<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ખાદ્યતેલના ભાવમાં વધારો :સિંગતેલ 3000 રુપિયાને પાર પહોંચ્યા :કપાસિયા તેલના ભાવમાં પણ રુ. 20 નો ઉછાળો

એક જ મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 200 રૂપિયા જેટલો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક માસથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તાજા આંકડા મુજબ, છેલ્લા 30 દિવસમાં જ તેલના ડબ્બાના ભાવમાં અંદાજે 200 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. 

બજારમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો નોંધાતા હવે નવો ભાવ 2965 થી 3015 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, મધ્યમ વર્ગમાં સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ હવે 2510 થી 2540 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. 

એક જ મહિનામાં 200 રૂપિયા જેટલો વધારો થતા સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે સરકાર તેલના ભાવ પર અંકુશ લાવવા માટે યોગ્ય પગલાં ભરે.

(11:02 PM IST)