તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
રાજકોટમાં સૌપ્રથમ કાળા હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા
રૂડાનગર-૩માં ઇતિહાસ ફરી ધબકયોઃ પૂ. પારસમુનિજીના સદ્ઉપદેશથી મંદિરનાં અમિતભાઇ મગીયા પરિવાર દ્વારા પુનઃ નિર્માણઃ અહીં હનુમાનજીને તેલ નહિ, અત્તર ચઢાવવાની પરંપરાઃ અગરબત્તીના સ્થાને ધૂપ સ્ટીકઃ મંગળ-શનિ દોષ સહિતના ઉકેલોની રોમાંચક માન્યતાઃ નિઃશુલ્ક અન્નક્ષેત્ર શરૂ થશે

રાજકોટ, તા. રઃ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર રૂડાનગર - ૩, શેરી નં.૧/૨ ની પુણ્યવંત ધરા પર પ્રાચીન શ્રી કાળા હનુમાનજી બિરાજમાન છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર આ કાળા હનુમાનજીનું મંદિર આવેલું છે. ગુજરાતમાં બનાસકાંઠા વિસ્તારમાં પાલનપુરમાં વાદિલા કાળા હનુમાનજીનું મંદિર આવેલ છે. અને બીજું રાજકોટ માં આ શ્રી કાળા હનુમાનજીનું મંદિર છે.
મંદિરનો ઇતિહાસ
ભગવાન શ્રી હનુમાનજીની પ્રતિમા સામાન્ય રીતે લાલ કે સિંદૂર સ્વરૂપમાં કરવામાં આવે છે, ત્યાં આ મંદિરમાં તેમનું કાળું સ્વરૂપ શક્તિ, રક્ષણ અને ભક્તિનો ત્રિવેણી સંગમ દર્શાવે છે. આ મંદિર તેનાં કાળા સ્વરૂપ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેનો ઇતિહાસ અને મહત્વ પણ ઘણું છે. આ મંદિરનો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે. સ્થાનિક લોકો કહે છે કે આ સ્થળે મંદિર ભગવાન શ્રી હનુમાનજીની કળપાથી બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની સ્થાપના એક યોગી સંત પુરુષને ભગવાન શ્રી હનુમાનજી સ્વપ્નમાં આવેલ પછી મીઠી આંબલી નીચે નાનું એવું મંદિર બનાવેલ હતું. જેમાં કાળમિંઢ કાળા પથ્થરનાં નાના સ્વરૂપમાં હનુમાનજીની મૂર્તિ રાખવામાં આવેલ હતી. વર્ષો બાદ તે મૂર્તિ ખંડિત અને મંદિર ખંડહર થયેલ. પ્રાચીન જર્જરિત થયેલ નાનું એવું રામદૂત શ્રી હનુમાનજીનું મંદિર જેમાં હનુમાનજીની નાની એવી પ્રતિમા પણ ખંડિત થયેલ હતી.
આ સ્થળે પુનઃ મંદિરનું નિર્માણ થાય અને સનાતન હિન્દુ ધર્મની પરંપરા જળવાઈ રહે, અને આસપાસનાં સર્વ ભાવિક શ્રદ્ધાળુઓની ભાવ-ભક્તિ અને ધર્મ પ્રત્યેનાં શ્રદ્ધા-સમર્પણ ભાવમાં અભિવળદ્ધિ થાય. સર્વ નું કલ્યાણ થાય. તેવી શુદ્ધ અને શુભ ભાવનાથી અહીં જૈન ધર્મસ્થાનક નાં નિર્માણ બાદ, આસપાસનાં સર્વ રહેવાસી ભાઈઓ - બહેનોની વિનંતી અને ભાવનાને દ્રઢ શ્રદ્ધા સ્વરૂપ આપવા તેમજ જૈન ધર્મ પણ ભગવાન સ્વરૂપે ભગવાન શ્રી રામ તથા શ્રી હનુમાનજીને માને છે. જૈન પંથ સનાતન હિન્દુ ધર્મનું એક અંગ જ છે.
