તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
અફવાનો ઉભરો શમી ગયો : પેટ્રોલ-ડીઝલના પુરતા જથ્થાની સત્તાવાર જાહેરાત બાદ વાહન ચાલકોના જીવ હેઠા બેઠા

રાજકોટ : યુધ્ધના માહોલ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખુટી પડયાની અફવાઓ ફેલાયા બાદ છેલ્લા ચારેક દિવસ દરમિયાન રાજકોટ શહેર સહિતના રાજયના પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી દીધા બાદ સત્તાવાર રીતે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતો હોવાની અને પેનીક ફેલાવતા તત્વોની વાતો ધ્યાને નહિ લેવાની સત્તાવાર જાહેરાત બાદ હવે વાહન ચાલકોના જીવ હેઠા બેઠા છે. તેની પ્રતિતી કરાવતી તસ્વીરોમાં આજે પેટ્રોલ પંપ ઉપર આજે કાગડા ઉડતા નજરે પડે છે. બીજી તસ્વીરમાં ગઇકાલ સુધી પંપો ઉપર હકડેઠઠ વાહનો નજરે પડે છે. (ફોટો : સંદિપ બગથરીયા)
(3:33 PM IST)










