<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ભાગવતકથાની ઐતિહાસિક પોથીયાત્રાઃ જનસૈલાબ ઉમટયો

પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને રાજકોટના રેસકોર્ષ ખાતે શ્રીમદ ભાગવત મોક્ષગાથાનો પ્રારંભઃ પ્રથમ દિવસે જ ભાવિકો ભાવવિભોર : જાગનાથ મહાદેવ મંદિરેથી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ સુધી રાસ-ગરબાની રમઝટ સાથે હજ્‍જારો ભાવિકો ઉત્‍સાહપૂર્વક પહોંચ્‍યાઃ પવિત્ર વાતાવરણમાં પોથીજીને વાજતે-ગાજતે વ્‍યાસાસન સુધી લાવવામાં આવ્‍યાઃ દિપ પ્રાગટય દ્વારા પવિત્ર ભાગવતકથાનો પ્રારંભ વિન્‍ટેજ, ઓડી, મર્સીડીસ, બીએમડબલ્‍યુ, મારૂતી, હ્યુન્‍ડાઇ, ટાટા સહિતની ગાડીઓ, ઘોડા, ઘોડાગાડી, બગી, બાઇક વિગેરે દ્વારા આખા યાજ્ઞિક રોડનો એક અલગ નઝારો રચાયોઃ પોથી યજમાનોએ પોતપોતાના ગ્રુપમાં ભારે જમાવટ કરીઃ રાધે રાધેનો નાદ સતત ગુંજતો રહયોઃ મહાનુભાવોની ઉપસ્‍થિતિ

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને યોજાયેલ પવિત્ર ભાગવતકથાના પ્રથમ દિવસે પોથીયાત્રામાં રીતસર જનસૈલાબ ઉમટી પડયો હતો. પવિત્ર આસ્‍થા સાથે પુષ્‍કળ ભાવિકો ગાડીઓના કાફલા સાથે ઘોડાગાડી, બગીમાં અને ચાલતા-ચાલતા ઉત્‍સાહભેર જોડાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. પૂ.જીજ્ઞેશદાદા, પૂ.અપુર્વમુનિ સ્‍વામી, રાધારમણ સ્‍વામી, વિવેકીસાગર સ્‍વામી, હિરેનભાઇ શાષાી, મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર, સુધીરભાઇ દુબલ અને તેના પરિવારજનો, અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ નિકિતાબેન નરેન્‍દ્રભાઇ નથવાણી, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજશ્રેષ્‍ઠી ડો.નિશાંતભાઇ ચોટાઇ, છબીલભાઇ પોબારૂ, સંદીપભાઇ છોટાળા, ગુણવંતભાઇ ડેલાવાળા, સિધ્‍ધાર્થભાઇ ભટ્ટ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાવ સાથે શ્રીમદ ભાગવત મોક્ષગાથામાં જોડાઇને પુણ્‍યનું ભાથુ બાંધ્‍યુ હતું જે દ્રશ્‍યમાન થાય છે.

સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે વિશ્વ વિખ્‍યાત લોકપ્રિય ભાગવત ચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને તા. ૨ એપ્રિલ, ૨૦૨૬ ગુરૂવાર સુધી રાત્રે ૮ વાગ્‍યાથી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન શ્રીમદ્‌ ભાગવત  મોક્ષગાથાનું ભવ્‍ય -દિવ્‍ય-અલોૈકીક આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રથમ દિવસેજ હજ્‍જારો ભાવિકો ભાવવિભોર બની ગયા હતા.

પવિત્ર ભાગવત સપ્‍તાહની ઐતિહાસિક પોથીયાત્રા, જાગનાથ મહાદેવ, મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી નિકળી હતી. જેમાં રીતસર જનસેલાબ ઉમટી પડયો હતો. ચિકકાર મેદની વચ્‍ચે હૈયૈહૈયું દળાઇ રહયું હતું. જાગનાથ મહાદેવ મંદિરથી કથાસ્‍થળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ સુધી ભારે ઉત્‍સાહ સાથે હજ્‍જારો ભાવિકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. રાધે રાધેનો નાદ સતત ગુંજતો રહયો હતો.

અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ સાથેના ડીજે, બેન્‍ડ-બાજા અને ઢોલનગારા સાથે અવનાવા પહેરવેશમાં સજ્જ પોથીજીના યજમાનો અને તેમના મહેમાનો, સભ્‍યો મહાનુભાવો પવિત્રતાના ભાવ સાથે ઉત્‍સાહપૂવર્ક પોથીયાત્રામાં જોડાયા હતા. વિન્‍ટેજ, ઓડી, મર્સીડીસ, બીએમડબલ્‍યુ, મારૂતી マયુડાઇ, ટાટા સહિતની ગાડીઓ, બાઇક, ઘોડા, ધોડાગાડી,  બગી વિગરે દ્વારા આખા યાજ્ઞિક રોડ એક અલગ નઝારો રચાયો હતો. પોથીજીના યજમાનનોએ પોત પોતાના કુટુંબીજનો અને ગ્રૂપ સર્કલ સાથે પણ શિસ્‍ત અને આધ્‍યત્‍મિકતા સાથે ભારે જમાવટ કરી હતી.

પોથીયાત્ર તથા કથાસ્‍થળ રેસકોર્ષ ખાતે પ્રથમ દિવસે ભાગવત કથાના મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિત સ્‍વામી નારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે બિરાજતા અપૂર્વમુનિ સ્‍વામી, રાધારમણ સ્‍વામી, વિવેકસાગર સ્‍વામી, હિરેનભાઇ શાસ્‍ત્રી, અકિલા પરિવારના શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍મિતાબેન છબીલભાઇ પોબારૂ, શ્રીમતી નિકિતાબેન નરેન્‍દ્રભાઇ નથવાણી, આસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજ શ્રેષ્‍ઠીઓ ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી છબીલભાઇ પોબારૂ, શ્રીમીત રીટાબેન ભુપેન્‍દ્રભાઇ કોટક, શ્રી મુકેશભાઇ શેઠ, અતુલભાઇ  શેઠ, મેહુલભાઇ પરડવા, સંદિપભાઇ વોટાળા, અવધેશભાઇ કાનગડ, જયદિપભાઇ જલુ, સરમંગભાઇ મીરાણી, પુનિતભાઇ રસાડીયા, જયંતિભાઇ ફલીયા, અશોકભાઇ ભાયાણી, નિલેશભાઇ ચંદારાણા, ગુણવંતભાઇ ડેલાવાળા, દિશીતભાઇ પોબારૂ, શ્રી મતિ શૈલીબેન ગણાત્રા, શ્રીમતિ કલ્‍પનાબેન  ખખ્‍ખર, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થભાઇ ભટ્ટ, શ્રી મતિ બંસીબેન ભટ્ટ, સોનલબેન સોૈમૈયા સહિતના મહાનુભાવો હાજર રહયા હતા. અને તેઓએ પૂણ્‍યનું ભાથુ બાંધ્‍યુ હતું.

કથા દરમ્‍યાન તા. ૨ એપ્રિલ ૨૦૨૬ ગૂરૂવાર સુધી રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ભાવિકોનો ભારે ઘસારો રહેશે. દરરોજ સાંજે ૬ વાગ્‍યાથી ૮ વાગ્‍યા સુધી સુપ્રસિધ્‍ધ કલાકારો -વકતાઓના સંગાથે વિવિધ સાંસ્‍કૃતિ કાર્યક્રમો (શ્રી નાથજી કીર્તન, હાસ્‍યરસ, મોટીવેશનલ સ્‍પીચ, શ્રી રામધૂન, સત્‍સૅગ સંધ્‍યા, લોક સંગીત)ની પણ વણઝાર રાખવામાં આવી છે.

રાજકોટના વિવિધ મુખ્‍ય વિસ્‍તારોમાંથી ભાવિકો કથા સ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ તરફથી વિનામૂલ્‍યે બસ સેવા પૂરી પાડવામાં આવશે. વિવિધ વિસ્‍તારો જોઇએ તો સ્‍પીડવેલ ચોક, સ્‍વામીનારાયણ ચોક, ડી માર્ટ કુવાડવા રોડ, ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, જલીયાણ ચોક,રેલનગર ખાતેથી રોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલની બસ કથા સ્‍થળ રેસકોર્ષ જવા માટે વિનામૂલ્‍યે મળશે તેવું યાદીમાં જણાવાયું છે.

પવિત્ર ભાગવત કથાના ભવ્‍ય-દિવય- અલોૈકીક આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલકુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ઘુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો.નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, હિતેનભાઇ પારેખ દક્ષિણી, કલ્‍પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રઘુરા, અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્‍દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ કક્કડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ જોષી, ભાવિકભાઇ એરડા સહિતના ટીમ મેમ્‍બર્સ ભારે જહેમત ઉઠાવી રહયા છે. 

(12:04 PM IST)