તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
અશાંતધારોઃ નવુ જાહેરનામુ બહાર પડયું: રાજકોટ વોર્ડ નં.રના અનેક વિસ્તારો આવરી લેતુ મહેસૂલ
હવે કલેકટરની મંજુરી ફરજીયાતઃ અનેક વિસ્તારો ડિસ્ટબર્ડ એરીયા જાહેરઃ છોટુનગર, સિંગ સોસાયટી- નિરંજન- આશુતોષ- જનતા જનાર્દન- સ્વસ્તિક- અવંતિકાપાર્ક- યોગેશ્વર પાર્ક સહિત અનેક વિસ્તારોઃ પાંચ વર્ષ માટે લાગુ

રાજકોટ તા.૨: રાજકોટ શહેરમાં સ્થાવર મિલકતોની તબદીલી અને ભાડૂતોને રક્ષણ આપવા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ એક સુધારેલું (રિવાઈઝ્ડ) જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા જાહેરનામા મુજબ, રાજકોટ સિટીના વોર્ડ નંબર ૨ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અનેક વિસ્તારોને‘અશાંત ધારા' (Disturbed Areas Act) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અગાઉ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાને બદલીને આ નવું અને વિસ્તળત જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યું છે.
‘ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમ્મુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ એવિક્શન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, ૧૯૯૧ઁ જેને સામાન્ય રીતે ઁઅશાંત ધારા' તરીકે ઓળખવામાં આવે છે. આ ધારાનો મુખ્ય ઉદ્દેશ અમુક વિસ્તારોમાં મિલકતોના ગેરકાયદેસર કે દબાણપૂર્વકના વેચાણને અટકાવવાનો છે. આ નવા નોટિફિકેશન (ક્રમાંકઃ GHM/2026/M/62/RD/DAA/e-file/15/2025/14425/H1) મુજબ, જાહેર કરાયેલા ઁઅશાંત વિસ્તારોઁમાં કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર કરતા પહેલા સરકાર કે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે
ગાંધીનગર મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામાના શેડ્યૂલમાં રાજકોટ સિટી વોર્ડ નંબર ૨ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારો અને તેની આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારને ‘‘ડિસ્ટર્બ્ડ એરિયા'' તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ નવા નોટિફિકેશનમાં સેંકડો સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને છોટુ નગર,ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં આવતી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ ,સિંગ સોસાયટી,નિરંજન સોસાયટી,આશુતોષ સોસાયટી,સ્વાસ્તિક સોસાયટી ,જનતા જનાર્દન સોસાયટી,જાગળતિ શ્રમજીવી સોસાયટી આ ઉપરાંત અવંતિકા પાર્ક અને યોગેશ્વર પાર્ક જેવા વિસ્તારોના વિવિધ સિટી સર્વે નંબરોને પણ આ કાયદાના દાયરામાં સ્પષ્ટપણે સામેલ કરવામાં આવ્યા છે.
સરકારના આ જાહેરનામા મુજબ, આ કાયદો આગામી પાંચ વર્ષ માટે લાગુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી આ વિસ્તારોમાં મિલકતોના વેચાણમાં થતા ગેરકાયદેસર દબાણોને રોકી શકાય અને સામાજિક શાંતિ અને સલામતી જાળવી શકાય. અગાઉ જાન્યુઆરીમાં બહાર પડેલા નોટિફિકેશનને સ્થાને નવું અને વધુ સચોટ જાહેરનામું બહાર પાડીને સરકારે કાયદાકીય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે.(૨.૧૫)
(2:54 PM IST)










