તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
તમામ સંસ્થાઓ ઉમિયાધામના છત્ર નીચે એક બનેઃ મૌલેશ ઉકાણી
ઈશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજનઃ ગોવાણી પરિવાર સહીતના દાતાઓને ફુલડે વધાવતા ઉમિયાધામના હોદેદારોઃ ચાર દિવસ રાજકોટના વોર્ડ વાઇઝ જ્ઞાતીજનોએ સમૂહમાં ‘ઉમા પ્રસાદ' નો લ્હાવો લીધો : મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર સહીતના દાતાઓ તથા ઉમિયાધામના રર દાતા ટ્રસ્ટીઓનું અદકેરૂ સન્માન : ત્રિવેણી સમારોહ સ્થળે માતાજી, શ્રીરામ, મહાદેવના મંદિરો સહીત આકર્ષક પ્રવેશદ્રારથી સુશોભીત મનોહર ફલોટસ : પાટીદારોના સમૂહ ભોજનમાં રાજકોટની તમામ જ્ઞાતીના અગ્રણીઓએ ભાગ લીધો :સાગર પટેલ, ગુણવંત ચુડાસમા, બોલીવુડ સિગર ચૈતાલી છાયા અને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સૌનો સાથ સૌના વિકાસ ના સૂત્રને સાર્થક કરતા પાટીદારો સર્વે સમાજને સાથે રાખી ચાલનારો સમાજ છે. ઉમિયાધામની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજને સંગઠીત કરી સામાજીક, શૈક્ષણિક અને આદ્યોગીક વિકાસની નવી રાહ ચિધાય છે. ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે ૩૨ વિઘા જમીનમાં ઉમા સંકુલ માં ૧૨પ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત 'જીવન વિદ્યાપીઠ' નો રોજ ભૂમીપૂજન સમારોહ યોજાયો હતો. ઉમિયાધામના હોદેદારોએ સમૃધ્ધી યોજના-૩ અંતર્ગત રાજકોટ-અમદાવાદ શૈક્ષણિક પ્રોજેકટ તેમજ વિવિધ કેટેગરીમાં દાન આપનારા દાતાઓને સન્માનીત કર્યા હતા. તા. રર થી રપ ચાર દિવસના જ્ઞાતી સમૂહ ભોજનમાં રાજકોટના કડવા પાટીદાર પરિવારો ની સાથો-સાથ સર્વ જ્ઞાતિ સર્વ સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ સંસ્થાના કારોબારી સભ્યો એ જ્ઞાતી સમૂહ ભોજનનો લ્હાવો લીધો હતો.
ઇશ્વરીયા ખાતે ચાર દિવસીય ત્રિવેણી સમારોહના પહેલા દિવસે તા. રર ના વોર્ડ નં. ૧ થી ૯ ના પાટીદારો એ જ્ઞાતી સમૂહ ભોજન તેમજ સાગર પટેલ તથા જોય અઘેરા નો કાર્યક્રમ માણ્યો હતો. બીજા દિવસે તા. ૨૩ ને સોમવારે વોર્ડ નં. ૧૦, ૧૩ થી ૧૯ ના પાટીદારોએ જ્ઞાતી સમૂહ ભોજન ૨પ કુંડી મહાયજ્ઞ દર્શન, ની સાથે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર માણ્યો હતો. તા. ર૪ ને મંગળવારે વોર્ડ નં. ૧૧ ના કડવા પાટીદાર પરિવારોએ સમૂહ ભોજન અને બોલીવુડ પ્લેબેક સિગર ચૈતાલી છાયાની બોલીવુડ નાઇટનો કાર્યક્રમ માણ્યો હતો. બુધવારે વોર્ડ નં. ૧૨ ના પાટીદારો જ્ઞાતી સમૂહ ભોજનમાં જોડાય નૃત્ય ભકિતમય સંગીત સાથે સૌરાષ્ટ્રની પ્રખ્યાત શ્રીનાથજીની ઝાંખી માણી હતી. તા. ૨૬ ને રામનવમીએ યોજાનાર ઉમાસંકુલ- રાજકોટનું ભૂમીપૂજન કાર્યક્રમ તા. રપ ને બુધવારે સાંજે પ કલાકે જીવન વિદ્યાપીઠ- રાજકોટ પ્રોજેકટના મુખ્ય દાતા જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી તથા ભૂપેશભાઈ ગોવાણી (મુંબઇ) પરિવારના હસ્તે થયુ હતુ. આકર્ષક પ્રવેશદ્રારા વિશાળ પટ્ટાંગણમાં સુશોભીત મંદિરો વૈદિક મંત્રોચ્ચારથી ગુંજતી યજ્ઞશાળા
ઇશ્વરીયા ખાતે ત્રિવેણી સમારોહના વિશાળ પટ્ટાંગણમાં સમારોહ સ્થળના પ્રારંભે આકર્ષક સુશોભીત પ્રવેશદ્વાર, મા ઉમિયા, શ્રીરામ-લક્ષ્મણ જાનકી સાથેની પ્રતિમા, શિવજીની પ્રતિમા સાથેના મંદિરો, કૃષ્ણ ની મનમોહક પ્રતિમા લોકાના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. સમારોહ સ્થળે ચાર દિવસ ૨પ કુંડી મહાયજ્ઞ માં દાતા પરિવારો યજમાન બન્યા હતા. યજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર થી યજશાળા ગુંજી ઉઠી હતી. દર્શનાર્થીઓને યજ્ઞના દર્શન અને પ્રરિક્રમાનો લ્હાવો લીધો હતો. સમારોહ સ્થળે અદભૂત આધ્યાત્મીક વાતાવરણ ઉભુ થયુ હતુ. ત્રિવેણી સમારોહ પ્રસંગે બાળાઓ દ્રારા માતાજીની પ્રાર્થના નૃત્ય તથા સ્વાગત નૃત્યની સુંદર પ્રસ્તુતી કરવામાં આવી હતી. ત્રિવેણી સમારોહમાં ઉમિયા પદયાત્રીક પરિવાર દ્રારા રકતદાન કેમ્પ યોજાયો હતો.
