તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
ભાગવતકથા સત્સંગ માનવીને પાપોમાંથી મુકત કરે છેઃ પૂ. જીજ્ઞેશદાદા
વ્યાસપીઠ ઉપરથી પવિત્ર કથાના પ્રથમ દિવસની દિવ્યવાણી : આદીકાળથી માનવીને આનંદની ખોજ છે, ‘આનંદ'નું બીજું નામ ‘કૃષ્ણ' છેઃ મેળવીને મળે તે સુખ, આપીને મળે તે આનંદ

રાજકોટ, તા.૨૮: રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિ પિતૃઓના મોષર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે યોજાયેલ પવિત્ર ભાગવત કથામાં પ્રથમ દિવસે પોતાની દિવ્યવાણી થકી સુપ્રસિધ્ધ ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદાએ હાજર રહેલ હજ્જારો ભાવિકોને શ્રીમદ્ ભાગવત કથાનું મહત્વ સમજાવ્યુ હતું. તમામ ભાવિકો કૃષ્ણમય બની ગયા હતા.
રાજકોટની સર્વે સેવાઓને સમર્પિત સંસ્થા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે અને સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે રાધે...રાધે.. પરિવાર દ્વારા રાજકોટની પાવન ભૂમિ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે તા. ર૭ માર્ચથી ર, એપ્રિલ-ર૦ર૬ ના સાત દિવસ દરરોજ સાંજે ૮ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી મર્મજ્ઞ વકતા પૂ. શ્રી જીજ્ઞેશદાદાના આચાર્યાશને શ્રીમદ્્ ભાગવત કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગઇકાલે કથા સત્સંગના પ્રથમ દિને કથામાં ઉપસ્થિત સાધુ સંતો, શહેરના મહાનુભવો અને મનોરથથી પરિવાર દ્વારા દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડના સંત અપૂર્વ સ્વામીએ રાધે...રાધે.. ના આ દિવ્ય આયોજનની પ્રશંસા કરતાં કહયું કે, આ કથાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહયું કે, રાજકોટ સંસ્કારી નગરી છે. સાંપ્રત સમાજની નવી પેઢી ભાગવત શાષાને અપનાવે તો માનવ સમાજની અનેક સમસ્યાઓ આપો આપ હલ થઇ જાય... માનસિક ભ્રમણામાં મસ્ત રહેત લોકો માટે ભાગવત સંદેશ આશીર્વાદરૂપ, છે, પ્રવર્તમાન કાિલકાળમાં માનવ મનને શુધ્ધ કરવાનું ભાગવત સિવાય કોઇ માધ્યમ નથી.
વ્યાસ પીઠેથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરતા કહયું કે, ‘ભાગવત અધ્યાત્મ દીવો છે, જે માનવીના અજ્ઞાનના અંધકારને દૂર કરે છે ભાગવત કથા દિવસ જિંદગીની ખોજ છે, આવા સત્સંગો માનવીની મહેરછાઓ પૂર્ણ કરે છે, આ ગ્રંથ સત્યના ઉપાસકો માટે સંજીવની સમાન છે. ભૂતલ ઉપર જયાં સુધી ભાગવત હશે ત્યાં સુધી કલિયુગનો પ્રભાવ વર્તાશે નહિ. ભાગવત જ્ઞાન આપીને ભગવાન શ્રીકૃષ્ણએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.
પૂ. જીગ્નેશ દાદાએ ભગવાન રામના ચરણોમાં કથા અર્પણ કરીને રામનવમીને વંદના કરી હતી ભગવાન રામના વ્યાપક મહિમા છે, માણસ સવારમાં રામ રામ બોલીને, આહાર, જલારામ બોલીને રામને યાદ કરે છે, સૌરાષ્ટ્રની ભકિત પરિપકવ છે.
કથા દરમ્યાન પૂ. શ્રી જીગ્નેશદાદાએ વ્યાસપીઠેથી ઉચ્ચારેલા વિધાનો... ભાગવત આધ્યાત્મ દીવો છે, જે માનવના અજ્ઞાનતા અંધકારને નિવૃત કરે છે, દરેક માનવીમાં વૃતિરૂપે અસુરો છે, ભાગવત તેનો નાશ કરે છે, આદિકાળથી માનવીને આનંદની ખોજ છે, ‘આનંદ'નું બીજુ નામ ‘કૃષ્ણ' છે. ભાગવત કથા સત્સંગ માનવીને પાપોમાંથી મુકત કરે છે.
(12:03 PM IST)










