<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પ્રમુખ પદ બક્ષીપંચ અનામત

સૌરાષ્‍ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયતમાં હવે પછીના અઢી વર્ષ આહીર અથવા કોળી સમાજને પ્રમુખ પદની તક રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ એસ.ટી. મહિલા માટેઃ ગોંડલ, કોટડાસાંગાણી, લોધિકા, જામકંડોરણામાં પ્રમુખ પદ બિનઅનામત

રાજકોટ, તા. ર૭: રાજય સરકારના પંચાયત વિભાગ દ્વારા જયાં ચુંટણી થવાની છે તે તાલુકા-જિલ્લા પંચાયતોના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખપદનું રોટેશન જાહેર કર્યુ છે તે મુજબ રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે પછી અઢી વર્ષ બક્ષીપંચ વર્ગ માટે પ્રમુખપદ અનામત રહેશે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્‍થાપના પછી મોટાભાગે પાટીદાર પ્રમુખ આવ્‍યા છે. પ્રમુખપદ બક્ષીપંચ માટે અનામત જાહેર થયુ હોય તેવુ પ્રથમ વખત બન્‍યુ છે. હાલના સમીકરણો જોતા પંચાયતમાં કોઇપણ પક્ષની બહુમતી આવે પ્રમુખ કોળી અથવા આહીર સમાજમાંથી આવશે. અન્‍ય સમાજના પ્રમુખ બને તેવી શકયતા ઓછી છે.

વર્ષ ર૦૧૮ થી ર૦ર૦ સુધી પ્રમુખ પદ મહિલા અનામત (સામાન્‍ય વર્ગ) હતુ ત્‍યારે કોંગ્રેસના અલ્‍પાબેન ખાટરિયા પ્રમુખ બન્‍યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં અઢી-અઢી વર્ષની મુદત માટે અનુક્રમે ભૂપત બોદર અને પ્રવીણાબેન રંગાણી પ્રમુખ બન્‍યા છે. રાજકીય પક્ષમાં ઉમેદવારો જાહેર થાય પછી આગામી અઢી વર્ષના પ્રમુખ કોણ હોય શકે ? તેનો અંદાજ આવશે.

રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોના આવતા અઢી વર્ષના પ્રમુખ પદનું રોટેશન નીચે મુજબ છે.

તાલુકો              પ્રમુખપદ

રાજકોટઃ  એસ.સી. મહિલા(દલિત)

ધોરાજી      :  બક્ષીપંચ મહિલા,

ઉપલેટાઃ બક્ષીપંચ

વીછીયાઃ બક્ષીપંચ મહિલા

ગોંડલઃ બિનઅનામત

જામકંડોરણાઃ બિનઅનામત

જસદણઃ બિનઅનામત

જેતપુરઃ બિનઅનામત મહિલા

કોટડાસાંગાણીઃ બિનઅનામત

લોધિકાઃ બિનઅનામત

પડધરીઃ બિનઅનામત મહિલા

(11:39 AM IST)