ઉમિયાધામ દ્વારા માત્ર કડવા પાટીદારો જ નહી સર્વ જ્ઞાતી સર્વ સમાજના હોદેદારોને આમંત્રણ
કડવા પાટીદાર સમાજ સૌને સાથે રાખી ચાલનારો સમાજ છે તાજેતરમાં જ રાજકોટના રાજમાર્ગો પર જગત જનની મા ઉમિયાની નગરયાત્રામાં રાજકોટ શહેરની એકતા અને સમરસતાના અભૂતપૂર્વ દર્શન થયા હતા. શોભાયાત્રાના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત પોઇન્ટ પર દરેક જ્ઞાતી-સમાજના આગેવાનોએ મા ઉમિયાના દર્શન સ્વાગતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ ભાતૃભાવની લાગણીને વધારે મજબુત કરવા ઉમિયાધામના હોદેદારો દ્રારા ઇશ્વરીયા ખાતે ત્રિવેણી સમારોહમાં જીવન વિદ્યાપીઠ ના ભૂમીપૂજન પ્રસંગે જ્ઞાતી સમૂહ ભોજનમાં સર્વે જ્ઞાતી સર્વે સમાજના સંસ્થાના ટ્રસ્ટીઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ કાર્યક્રમ, ભોજનપ્રસાદ અને દર્શનમાં સામેલ થયા હતા.
અન્ન ભેગા તેના મન ભેગા' ના સૂત્રને સાર્થક કરતા સૌ એક પંગતમાં ભોજન લઇ એકતા અને સંગઠન શક્તિનો પરિચય કરાવી સમાજ વિકાસના કાર્યો અને આગામી નિર્માણાધીન પ્રોજેકટોના વિકાસને વેગ અને ઉતસાહ પુરો પાડયો હતો. ત્રિવેણી સમારોહમાં આયોજન અને અમલિકરણ સમિતિના અધ્યક્ષ કૌશીકભાઇ રાબડીયા, ઉપાધ્યક્ષ હર્ષિતભાઈ કાવર, મંત્રી પ્રફુલભાઈ કાથરોટીયાના માર્ગદર્શન હેઠળ ૪૦ જેટલી સમિતિઓમાં ૩ હજાર જેટલા સ્વયંસેવકો પોતાના શ્રમયજ્ઞ થકી પાકશ્નગ, રસોડા, ભોજનાલય જેવી મહત્વપૂર્ણ કામગીરી પુરી નિષ્ઠાથી બજાવી હતી. સમગ્ર વ્યવસ્થાને સુચારૂઢબે પરિપૂર્ણ કરવા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ-રાજકોટના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
ત્રિવેણી સમારોહમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સમાજને ઉદ્વોધન કરતા જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજ પોતાના વડવાઓના પરિશ્રમ થકી પ્રગતિ સાંધી છે. પથ્થર માંથી શિલ્પ (મૂર્તી) બન્યો છે. પાટીદાર સમાજ તકો ઉભી કરનાર સમાજ છે. સમાજે સંગઠીત થવાની વાત પર તેઓએ ભાર મુક્યો હતો. સંગઠન એજ પાટીદારોનું અસ્તિત્વ છે સૌરાષ્ટ્રની તમામ સંસ્થાઓએ ઉમિયાધામના નેજા હેઠળ એક બની કાર્ય કરવું પાટીદાર સમાજ સરસ્વતીની સાધના મા લક્ષ્મીની ધનકૃપા અને મા ઉમિયાની આરાધના થકી સંગઠીત બની પ્રગતિ સાંધે તેવી નેમ વ્યકત કરી હતી. ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ સંક્ષીપ્ત ડોકયુમેન્ટરી દ્રારા નિર્માણાધીન જીવન વિદ્યાપીઠ- રાજકોટનો તેમજ મંત્રી જયેશભાઈ પટેલે અમદાવાદ પ્રોજેકટનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંગઠન સમિતિ-સિદસરના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાએ કર્યુ હતુ. સમૂહ ભોજન પૂર્વે યોજાયેલ દરરોજ મહાઆરતીમાં પાટીદારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
