઉ.વ.૩૨)ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

આ પૈકીના સાહિલ અને સાધનાબેનને સારવાર માટે દાખલ કરાયા હતાં. બાકીનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ બધા કેટરર્સનું કામ કરતાં હોઇ પડધરી તરફ ધાર્મિક સ્‍થળે હનુમાન જયંતિ નિમીતે મહાપ્રસાદનું રસોડુ કરવા જઇ રહ્યા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(3:40 PM IST)