અનેકતા મે એકતા હિન્દુ કી વિશેષતા, આવી સર્વધર્મ સમન્વય ની ઉત્તમોત્તમ શુભ ભાવનાથી ગોંડલ સંપ્રદાયનાં જૈનસંત પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સદઉપદેશ થી પુણ્યશાળી શ્રીમાન્ અમિતભાઈ કિરીટભાઈ મગીયા પરિવાર સાવરકુંડલા વાળા - હાલ મુંબઈ દ્વારા સંપૂર્ણ મંદિરનું સુંદર પુનઃ નિર્માણ તથા કાળા પથ્થરમાંથી ત્રણ ફૂટની અદભુત આસુરી શક્તિ નાશક પવનપુત્ર મહાવીર શ્રી હનુમાનજી ની પવિત્ર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ એક જ પથ્થરમાંથી બનેલી છે, અને તેનું સ્વરૂપ, સુંદરતા અને સ્થિરતા અદભૂત શિલ્પકળાનો જીવંત પુરાવો છે.
આ મૂર્તિ રાજસ્થાનની એક પ્રાચીન પથ્થરની ખાણમાંથી લાવવામાં આવેલ ગ્રેનાઈટ નાં શુદ્ધ એક જ કાળા પથ્થરથી બનેલી છે. આવાં પથ્થરથી બનેલી પ્રતિમાને અમરત્વ અને ભૌતિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મૂર્તિની રચના પ્રાચીન કાળને અનુરૂપ છે, પરંતુ તેમાં જીવંત સ્પર્શ છે. એવું લાગે છે કે જાણે કાળા હનુમાનજી પોતે ત્યાં પ્રત્યક્ષ છે. પ્રતિમા પરની રેખાઓ, આંખોની તીક્ષ્ણતા અને અભિવ્યક્તિની સ્થિરતા એ બધું સૂચવે છે કે શિલ્પકારે ફક્ત હાથથી જ નહીં, પણ મનથી પણ પ્રતિમાને કોતરેલી છે. જ્યારે તમે તેની આંખોમાં જુઓ છો, ત્યારે કરુણા અને ક્રોધ નું એક અદભૂત મિશ્રણ દેખાય છે. જાણે કે તે કહી રહ્યા હોય, ‘હું અહીં જ છું, તું ડરીશ નહીં...' ભક્ત કહી રહ્યો હોય કે ‘તુમ રક્ષક કાહુ કો ડરના.'
પુનઃ સ્થાપના - વિક્રમ સંવત ૨૦૮૨, તારીખ ૧ ને બુધવાર, ચૈત્ર પૂર્ણિમા - હનુમાન જયંતિ નાં શુભ દિવસે હસ્ત નક્ષત્રમાં કરવામાં આવેલ છે. આ મંદિરમાં સૌભાગ્યશાળી અમિતભાઈ કિરીટભાઈ મગીયા પરિવાર - સાવરકુંડલાવાળા હાલ મુંબઈ દ્વારા કાયમ માટે અખંડ દીપ જ્યોત તથા હનુમાન જયંતિ ની ધ્વજા અને પ્રસાદ નો લાભ લેવામાં આવશે તેવી સર્વોત્તમ ભાવના ભાવવામાં આવેલ છે. આ મંદિર નું સંચાલન જિવો -રાજકોટ નામની સંસ્થા કરે છે.
હનુમાનજીનું નામ ‘બજરંગબલી' કેવી રીતે પડ્યું? તેની પાછળ એક પૌરાણિક કથા છે. જે તેમની શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે તેમનું શરીર એટલું મજબૂત હતું કે તે વીજળીની જેમ અભેદ્ય ગણાતું હતું. ‘બજરંગ' શબ્દ ‘વજ્ર' (વીજળી) અને ‘અંગ' (શરીર) થી મળીને બનેલો છે, જે તેમના અજેય સ્વભાવનું પ્રતીક છે. બીજી તરફ, ‘બલી' તેમની અપાર શારીરિક શક્તિનું સૂચન કરે છે.
વજ્ર જેવું અંગઃ બજરંગ = ‘બજર' (વજ્ર/વજ્ર જેવું કઠોર)+ ‘અંગ' (શરીર). વજ્રઅંગબલી આગળ જતાં અપભ્રંશ થઈને બજરંગબલી થઈ ગયું હોય તેમ જણાય છે. સિંદૂર કેટલાક સંદર્ભોમાં બજરંગનો અર્થ કેસરી (સિંદૂરનો રંગ) સાથે પણ જોડવામાં આવે છે, જે હનુમાનજીને પ્રિય છે.