સમુધ્ધી યોજના અંતર્ગત શૈક્ષણિક પ્રોજેકટમાં દાન આપનારા દાતાઓને વધાવતા ઉમિયાધામના હોદેદારો
ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ૧૯૯૯ માં ઓ.આર.પટેલ ની અધ્યક્ષતામાં સમુધ્ધી યોજના-૧ ખુલ્લી મુકવામાં આવી ત્યારબાદ ૨૦૧૨ માં રજત જયંતિ મહોત્સવ માં સમુધ્ધી યોજના-ર અમલમાં મુકવામાં આવી આ સમુધ્ધી યોજનાના દાન થકી દિકરા-દિકરીઓ માટે સંકુલો છાત્રાલયો નું નિર્માણ સાથે અનેક સમાજ વિકાસના કાર્યો કરવામાં આવ્યા સિદસર ના નેજા હેઠળ અમલી બનાવેલ સમુધ્ધી યોજના-૩ અંતર્ગત ઉમા સંકુલ, જીવન વિદ્યાપીઠ-રાજકોટ, ઉમા વાટીકા-સિદસર, ઉમા છાત્રાલય હોસ્ટેલ-અમદાવાદ ના શૈક્ષણિક પ્રોજેકટો નિર્માણાધીન છે. આ સમુધ્ધી યોજનાઓમાં ઇશ્વરીયા ઉમાસંકુલ માં જીવન વિદ્યાપીઠ- રાજકોટ માં ૧૨.૫૧ કરોડનું દાન આપનાર મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર, ૩.૧૧ કરોડ ના ઓડીટોરીયમ હોલના દાતા તરીકે અમીતાબેન નટુભાઈ ઉકાણી, તથા સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, સ્પોર્ટસંકુલ ના દાતા પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ, રાજનભાઈ વડાલીયા, સનફોર્જના રાજેશભાઈ કાલરીયા, ૩.૧૧ કરોડ વિદ્યાસંકુલ-૧ ના દાતા ઇટાલીકા ગ્રુપના રેખાબેન શૈલેષભાઈ વૈશ્નાણી ૩.૧૧ કરોડ વિદ્યાસંકુલ-ર ના દાતા કિરણભાઈ વાછાણી, ૧.૧૧ કરોડના લાયબ્રેરીના દાતા ફાલ્કન ગ્રુપના પરીતા રીશીભાઈ કોટડીયા, ભાવનાબેન જગદીશભાઇ કોટડીયા, ૧૧ લાખના લીફટના દાતા દિલીપભાઈ તથા નિતિનભાઈ ફળદુ-જામનગર, ૭.૫૧ લાખના સ્કૂલરૂમના દાતા તરીકે પ્રવીણભાઈ રામાણી, સંજયભાઈ કોરડીયા (ધારાસભ્ય-જૂનાગઢ) ડો. પ્રદીપ કણસાગરા, ત્રિભૂવનભાઈ વાંસજાળીયા-મોરબી, પ્રવીણભાઈ લેડીઝીલ ગ્રુપ, જીજ્ઞેશ આદ્રોજા એન્જલ ગ્રુપ, ધીરૂભાઈ ડઢાણીયા સુમો ગ્રુપ, દિલીપભાઈ ઘરસંડીયા, ભરતભાઈ વાંસજાળીયા, ગૌતમભાઈ ધમસાણીયા, વિપુલભાઈ માકડીયા (સી.એ), મંજુલાબેન અઘેરા- લંડન, સંજયભાઈ ઘરસંડીયા, કાંતીભાઈ માકડીયા નેબ્યુલા ગ્રુપ, કરશનભાઈ આદ્રોજા, તથા ઉમિયાધામ સિદસરમાં રૂા. રપ લાખનું અનુદાન આપી દાતા ટ્રસ્ટી બનેલા દિલીપભાઈ માકડીયા, અરવિદભાઈ ઘેટીયા, સંજય ઝાકાસણીયા, વિકી ચુનીભાઈ ઘોડસરા મેટ્રો ગ્રુપ, મનોજભાઈ એરવાડીયા, પ્રજ્ઞેશ રૈયાણી, મનસુખભાઇ ભીમાણી, શૈલેષભાઇ દેસાઈ, ડો. કલ્પેશ હરગોવિદભાઈ હરીપરા, ચંદુભાઈ ઝાલરીયા, શૈલેષભાઈ ભાલોડીયા, અશ્વિનભાઇ માકડીયા, માનવ ઝાટકીયા, હેમેન્દ્રભાઈ માણસુરીયા, કાંતીભાઈ ખાનપરા, કે.કે.સોરઠીયા, શેખર આદ્રોજા, જીતભાઈ કુંડારીયા, ધીરૂભાઈ કનેરીયા, મનોજભાઈ લાડાણી, રમણીકભાઈ કાલાવડીયા, જેરામભાઈ ભાલોડીયા સહીત રર જેટલા ટ્રસ્ટીઓનું વિવિધ કાર્યોક્રમો દરમ્યાન સન્માન કરવામાં આવ્યુ હતુ.
(1:37 PM IST)










