<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

કોર્પોરેશન ચૂંટણીમાં ભરવાડ સમાજને વિધાનસભા દીઠ બબ્‍બે ટિકીટ આપો

રાજકોટ : રાજકોટ શહેરમાં આશરે ૩૦,૦૦૦ થી વધુ ભરવાડ સમાજના પરિવારો રહે છે, જેમાં ૯૫% પરિવારો વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે તેમાં સમાજના કસાયેલા કાર્યકરો પણ છે અને તેઓ વર્ષોથી ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આગામી રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં કસાયેલા કાર્યકરોમાંથી વિધાનસભા વાઇઝ બબ્‍બે ઉમેદવારોને પસંદ કરી ટિકીટ આપવામાં આવે તેવી સમસ્‍ત ભરવાડ સમાજ દ્વારા શહેર ભાજપ અને ધારાસભ્‍ય સમક્ષ માંગણી કરવામાં આવી હતી. અગાઉ રાજકોટ શહેરમાં ભરવાડ સમાજને ચાર ટિકીટ આપવામાં આવતી હતી. હવે જનસંખ્‍યામાં પણ વધારો થયો છે અને ઓબીસીના કવોટામાં પણ વધારો થયો છે ત્‍યારે દરેક વિધાનસભા દીઠ ભરવાડ સમાજની બે ટિકીટ ફાળવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. ભરવાડ સમાજના આગેવાનો દ્વારા શહેર પ્રમુખશ્રી માધવભાઈ દવે અને ધારાસભ્‍ય શ્રી દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરીયા સમક્ષ કરાયેલી લેખીત રજુઆતમાં જણાવ્‍યું હતું કે ભરવાડ સમાજ હંમેશા ભાજપની સાથે રહ્યો છે અને રહેશે એની અમો ખાતરી આપીએ છીએ. તેમ એક યાદીમાં જણાવાયું છે.

ભરવાડ સમાજની લાગણી અને માંગણીને ધ્‍યાનમાં રાખીને યોગ્‍ય નિર્ણય લેવામાં આવે અને ભરવાડ સમાજના લોકોને ઉમેદવારી માટે વધુ તક આપવામાં આવે તેવી આશા સાથે યોગ્‍ય વિચારણા કરવા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સમયે ભરવાડ સમાજના આગેવાન ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, હીરાભાઈ બાંભવા, હીરાભાઈ જોગરાણા, દિનેશભાઈ ટોળીયા, બાબુભાઈ માટીયા, જીતુભાઈ કાંટોળીયા, લાલાભાઈ મીર, રઘુભાઈ ધોળકીયા, વીભાભાઈ જોગરાણા, રમેશભાઈ ચાવડીયા, નાગજીભાઈ વરૂ, નાગજીભાઈ ગોલતર, નાથાભાઈ ટોળીયા, મેહુલભાઈ ગમારા, વિજયભાઈ ટોળીયા, રામભાઈ ખીટ, હરીભાઇ માટીયા, મહેશભાઈ માટીયા, રાજુભાઈ મુંધવા, દિલીપભાઈ ગમારા, નારણભાઈ વકાતર, નારણભાઇ ટારીયા, પરેશભાઈ સોરીયા, ખોડાભાઈ ગમારા, ગોવિંદભાઈ બાંભવા, અશોકભાઈ ડાભી વગેરે આગેવાનો જોડાયા હતા. 

(3:14 PM IST)