તે કાળ અને તે સમય ની વાત છે. જ્યારે હનુમાનજી જ્ઞાન મેળવવા માટે સૂર્યદેવ પાસે ગયા હતા. હનુમાનજીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો તેઓ શાષાોનું સમ્યગ્જ્ઞાન ઇચ્છતા હતા, જેથી તેઓ સ્વ- પર કલ્યાણ કરી શકે.
સૂર્યદેવે તેમનું શુદ્ધ હૃદય જોયું અને તેમને પોતાનાં શિષ્ય બનાવ્યા. હનુમાનજીએ હૃદય નાં શુભ અને શુદ્ધભાવ થી સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને પોતાના ગુરુનાં ચરણોમાં પોતાને સમર્પિત કરી દીધા. જ્યારે શિક્ષણ પૂર્ણ થયું, ત્યારે હનુમાનજીએ સૂર્યદેવને કહ્યું - ગુરુદેવ, હું તમને ગુરુ દક્ષિણા આપવા માંગુ છું, કળપા કરીને મને કહો કે તમે શું ઇચ્છો છો. સૂર્યદેવ થોડીવાર મૌન રહ્યા, પછી કહ્યું, હનુમાન, મને કોઈ વસ્તુની જરૂર નથી. જો તમે મારા પુત્ર શનિદેવને પાછા લાવો, જે મારાથી વિખૂટા પડી ગયા છે, તો તે મારી ગુરુ દક્ષિણા હશે. આ સાંભળીને હનુમાનજી તરત જ શનિદેવના તપસ્યા સ્થળે ગયા. તેમણે શનિદેવને મળવાની વિનંતી કરી, પરંતુ શનિદેવે ના પાડી. તેમણે કહ્યું, ‘હું કોઈને મળતો નથી. મારું કામ લોકોને તેમના કાર્યો માટે ન્યાય આપવાનું છે.'
જ્યારે હનુમાનજી એ શનિદેવને પોતાની સાથે સૂર્યલોકમાં આવવા માટે વારંવાર વિનંતી કરી કહ્યું ત્યારે શનિદેવ તેનાં પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા. અને હનુમાનજી પર પોતાની વક્ર દ્રષ્ટિ કરી. હનુમાનજી અગિયાર માં રુદ્રાવતાર હોવાથી શનિની વક્ર દ્રષ્ટી તેનું કંઈ અહિત ન કરી શકી. પરંતુ શનિની વક્ર દૃષ્ટિનાં કારણે હનુમાનજી નું શરીર કાળું પડી ગયું. હનુમાનજીએ ફરી શનિદેવને સમજાવ્યા અને સૂર્યદેવ પાસે લઈ ગયા. હનુમાનજી નાં કારણે સૂર્યદેવ અને શનિદેવ પિતા-પુત્ર વચ્ચેના મતભેદ દૂર થયા, અને પિતા-પુત્ર નું પુનઃ મિલન થયું.
પછી શનિદેવે હનુમાનજી ને આશીર્વાદ આપ્યા કે ‘જે કોઈ પણ મારી વક્ર દ્રષ્ટિનાં પ્રભાવમાં આવે છે, તેના જીવનમાં મુશ્કેલીઓ અને દુર્ભાગ્ય શરૂ થાય છે. પરંતુ હે હનુમાનજી તમારાં આ કાળાં સ્વરૂપની આરાધના સાચા ભક્તિભાવથી જે કોઈ કરશે તેના પર મારો કોઈ પ્રભાવ પડશે નહીં.' ત્યાર બાદ હનુમાનજીએ ગુરુદક્ષિણા આપ્યાનો સંતોષ મેળવી, રાજસ્થાનમાં કોઈ એક સ્થાન પર ઘોર તપસ્યા કરી ત્યારે વાહન તરીકે ઊંટ નો ઉપયોગ કરેલ. અને ઘોર સાધના બાદ પુનઃ કાળુ પડેલ શરીર પહેલા જેવું થઈ ગયું.
