તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
મનપાને મિલ્કત વેરાના લક્ષ્યાંકમાં ૮ કરોડની ઘટ
નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ પૂર્ણ : કુલ ૪પપ.૮૦ કરોડ સામે ૪૪૭.૯૩ કરોડની વસુલાત

રાજકોટ : મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા મ્યુનિસિપલ કમિશનરના નેતળત્વ અને માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત શાખાના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની સઘન કામગીરીથી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કત વેરાના રૂ.૪૫૫.૮૦ કરોડના મુળ લક્ષ્યાંકની સામે રૂ.૪૪૭.૯૩ કરોડની વસુલાત થયેલ છે.
વેરા શાખા દ્વારા ગત નાણાકિય વર્ષ કરતા ૮.૪૪ ટકાની વળદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ ૩૪.૪૪ કરોડ વધારાની આવક કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કુલ ૬,૧૦,૯૩૧ મિલકત પૈકી ૪,૬૩,૫૬૪ મિલકતોનો વેરો ભરાયેલ છે. આમ, ગત વર્ષ ૨૦૨૪-૨૫ ની સાપેક્ષમાં ૪૩,૯૦૫ વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી છે. આમ કુલ મિલકતધારકોમાંથી ૭૫.૭૫્રુ મિલકતધારકોએ ચાલુ વર્ષે વેરાની ભરપાઈ કરેલ છે.
વેસ્ટ ઝોનમાં ૨,૦૮,૮૫૦ કરદાતાઓ પાસેથી રૂ. ૧૮૯.૬૫ કરોડની, સેન્ટ્રલ ઝોનમાં ૧,૪૮,૪૦૬ કરદાતાઓ પાસેથી રૂ ૧૬૧.૮૦ કરોડની તથા ઇસ્ટ ઝોનમાં ૧,૦૫,૫૫૨ કરદાતાઓ પાસેથી રૂ. ૯૫.૭૯ કરોડની વસુલાત થયેલ છે.
કુલ આવક અને કુલ કરદાતાઓને ધ્યાને લેતા, રેસીડન્સ કેટેગરીમાં કુલ ૩,૪૭,૨૭૪ કરદાતાઓએ રૂ ૨૦૪.૯૦ કરોડનો વેરો ભરપાઇ કરેલ છે. જયારે નોન રેસીડન્સ કેટેગરીમાં કેટેગરીમાં કુલ ૧,૧૫,૫૩૪ કરદાતાઓએ રૂ ૨૪૨.૩૪ કરોડનો વેરો ભરપાઇ કરેલ છે.
વેરા વસુલાતની કામગીરી દરમિયાન કુલ ૧૨,૧૯૧ મિલ્કતોને જપ્તી નોટિસ બજવણી કરવામાં આવેલ તથા કુલ ૧,૫૬૬ મિલકતો સિલિંગ કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ની રિકવરી ઝુંબેશ અંતર્ગત તા. ૦૧માર્ચ થી તા.૩૧ માર્ચ સુધી કુલ ૪,૬૨,૮૦૮ કરદાતાઓ પાસેથી કુલ આવક રૂ.૪૪૭.૨૪ કરોડની વસુલાત થયેલ છે. જેમાં રોકડથી થયેલ આવક રૂ.૧૨૫.૯૪ કરોડ, ચેકથી થયેલ આવક રૂ.૮૧.૩૦ કરોડ તથા ઓનલાઈનથી થયેલ આવક રૂ.૨૪૦.૦૦ કરોડ છે. કુલ કરદાતાઓ ૪,૬૨,૮૦૮ પૈકી ૩,૦૨,૬૭૪ કરદાતાઓ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવેલ અને ૧,૬૦,૧૩૪ કરદાતાઓ દ્વારા ઓફલાઇન પેમેન્ટ કરવામાં આવેલ. ઓનલાઇન પેમેન્ટ કરનાર કરદાતાઓની ટકાવારી. ૬૫.૪૦ ્રુ છે.
ચાલુ વર્ષે બજેટ સમયે ફેબ્રુઆરી ૨૦૨૬ માં જાહેર કરાયેલ વ્યાજ માફી યોજનાને પણ ખુબજ પ્રચંડ પ્રતિસાદ મળેલ છે. કુલ ૪૫,૯૬૭ મિલકતધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. જે પૈકી ૩૩,૪૭૧ રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકો અને ૧૨,૪૯૬ નોન રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. આ મિલકત ધારકોએ કુલ મળીને રૂ. ૭૮.૬૬ કરોડની રકમ ભરપાઇ કરેલ છે.
સરકારી મિલકતોના રૂ.૨૪.૨૧ કરોડની વસુલાત થયેલ છે. વર્ષ દરમિયાન ૧૫,૭૦૬ નવા અસેસમેન્ટ તથા ૬,૦૬૧ રીવાઇઝડ અસેસમેન્ટ કરવામાં આવેલ છે. નાયબ કમિ‘ર વેરા વસુલાત શાખા ના માર્ગદર્શનમાં આસી.કમિશનર એચ. પી. રૂપારેલીઆ, આસી. કમિશનર કે.ડી. વાઢેર, આસી. કમિશનર ડી. એમ. ડોડિયા, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, એચ.જે.જાડેજા, ઇસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર, તમામ વોર્ડ ઓફિસર, તથા તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની આ સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(3:32 PM IST)










