તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
ગુરૂવારે બડા બજરંગ દાદા નગરયાત્રાએ નિકળશે
બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે આયોજન : રજવાડી રથ સાથે ૬૫ થી વધુ ફલોટસ જોડાશે : રામનાથપરા ખાતેથી પ્રારંભ અને કરણપરામાં સમાપન

રાજકોટ તા. ૨૭ : શ્રી બડાબજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત ૧૮માં વર્ષે આગામી તા. ૨ ના ગુરૂવારે હનુમાન જયંતિ નિમિતે દાદાની નગરયાત્રાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે શ્રી બડા બજરંગ હનુમાનજી મહારાજ વર્ષમા ફક્ત એક વખત હનુમાન જન્મોત્સવના દીવસે રાજકોટના રાજમાર્ગો પર નગરયાત્રાએ નીકળી લોકોની મનોકામના પૂર્ણ કરે છે. લોકો દાદાનારથને ખેચવાનો લાભ લઇ દર્શન કરી ધન્યતા અનુભવે છે.
રામનાથપરા બડાબજરંગ દાદાના મંદીરેથી સાંજે ૪.૩૦ વાગ્યે શરૂ થનાર આ યાત્રામાં આશરે ૬૦થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાશે. જેમાં સર્વ પ્રથમ ભગવો ધ્વજ લહેરાશે. બાદમાં શ્રી બડાબજરંગ દાદાની મૂર્તિ સાથે રજવાડી રથ હશે. રજવાડી રથને રસ્સા દ્વારા ભાવીકો ખેચીને આગળ ધપાવશે.
૨૫૧ કિલોના મલીદાના પ્રસાદને રથયાત્રાના રૂટમાં વિતરણ કરાશે. દાદાના રથની ઉપર પુષ્પ વર્ષા કરવામા આવશે. કેદારનાથની જાખી કરાવતા ફલોટસ સાથે નાના ભૂલકાઓ પણ જોડાશે. ઉપરાંત દેવીદેવતાના જીવંત પાત્રો આકર્ષણનુ કેન્દ્ર બનશે. દેશના લડવૈયાઓના જીવત પાત્રો પણ જોવા મળશે.
પર્યાવરણ જાગળતી માટેના સંદેશ આપતા ફ્લોટસ હશે. સાથે નારીશકિતને ઉજાગર કરતા બેટી બચાવો બેટી પઢાઓના મેસેજ પણ પ્રસરાવવામાં આવશે. ગૌમાતાને વિશ્વમાતા બનાવીને ગૌમાતાનું મહત્વ સમજાવતા ફ્લોટ્સ જોડાશે. થેલેસેમીયા અને રક્તદાન માટે પણ જાગૃતિ ફેલાવતા ફલોટ હશે.
સમગ્ર યાત્રા દરમિયાન જીવદયાના કાર્યરૂપે પક્ષીઓના ઘર અને પાણીના કુડાનુ વિતરણ કરવામાં આવશે.
આ યાત્રામાં ડેકોરેટ ફોરવ્હીલસ તેમજ બાઇક મોટી સંખ્યામાં જોડાશે. રથયાત્રાના રૂટ પર અખાડાના દાવ કરતબો કરવામાં આવશે. રૂટ પરના તમામ વિસ્તારો કેસરી ધ્વજા પતાકાથી શણગારવામાં આવશે. માર્ગો પર શ્રીહનુમાનજી મહારાજના વિશાળ ૧૦૦ થી પણ વધુ બેનરો લગાડવા મા આવશે. ઠેરઠેર જુદીજુદી સંસ્થાઓ દ્વારા રંગોળી કરી પુષ્પોની વર્ષા તેમજ ફટાકડા ફોડી યાત્રાનું સ્વાગત કરાશે. યાત્રાના સમગ્ર રૂટ પર ઠંડા પીણા, સરબત, છાશ, પ્રસાદની વ્યવસ્થા કરવામા આવશે. ડીજે અને કેશયોપાટી ધાર્મિક ગીતો રેલાવી ધર્મમય વાતાવરણ બનાવશે.
