<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

બેડી ચોકડી પાસે વધુ એક વખત ટ્રાફિક જામઃ પવનચક્કીના ટ્રક અને કોલેજની બસો એક સાથે નીકળતાં ટર્ન લેતી વખતે જામ

ચારેય બાજુના રસ્‍તાઓ પર વાહનોની કતાર જામીઃ ટ્રાફિક પોલીસે પહોંચી જામ ખોલાવ્‍યો

રાજકોટઃ શહેરના મોરબી રોડ બેડી ચોકડીએ વધુ એક વખત ટ્રાફિક જામ થઇ ગયો હતો. ચારેય બાજુના રસ્‍તાઓ પર વાહનોની કતાર જામી જતાં અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહેતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. કોઇ નાગરીકે ફોન કરતાં ટ્રાફિક બ્રાંચની ગાડીઓ પહોંચી હતી અને જામ ક્‍લીયર કરાવ્‍યો હતો. જાણવા મળ્‍યા મુજબ આ રોડ પર બેડી ચોકડીએથી પવન ચક્કી ભરેલા ટ્રકો પસાર થયા હતાં એ જ વખતે કોલેજની બસો પણ નીકળી હતી. આ વખતે ટર્ન ન લઇ શકતાં વાહનો ફસાયા હતાં. આ કારણે એક પાછળ એક વાહનો ઉભા રહી ગયા હતાં. ચારેય તરફના રસ્‍તા પર વાહનોની કતારો જામી જતાં અસંખ્‍ય વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. વાહનોની કતારો તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:21 PM IST)