<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બાપુનગર મુક્‍તિધામ ખાતે કાલે અસ્‍થિ કુંભ પૂજન : એપ્રિલમાં હરિદ્વાર ખાતે અસ્‍થિ વિસર્જનનો પુણ્‍ય કાર્યક્રમ

રાજકોટ : શહેરના જંગલેશ્વર મેઈન રોડ પર આવેલા બાપુનગર મુક્‍તિધામ ખાતે જય સરદાર યુવા ગ્રુપ દ્વારા એક વિશેષ ધાર્મિક અને પુણ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સંસ્‍થા દ્વારા વર્ષ દરમિયાન જે સ્‍વર્ગસ્‍થોના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હોય, તેમના અસ્‍થિ કુંભને ગંગાજીમાં વિસર્જન કરતા પૂર્વે શાષાોક્‍ત વિધિ મુજબ પૂજન કરવામાં આવશે. આ અસ્‍થિ કુંભ પૂજન તા. ૨૯ રવિવારે સવારે ૭:૩૦ થી ૧૦:૩૦ કલાક દરમિયાન બાપુનગર મુક્‍તિધામ ખાતે યોજાશે. જેમાં સ્‍વર્ગસ્‍થોના પરિવારજનો દ્વારા અસ્‍થિ કુંભનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવશે. ત્‍યારબાદ, આ અસ્‍થિઓનું પવિત્ર ગંગાજીમાં વિસર્જન તા. ૫ એપ્રિલે સવારે ૭:૩૦ કલાકે હર કી પૌડી, હરિદ્વાર મુકામે કરવામાં આવશે. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે જય સરદાર યુવા ગ્રુપના સર્વશ્રી અશ્વિનભાઈ પાંભર, પ્રમુખ, મો.  ૯૫૭૪૬ ૯૫૭૪૪,  રજનીકાંત (રમેશભાઈ) વેકરીયા, મેનેજિંગ ટ્રસ્‍ટી, મો. ૯૬૨૪૨ ૧૦૧૧૧, શ્રી અતુલભાઈ પોકર,  સહમંત્રી, શ્રી રમેશભાઈ સીદપરા, ઉપપ્રમુખ  જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:49 PM IST)