તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
ફાઈવસ્ટાર સેફટી રેટીંગ ધરાવતી વિનફાસ્ટ કાર, હવે રાજકોટમાં: ગોપીનાથ મોટર બની ઓર્થોરાઈઝડ ડિલર
રામનવમીના દિવસે શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ, SUV VF6 અને VF7 લોન્ચઃ ફ્રી ચાર્જીંગનો લાભ મળશેઃ કંપની તમિલનાડુમાં ૧૦૦ એકર જગ્યામાં પ્લાન્ટ બનાવશેઃ કંપનીના સીઈઓ તપન ઘોષની વિશેષ ઉપસ્થિતી

રાજકોટઃ ગોપીનાથ ગ્રુપ ૨૦૦૫ થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે જે EICHER, MAHINDRA, ASHOK LEYLAND ,TVS જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ EV કારને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ઓથોરાઈઝ્ડ ડીલર તરીકે લઈને આવ્યા છે.
રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે પવિત્ર રામનવમી ના દિવસે વિનફાસ્ટ ઈન્ડિયા સીઈઓ શ્રી.તપન ઘોષ દ્વારા ગોપીનાથ મોટર, વિનફાસ્ટ રાજકોટના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
Vinfast એ વિયતનામ બેઝ કંપની છે જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક છે જે સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન (EV) કાર, ટુ વ્હીલર અને બસ નું ઉત્પાદન કરે છે, જે પોતાના બિઝનેસને વધુ વિસ્તરણ માટે તામિલનાડુમાં ચાલુ વર્ષમાં ૫૦૦૦૦ કાર મેન્યુફેક્ચરિંગ થઈ શકે તેવો ૧૦૦ એકરમાં વિશાળ પ્લાન્ટ શરૂ કરેલ છે જે તેનું લાંબા ગાળાનું વિઝન બતાવે છે
ભારતમાં હાલ કોમ્પેક્ટ SUV VF6 અને પ્રીમિયમ SUV VF7 એમ બે મોડલ લોંચ કરેલ છે, જેને ભારત એન કેપ (B NCAP) દ્વારા ૫ સ્ટાર સેફટી રેટિગ મળેલ છે.તેમજ આવતાં વર્ષ માં MPV LIMO GREEN 7 SEATER ,VF 3 અને VF 5 જેવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે જે ગ્રાહકો ને તેની જરૂરિયાત મુજબ મોડલ ની પસંદગી ને વધુ સરળ બનાવશે.
તદુપરાંત પોતાના ગ્રાહકને વધુ ફાયદો મળે તે માટે માર્ચ ૨૦૨૯ સુધી દરેક કારને ફ્રી ચાર્જિગ નો લાભ આપે છે. કંપની આગામી મહિનાઓમાં દેશભરમાં V-Green ચાર્જિગ સ્ટેશનો સ્થાપિત કરવાની યોજના સાથે વ્યાપક ચાર્જિગ નેટવર્ક વિકસાવી રહી છે. ગોપીનાથ મોટરના મેનેજિગ ડિરેક્ટર શ્રી.ગૌતમભાઈ પટેલ તથા ડિરેક્ટર શ્રી.પ્રજેશભાઇ પટેલએ રાજકોટ સૌરાષ્ટ્રની લક્ઝરીપ્રિય જનતાને શોરૂમ ની મુલાકાત લેવા નિમંત્રણ પાઠવેલ છે. વિનફાસ્ટ કારની વધુ વિગત તથા બુકિંગ માટે મો.નં.૯૯૯૮૨૪૪૫૧૨/ ૯૯૯૮૩૪૪૫૧૨ પર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં ગોપીનાથ મોટરના એમ.ડી. શ્રી ગૌતમભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી પ્રજેશભાઈ પટેલ તથા વિનફાસ્ટ ઈન્ડિયાના સીઈઓ શ્રી તપન ઘોષ વિ.નજરે પડે છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(2:37 PM IST)










