<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ખુંટીયા સાથે બાઇક અથડાતાં રફાળીયા અને ઇંગોરાળાના બે યુવાન ઘવાયા

ભગવાનજી અને લવીનને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨: મોરબી તાબેના હળવદ નજીક કોયબા પાસે ખુંટીયા સાથે બાઇક અથડાતાં મોરબીના રફાળીયાના ભગવાનજી જેરામભાઇ દુધાત્રા (ઉ.વ.૨૭)ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. ભગવાનજી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં નાનો છે. વાડીએથી બાઈક હંકારી ઘરે જતો હતો ત્‍યારે અચાનક ખુંટીયો આવી જતાં અકસ્‍માત સર્જાયો હતો.

બીજા આવા બનાવમાં હળવદના ઇંગોરાળા ગામે રહી ખેત મજૂરી કરતો લવીનભાઇ નીમના (ઉ.વ.૨૫) બાઇક લઇને જતો હતો ત્‍યારે કીડી ગામ પાસે ખુંટીયા સાથે અકસ્‍માત સર્જાતા ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી.

(3:37 PM IST)