<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પીકઅપ ગાડીમાં ૧ાા લાખનો દેશી દારૂ ભરી નીકળેલા સાયલાના ધવલ અને કિશન પકડાયા

આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડીના રસ્‍તે આજીના પૂલ પાસે કાર્યવાહી : ચોરરવીરાના પરેશે દારૂ મોકલ્‍યાનું ખુલતાં શોધખોળઃ ડીસીબીના રાજશેભાઇ, કનકસિંહની બાતમી પરથી પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં અનિલભાઇ સોનારા અને ટીમની કાર્યવાહી

 

રાજકોટ તા. ૨૮: દેશી-વિદેશી દારૂની હેરાફેરી સતત થતી રહે છે. દરમિયાન ડીસીબીની ટીમે આજીડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડીના રસ્‍તે આજી નદીના પૂલ પાસેથી સાયલા પંથકના બે શખ્‍સોને પીકઅપ ગાડીમાં ૧ાા લાખનો ૭૫૦ લિટર દેશી દારૂ ભરીને નીકળતાં પકડી લઇ દારૂ, વાહન સહિત ૩ાા લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ ડીસીબીની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા, કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે રાજેશભાઇ ચાવડા અને કનકસિંહ સોલંકીને બાતમી મળતાં આજીડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ ૧૫૦ રીંગ રોડ પર આજી નદીના પૂલ પાસે વોચ રાખી જીજે૧૩એબડલ્‍યુ-૦૩૦૨ નંબરની બોલેરો પીકઅપ આંતરી લીધી હતી. તેમાં ઠાઠામાં તપાસ કરતાં પ્‍લાસ્‍ટીકની કોથળીઓ નીચે છુપાવી રાખેલો રૂા. ૧,૫૦,૦૦૦નો ૭૫૦ લીટર દેશી દારૂનો જથ્‍થો મળી આવતાં  તે તથા ૨ાા લાખનું વાહન કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

આ પીકઅપમાં બે શખ્‍સો બેઠા હોઇ તેણે પોતાના નામ ધવલ ઉર્ફે રમેશ કરસનભાઇ મણદુરીયા (ઉ.વ.૨૨-રહે. કેસરપર ગામ સરકારી સ્‍કૂલ નજીક, હનુમાન દાદાના મંદિર પાસે તા. સાયલા) તથા કિશન ભીખાભાઇ માથાસુડીયા (ઉ.વ.૨૦-રહે. ચોરવીરા ગામ હાઈસ્‍કૂલ પાસે, તા. સાયલા) જણાવતાં બંને સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પુછતાછમાં આ દારૂ ચોરવીરા ગામના પરેશ રવજીભાઇ માથાસુડીયાએ ભરીને રાજકોટ મોકલ્‍યો હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. કિશન વિરૂધ્‍ધ અગાઉ સુરેન્‍દ્રનગરમાં અને પરેશ વિરૂધ્‍ધ ચોટીલામાં દારૂ, વાહન અકસ્‍માતના ગુના નોંધાયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં એએસઆઇ અનીલભાઇ એસ. સોનારા, હેડકોન્‍સ. કનકસિંહ સોલંકી, ગીરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ રબારી, કોન્‍સ. રાજેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(2:42 PM IST)