તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ઘટાડવાનું પગલું આવકારદાયીઃ ચેતન રામાણી

રાજકોટઃ તા. ર૮, પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત નેતા ચેતન રામાણીએ એક યાદીમાં જણાવ્યું કે સમગ્ર વિશ્વના વિવિધ દેશો વચ્ચે આંતરિક ખેંચાણથી વિવાદ વકરી રહ્યો છે. ત્યારે ભારત દેશ નાગરિકોની સુરક્ષા, શાંતી અને સલામતીની પણ વિશેષ તકેદારી રાખી દરેક રાજકીય નિર્ણય કરે છે. સમગ્ર દેશ પર સંકંટોના વંટોળ વંટાયેલ હોય અને ભારત પર તેની અને ભારત પર તેની આર્થિક અસર જોવા મળતી હોય જીવન જરૂરીયાતની વસ્તુઓ તેમજ ગૃહિણીઓના બજેટ પર મોંધવારીનો માર પડતો હોય ત્યારે તેનાથી રાહત આપવા દેશની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદી સરકાર હરહંમેશ પ્રયત્નશીલ અને કટિબદ્ધ હોય છે ત્યારે ઇરાનના સ્ટેટ ઓફ હોર્મુઝથી પસાર થતાં ભારતીય કાર્ગોમાં આવતી પેટ્રોલિયમ પ્રોડકટની ડિમાન્ડ સામે સપ્લાય ઘટતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ખર્ચમાં વધારો થતા ભાવ વધી રહ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે બારીકીથી નજર રાખી કંટ્રોલ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF) સંબંધિત કર અને અને નિકાસ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરીને ઊજા ક્ષેત્રમાં કર માળખાને વધુ તર્કસંગત બનાવવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલ પર એક્ઝિટ યુટી રૂા.૧૩ પ્રતિ લિટરથી ઘટાડીને રૂા.૩ પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર લાગતી રૂા.૧૦ પ્રતિ લિટરની એક્ઝિટ ડયુટી સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે, જેના કારણે ગ્રાહકોને ભાવ વધારાની અસરથી કેટલીક રાહત મળવાની શકયતા છે. અંતમા ચેતન રામાણી એ જણાવ્યું છે કે, આ ફેરફારોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના ખર્ચમાં ઘટાડો થવાની શકયતા છે અને જો પંપ ભાવ તરત ઘટાડવામાં ન આવે તો આ લાભ કંપનીઓને મળીને તેમના નફાના માર્જિનમાં વધારો થઈ શકે છે. જે તેમની કમાણી, રોકડ પ્રવાહ અને બેલેન્સશીટને મજબૂત બનાવશે.
(3:43 PM IST)