હનુમાનજી નાના હતા ત્યારે ધનના દેવતા કુબેરે તેમને અત્યંત શક્તિશાળી કૌમોદકી ગદા ભેટમાં આપી હતી. હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવીને તમામ વિદ્યાઓ અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. (મતાંતર પૌરાણિક કથા અનુસાર)
શ્રી કાળા હનુમાનજીની પ્રતિમાની વિશેષતા
કળિયુગમાં કાળા હનુમાનજીને પ્રગટ પ્રભાવી માનવામાં આવે છે. કાળસર્પ દોષ, મંગળ દોષ, શનિદોષ ની અશુભ અસરોથી તેમની ભક્તિથી રાહત અનુભવાય છે. જ્યાં હનુમાનજી નો જમણો પગ ઊભો હોય, અને જમણા હાથમાં ગદા હોય હનુમાનજી ની તે અવસ્થા સંસારથી તારે વૈરાગ્ય લાવે. અને જ્યાં હનુમાનજી નો ડાબો પગ ઉભો હોય અને ડાબા હાથમાં ગદા હોય તે આસુરી શક્તિઓ નો નાશ કરી ભક્તોનું સદૈવ રક્ષણ કરે છે. આ પ્રતિમામાં ડાબો પગ ઉભો છે, અને ડાબા હાથમાં ગદા છે. ભક્તોની રક્ષા કરવા ભગવાન હનુમાનજી સતત સદૈવ તત્પર હોય તેવું દર્શાવે છે. જ્યારે હનુમાનજીની પૂંછ નીચે જમીન પર કે જરાક જ ઉપર હોય ત્યારે વિશ્રામ અવસ્થામાં હોય, શરીર નાં મુખ્ય સાત ચક્ર સુષુપ્ત હોય, અને પૂંછ મસ્તકથી ઉપર હોય ત્યારે તેમના મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહષાાર એમ મુખ્ય સાતેય ચક્ર શુદ્ધ, સંતુલિત અને જાગળત છે તેવું દર્શાવે છે. સમસ્ત શક્તિઓ જાગળત હોવાની સાથે ત્રીજું નેત્ર હનુમાનજીનું ખુલ્લું છે તે સંપૂર્ણ આજ્ઞાચક્ર તથા દેહમાં રહેલ કુલ ૧૧૪ ચક્ર ની જાગળતદશા નું દિગ્દર્શન કરાવે છે.
તેમની બંને આંખો કરુણામય છે, અને ત્રીજું નેત્ર ક્રોધાવસ્થામાં છે, તે દર્શાવે છે કે ભક્તો પ્રત્યે સદૈવ કોમળ હૃદય અને કરુણા ભાવ રાખતાં ભગવાન શ્રી હનુમાનજી ધર્મની અને સાચા ભક્તોની રક્ષા માટે આસુરી શક્તિઓ, નકારાત્મક ઉર્જાનાં નાશ માટે ક્રોધાવસ્થા માં રુદ્રાવતાર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જે તેમના જગત કલ્યાણ અને પરદુઃખ ભંજક, સંકટ મોચક સ્વભાવનું દર્શન કરાવે છે.
અગરબત્તીને બદલે
ધૂપ સ્ટીક શા માટે?
અગરબત્તી ને બદલે ધૂપ સ્ટીક એટલે વાપરવામાં આવે છે. ( અગરબત્તી માં વાંસ ની સળી હોય છે, વાંસ બાળવાથી પિતળદોષ દુઃખ, દરિદ્રતા જીવનમાં વધે છે.) સર્વ કાર્યોમાં વિઘ્ન આવે છે. આપણી પ્રાચીન હિન્દુ પરંપરા ધૂપ ની જ રહી છે. વાંસ બાળવું ન જોઈએ, અગરબત્તી માં વાંસની સળી હોય છે. તેથી જેમાં વાંસની સળી ન હોય, તેવી ધૂપ સ્ટીકનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. હનુમાનજી ની ભક્તિ કરતાં સમયે વાતાવરણમાં શાંતિ અને શુદ્ધતા માટે ગુગળ, કેવડો, પારિજાત, ચમેલી નો ધૂપ કરવામાં આવે છે.
નાળિયેર માત્ર ધરીને બહાર પોતાના હાથે જ વધેરવાની અહીં પરંપરા છે.
