તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Monday, 30th March 2026
પેલેસ રોડ પર ‘હિટ એન્ડ રન': મોચીનગરના ખાખરાના ધંધાર્થી વિરેન્દ્રભાઇ કક્કડનું મોત
અજાણ્યા બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: હિટ એન્ડ રનના બનાવમાં મોચીનગરના વૃધ્ધનું મૃત્યુ થયું છે. મોટર સાઇકલ પર ખાખરાની ફેરી કરવા નીકળ્યા ત્યારે તેમને પેલેસ રોડ પર અજાણ્યો બાઇકચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર મોચીનગરમાં રહેતાં વિરેન્દ્રભાઇ દેવચંદભાઇ કક્કડ (ઉ.વ.૬૩) નામના વૃધ્ધ શનીવારે તા. ૨૮ના રોજ સવારે અગીયારેક વાગ્યે મોટર સાઇકલ હંકારીને જતાં હતાં ત્યારે પેલેસ રોડ ટી પોઇન્ટ પાસે અજાણ્યા બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃત્યુ પામનાર વિરેન્દ્રભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તે ખાખરાખી ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. શનિવારે પણ ફેરી કરવા નીકળ્યા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી ભાગી ગયેલા બાઇકચાલકની એ-ડિવીઝન પોલીસે શોધખોળ હાથ ધરી છે.
(2:52 PM IST)










