News of Thursday, 2nd April 2026
રાજકોટ રેલવે ડિવિઝને નવો ઈતિહાસ રચ્યોઃ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂા.૨૭૧૧ કરોડની રેકોર્ડ આવક હાંસલ
ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગમાં ૧૧ વર્ષનો રેકોર્ડ તૂટયો; કુલ આવકમાં ૨૫૫ કરોડનો જંગી વધારો

રાજકોટ, રઃ પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની દૃષ્ટિએ સતત નવા સીમાચિホો સ્થાપિત કરી રહ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ રૂા.૨૭૧૧.૦૬ કરોડની નોંધપાત્ર વાર્ષિક આવક મેળવી છે. આ આવક નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની વાર્ષિક આવકરૂા.૨૪૫૫.૯૪ કરોડની સરખામણીમાં ૧૦.૪૩્રુ એટલે કે રૂા.૨૫૫.૧૨ કરોડ વધુ છે. કુલ રૂા.૨૭૧૧.૦૬ કરોડની આવકમાં ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગ (માલભાળા) માંથી સૌથી વધુ રૂા.૨૨૩૮.૩૪ કરોડ, મુસાફરોની આવકમાંથી રૂા.૪૩૭.૪૩ કરોડ અને પાર્સલ સહિત અન્યસ્ત્રોતોમાંથી રૂા.૩૫.૦૯ કરોડનું યોગદાન રહ્યું છે. ડિવિઝને ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગ ક્ષેત્રમાં છેલ્લા ૧૧ વર્ષના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. આ માધ્યમથી પ્રાપ્ત થયેલ રૂા.૨૨૩૮.૩૪ કરોડની આવક ગયા વર્ષના રૂા.૨૦૨૭.૨૭ કરોડની સરખામણીમાં ૧૦.૪૧ટકા (રૂા.૨૧૧.૦૭ કરોડ) વધુ છે. તેવી જ રીતે, ડિવિઝને આ વર્ષે ૧૧.૯૫ મિલિયન ટન માલ સામાનનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષના ૧૦.૮૧ મિલિયન ટન કરતા ૧૦.૬૦ ટકા વધુ છે. સંચાલન ક્ષમતાનો પુરાવો આપતા ડિવિઝને દરરોજ સરેરાશ ૫૭૪ વેગનનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષની ૫૨૨ વેગનની સરેરાશ કરતા ૧૦ ટકા વધુ છે.
મુસાફરોની સુવિધા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂા.૪૩૭.૪૩ કરોડની મુસાફર આવક મેળવી છે, જે ગયા વર્ષના રૂા.૩૯૮.૪૮ કરોડની સરખામણીમાં ૯.૭૭ટકા (રૂા.૩૮.૯૫ કરોડ) વધુ છે. મુસાફરોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે; આ વર્ષે આશરે ૧.૩૦ કરોડ મુસાફરોએ રાજકોટ ડિવિઝનમાંથી મુસાફરી કરી છે, જે ગયા વર્ષના ૧.૧૨ કરોડ મુસાફરોની સરખામણીમાં ૧૫.૯૪્રુ નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, ટ્રેનોના સમયસર સંચાલનમાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરતા ડિવિઝને ૯૫.૨૩ ટકા સમયપાલન (Punctuality) હાંસલ કર્યું છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ ગૌરવશાળી સિદ્ધિનો શ્રેય વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની સખત મહેનત અને નિષ્ઠાને આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ ટીમ વર્કના કારણે જ ડિવિઝને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને ભારતીય રેલવેના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
ગીરીરાજકુમાર મીના
ડીઆરએમ
(2:28 PM IST)