કાળા હનુમાનજીનો પ્રભાવ
આ કાળા હનુમાનજીનું મંદિર શક્તિ અને આસ્થા નું પરમ પવિત્ર સ્થળ છે. ભવ્ય પ્રતિમા અદભૂત શાંતિ અને આત્મશક્તિનો અનુભવ કરાવે છે. ભક્તો અહીં મનોકામના લઈને આવે છે, અને હનુમાનજીનાં આશીર્વાદ મેળવી આનંદ અનુભવે છે. કાળા હનુમાનજી પ્રત્યે ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધા સમર્પણ રાખનારનાં જીવનમાંથી શનિગ્રહનાં દોષ - પનોતી, મંગળ ગ્રહનાં દોષ, કાળસર્પ યોગ, આસુરી શક્તિ, જીવનમાં આવતાં સર્વ વિઘ્નો તથા અનિષ્ટશક્તિ નાં કષ્ટનું નિવારણ થાય છે. જે કોઈ ભીતરનાં ભાવથી તેની ભક્તિ કરે છે, તેની સંગાથે તેઓ સદાય રહે છે. તેઓ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ નાં દાતા છે, જે જીવનનાં સંકટો દૂર કરે છે.
હનુમાનજી ને દુઃખ ભંજક, સંકટ મોચક, મંગળ સ્વરૂપ, શક્તિ અને બુદ્ધિના દેવતા, સ્મરણ સુખદાયી અને સંકટનાશક માનવામાં આવે છે. ભયંકર દેહ પીડા, શારીરિક - માનસિક - સામાજિક - આર્થિક કષ્ટો , તમામ પ્રકારનાં ભય, દુઃખ - દરિદ્રતા, ભૂત-પ્રેત પિશાચ આદિ બાધા સ્વરૂપ નકારાત્મક ઉર્જાઓ પ્રદત્ત તકલીફો બધા અવરોધો, ગ્રહ દોષો અને ભૌતિક સમસ્યાઓમાં રાહત અનુભવાય છે. શ્રધ્ધાવાન વ્યક્તિની દરેક આધ્યાત્મિક અને ભૌતિક મનોકામનાઓની અને કાર્યો પૂર્ણ થાય છે. આત્મવિશ્વાસ, આત્મ શક્તિ, સકારાત્મક ઉર્જા , વિપરિત પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા હનુમાનજી ની નિર્મળભાવે કરેલ ભક્તિથી વધે છે.
દર શનિવાર અને મંગળવારે, આ સ્થળ ભક્તોથી ભરેલું હોય છે. લોકો પોતાના દુઃખ અને પીડા લઈને આવે છે, અને રક્ષણ અને શક્તિ માટે પ્રાર્થના કરે છે. હનુમાનજીની ઉપાસના વિશેષ મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે.
અહીં હનુમાનજીનું કાળું સ્વરૂપ તેમની તપસ્યા, બલિદાન અને શનિદેવના દુષ્પ્રભાવથી બચાવવાની તેમની શક્તિ દર્શાવે છે. હનુમાનજી નું આ સ્વરૂપ શ્રદ્ધા, શક્તિ અને ભક્તોની સુરક્ષાનું જીવંત પ્રતીક છે. આ મંદિરનું વાતાવરણ અનોખી શાંતિ અને દિવ્યતાથી ભરેલું છે, જ્યાં લોકો ફક્ત પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે જ નહીં, પણ શનિ દોષથી મુક્તિ મેળવવા માટે કાળા હનુમાનજીનું નામ સ્મરણ પણ કરે છે. આ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈપણ દુષ્ટતા, કોઈપણ પીડા, સાચી ભક્તિ, નમ્રતા અને પ્રામાણિકતાથી દૂર કરી શકાય છે.
