તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
પૂ.જીજ્ઞેશદાદાની સમગ્ર ભાગવત કથા ૮૯.૬ એફ.એમ.રેડીયો રાજકોટ ઉપર

રાજકોટ, તા.૨૮: રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા.૨ એપ્રિલ, ૨૦૨૬ સુધી પૂ. જીજ્ઞેશદાદાની પવિત્ર ભાગવતકથાનું રાજકોટનું લોકપ્રિય રેડીયો સ્ટેશન ૮૯.૬ એફ.એમ. ઉપર લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવનાર છે. જે શ્રોતાઓ કોઇ કારણસર કથા સ્થળ ઉપર પહોંચી શકતા નથી તેઓ મુસાફરી દરમ્યાન પણ દરરોજ રાત્રે ૮થી૧૧ વાગ્યા દરમ્યાન રેડીયો સેટ અથવા મોબાઇલ ઉપર પૂ. જીજ્ઞેશદાદાની અમૃતવાણીનો લાભ લઇ શકશે. કૃષ્ણ જન્મોત્સવ (૩૦ માર્ચ) રૂક્ષ્મણી વિવાહ (૧ એપ્રિલ) સહિતના વિવિધ પ્રસંગો પણ ૮૯.૬ એફ.એમ. રેડીયો દ્વારા માણી શકાશે.
(2:26 PM IST)










