News of Friday, 27th March 2026
કાલે સાહિત્યના ઉપાસકો માટે કવયિત્રી સંમેલન અને સંગીત પ્રેમીઓ માટે મુકેશના ગીતોની સંધ્યા જામશે
અમૃત ટ્રસ્ટ દ્વારા રોટરી ક્લબ અને હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ

રાજકોટ : શહેરની સામાજિક સંસ્થા અમળત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે શનિવાર તા. ર૧ના કલા અને સાહિત્યનો અનોખો સંગમ રચાવવા જઈ રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વકર્મા નારી કવયિત્રી સંગઠન અને અમળત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ કવિતા દિવસ'ની ઉજવણી કરવામાં આવશે. રોટરી ક્લબ (વિદ્યાનગર મેઈન રોડ) ખાતે યોજાનારા આ સંમેલનમાં ગુજરાત સાહિત્ય જગતની ૧૬ થી વધુ નામી-અનામી કવયિત્રીઓ પોતાની કળતિઓ રજૂ કરશે. સાહિત્ય પ્રેમીઓ માટે આ કાવ્ય પઠનનો કાર્યક્રમ બપોરના ૩ થી ૬ આકર્ષણનું કેન્દ્ર બનશે.
બીજી તરફ, ટ્રસ્ટના સફળતાના પાંચ વર્ષ પૂર્ણ થતા હોવાથી રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી હોલ (ટાગોર રોડ) ખાતે ‘સ્વ. મુકેશના યાદગાર ગીતોના ઝરણા' કાર્યક્રમ યોજાશે. જેમાં વિશ્વકર્મા સમાજના ગાયક કલાકાર અલ્પેશભાઈ ડોડિયા અને મ્યુઝિકલ મેલોડીઝના સથવારે જૂના ફિલ્મી ગીતોની મહેફિલ જામશે. કુલ ૭ ગાયકો ર૭ જેટલા ગીતો રજૂ કરશે. બન્ને કાર્યક્રમ નિઃશુલ્ક હોય સાહિત્યપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં અમૃતભાઇ વાઘેલા, અશોકભાઇ રાઠોડ, અલ્પેશ ડોડીયા અને રીટાબેન ડોડીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:46 PM IST)