મંદિરનું વાતાવરણ એક અલગ જ પ્રકારની શાંતિ અને પવિત્રતાની અનુભૂતિ કરાવે છે. જીવનમાં આધ્યાત્મિક ઉર્જા પ્રગટાવે છે. કાળા હનુમાનજીના દર્શનનો અનુભવ અદ્વુત હોય છે. હનુમાનજીનું આ સ્વરૂપ ફક્ત લોકો માટે મૂર્તિ નથી, તે જીવંત શક્તિનું પ્રતીક છે. મનને મંત્રમુગ્ધ કરી દે તેવું અનોખું સ્વરૂપ. કાળા હનુમાનજી નાં દર્શન કરતાં સમયે તમારા મનમાં સાત્વિક અને સકારાત્મક શક્તિ અને અસાધારણ શાંતિનો અનુભવ થાય છે. હનુમાનજીના કાળા સ્વરૂપને શક્તિ, પરાક્રમ અને રક્ષણાત્મક શક્તિઓનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. આ કાળા હનુમાનજી મંદિર એટલું પવિત્ર અને સંવેદનશીલ છે કે જે કોઈ અહીં એક વાર પણ આવે છે, તો તે વારંવાર હૃદયથી આ પવિત્ર મંદિર સાથે જોડાયેલું રહે છે. દરેક વ્યક્તિ માટે શક્તિનોસ્ત્રોત છે. અહીં હનુમાનજીની પ્રતિમા સંપૂર્ણપણે કાળા પથ્થરથી બનેલી છે, પરંતુ તેમને નવા, રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવે છે, જે તેમનાં ભક્તિ સ્વરૂપને વધુ રસપ્રદ બનાવે છે.(૬.૧પ)
ટૂંક સમયમાં માનવ માત્ર માટે નિઃશુલ્ક અન્નક્ષેત્ર-સદાવ્રત પ્રારંભ થશે
દાનપેટીમાં પ્રાપ્ત દાનરાશીનો ઉપયોગ ભક્તોનાં પ્રસાદ માટે કરવામાં આવે છે. મંગળવારે, શનિવારે વિશેષ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. માનવમાત્ર માટે નિઃશુલ્ક ભોજન અન્નક્ષેત્ર - સદાવ્રત માં વિશેષ મોટું દાન આપવા ઈચ્છુક દાતાઓએ નીચેના નંબર પર સંપર્ક કરવો. સંસ્થા પાસે ૧૨ એ, ૮૦જી ,અને સી.એસ. આર. સર્ટિફિકેટ છે. આ દાનરાશી નો ઉપયોગ મંદિર પરિસરની યોગ્ય વ્યવસ્થા બનાવવા, યોગ્ય રસોડું તથા માનવમાત્ર માટે નિઃશુલ્ક ભોજન અન્નક્ષેત્ર-સદાવ્રત માં કરવામાં આવશે. એમ જિવો સંસ્થાનાં પ્રમુખ શ્રી મયુરભાઈ ભુપતલાલ શાહ ની યાદીમાં જણાવ્યું છે.(૬.૧૬)
કળિયુગમાં શીઘ્ર પ્રસન્ન થનારા દેવ એટલે ભગવાન શ્રી કાળા હનુમાનજી
હનુમાનજીનું બાળપણનું નામ ‘મારુતિ' છે. બાળપણમાં સૂર્યને ફળ સમજીને ગળી જતાં ઈન્દ્રએ તેમનાં પર વજ્રથી પ્રહાર કર્યો હતો. ઈન્દ્રના વજ્રનાં પ્રહારથી તેમનું ડાબું જડબું (હનુ) તૂટી જવાને કારણે નામ ‘હનુમાન' પડ્યું હતું. સંસ્કળતમાં ‘હનુ' એટલે જડબું અને ‘માન' એટલે વિકળત/તૂટેલું, તેથી તેઓ ‘હનુમાન' કહેવાયા. વજ્રઅંગબલી, બજરંગબલી, અંજનીપુત્ર, પવનપુત્ર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.
અહીં અત્તર શા માટે ચઢાવવામાં આવે છે?
અહીં તેલ નાં સ્થાને અત્તર એટલે ચઢાવવામાં આવે છે કારણકે હનુમાનજી ગુલાબ પારિજાત, કેવડા, ચમેલી નાં અત્તરથી શીઘ પ્રસન્ન થાય છે. અત્તર ની માત્રા ભલે થોડી હોય પણ શુદ્ધ હોવું આવશ્યક છે.(૬.૧૬)
શ્રી કાળા હનુમાનજી મંદિર
રૂડા નગર - ૩, શેરી નં.-૧/૨ , કાલાવડ રોડ , જૈન ઉપાશ્રયની બાજુમાં , રાજકોટ સંપર્કઃ ૯૩૭૪૧ ૦૦૦૭૫
(3:57 PM IST)










