News of Thursday, 2nd April 2026
રૈયા લાઇટ હાઉસ ખાતે સાંજે શોભાયાત્રા, રાસોત્સવ
૭૦૦ ફલેટ ધારકો દ્વારા હનુમાન જન્મોત્સવ અને સંતશ્રી વેલનાથ ઉત્સવની ઉજવણી

રાજકોટઃ અટલ સ્માર્ટ સીટી ન્યૂ રેસકોર્ષ પાસે આવેલ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન લાઇટ હાઉસ જીજાબાઇ ટાઉનશપ ખાતે રૈયા લાઇટ હાઉસ ગ્રુપ અને સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર મહામંડળના સંયુકત ઉપક્રમે શ્રી હનુમાન જન્મોત્સવ તેમજ સંત વેલનાથ તિથિ ઉત્સવનું આયોજન કરાયુ છે.
જેમાં આજે સાંજે ૬ કલાકે શોભાયાત્રા, સામૈયુ અને રાસોત્સવ, સાંજે ૭:૩૦ કલાક મહાઆરતી, સાંજે ૮ કલાકે ૧૧૪૪ ફલેટધારકોનું સ્નેહમિલન સમારોહ ૮.૩૦ કલાકે થશે. ત્યારબાદ માત્ર ફલેટ ધારકો માટે જ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
હાલમાં ૧૧૪૪ ફલેટ ધારકોમાંથી આશરે ૭૦૦ જેટલા ફલેટ ધારકો રહેતા હોવાનું અને અહીં તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો સાથે મળીને ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરતાં હોવાનું રૈયા લાઇટ હાઉસ ગ્રુપના દેવાંગભાઇ કુકાવાની અખબાર યાદીમાં જણાવેલ છે.
તસ્વીરમાં પિયુષભાઇ જોશી, ધિરૂભાઇ બગથરીયા, અલ્પેશભાઇ વ્યાસ, દિનેશભાઇ પરમાર, સુરેશભાઇ વાળા નજરે પડે છે.
(2:20 PM IST)