શ્રી બડા બજરંગ ફાઉન્ડેશનની યાત્રાનું પ્રસ્થાન સાધુ સતો અને ભૂદેવ અજય મહારાજના શુભ હસ્તે અને વૈદીક મંત્રોચાર સાથે તા. ર ના ગુરૂવારે સાંજે ૪.૩૦ વાગ્યે શ્રીબડા બજરંગ હનુમાનજી મંદિર ખાતેથી કરાશે.
જે બડા બજરંગચૌક, રામનાથપરા મેઇનરોડથી ગરુડ ગરબી ચૌક, વીરાણીવાડી રોડ, હાથીખાના મેઇન રોડ, કેનાલ રોડ, ગુદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ, સંતોષ ડેરી સામેનો રોડ, કરણપરાચોક, પ્રહલાદ પ્લોટ મેઇન રોડ, ભુપેન્દ્ર રોડ થઇ શ્રી બાલાજી મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે.
આ નગરયાત્રામાં એસ.ડી. ગ્રુપ રામનાથપરા, બાલક હનુમાન ગ્રુપ, રાધેશ્યામ ગૌશાળા, શ્રીરામ યુવા સેના (સ્પીડ વેલ પાર્ટી પ્લોટ), બાલકળષ્ણ ગ્રુપ-મયુરનગર, બાલાજી ગ્રુપ, ગજાનંદ બાલ ગણેશ, ખોડલધૂન મંડળ-રોહિદાસપરા, સિંધી સોશિયલ યુવા ગ્રુપ-જંકશન, ચાણકય વિધ્યાલય, નેપાળી જન જાગળતિ એકતા, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, બાલા હનુમાન ચોક ગ્રુપ સહીત ૬૫થી વધુ સંસ્થાઓના ફલોટ જોડાશે.
સમગ્ર આયોજન માટે હનુમાન જન્મ મહોત્સવ સમિતિના
પ્રમુખ કલ્પેશ ગમારા, ઉપ્રમુખ દીનેશ પુનવાણી, ખજાનચી, વીજય પુનવાણી, રવિ ભટ્ટી, મંત્રી વિજય મકવાણા, યાત્રાઇન્યાર્જ રાજાજાદવ, કમલેશ ગમારા, અંકિત ખત્રી, રાજ ગમારા, રૂટપ્રમુખ અજય મકવાણા, પ્રભાત ગમારા, મયુર રાતડીયા, ગોપાલ સરૈયા, યાતાયાત વિભાગના યશ સરૈયા, સની ગમારા, કમલેશ રાઠોડ, ભાવિન દેગડા, સુસોભન સમિતિના વિક્રમ ડાંગર, અજીત ગમારા, ધર્મેશ થરેશા, વિક્રમ સરૈયા, મીત જાદવ, સાગર ભટ્ટી, સાગર ગમારા, રાજ મકવાણા, કમલેશ આસનાની, ઋષભ ડાવડા, ઋત્વિક ગમારા, રાજ મુંધવા, દેવરાજ સરૈયા, રાજેશ મોટવાણી, વિજય સરવૈયા, ગૌતમ ગમારા, યશ આદેશરા, ચંપક ચોહાણ, પ્રતિક પાડલિયા, જગદીશ જોગડિયા, રોનક ભાલોડી, કલ્પેશ વાઘેલા, વાલી સરૈયા, હાર્દિક ગોલતર, હરજી ગમારા, રાકેશ રાઠોડ, કરણ ગમારા, પરેશ પરમાર, ગૌતમ પરમાર, રાજેશ મોટવાણી, ચિરાગ જોશી તેમજ ૧૧૦ થી પણ વધુ બજરંગીઓ મહેનત કરી રહીયા છે.
આ યાત્રામાં મોટી સંખ્યા જોડાવા બડા બજરંગ ફાઉન્ડેશન (મો.૮૧૨૮૮ ૮૮૮૩૫)ની યાદીમાં અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, રવિ ભટ્ટી, રાજા જાદવ, અંકિત બોસમીયાા, જય ખત્રી, જગદીશ જોગડીયા, રોનક ભલસોડ, રૂદ્ર ગમારા, પ્રણવ દેવ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:41 PM IST)










