<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

કાલે ભૂપેન્‍દ્રભાઇની રાજકોટ મૂલાકાત સંદર્ભે કલેકટર દ્વારા મીટીંગઃ પ્રાંત-મામલતદારોને વિવિધ જવાબદારી

રાજકોટ, તા. ર૭: ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ મહાનગરપાલિકાના કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

મુખ્‍યમંત્રી બપોર બાદ સીધા હિરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. ત્‍યારબાદ તેઓ સાંજે ૪:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિમાં હાજરી આપશે,  બાદમાં મેઘાણી રંગ ભવન ખાતે કાર્યક્રમ હાજરી આપી લેઉવા પટેલ ર્બોડિંગના નવનિર્મિત ભવનના લોકાર્પણ તથા પ્રતિમા અનાવરણ કાર્યક્રમ હાજરી આપશે અને પેડક રોડ અટલબિહારી ઓડિટોરિયમ ખાતે પહોંચ્‍યા બાદ સાંજે ગાંધીનગર જવા માટે રવાના થશે.

મુખ્‍યમંત્રીના અલગ અલગ કાર્યક્રમો સંદર્ભે કલેકટર ડો. ઓમ પ્રકાશે મીટીંગ યોજી, મામલતદારો અને પ્રાંત અધિકારીઓને અલગ-અલગ સ્‍થળોએ જવાબદારીઓ સોંપી છે. પ્રોટોકોલ અને સુરક્ષા વ્‍યવસ્‍થા સહિતની  બાબતો ફાઇનલ કરાઇ છે

(3:51 PM IST)