<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

એકલી રહેતી મહિલાના ઘરમાં ઘુસી દેવપરાના રિક્ષાચાલક ઝુબેર કુરેશીએ બેફામ માર મારી બળાત્‍કાર ગુજાર્યો

મહિલા દર્શને જવા નીકળી ત્‍યારે રિક્ષામાં બેસતાં ચાલકે-હું મંદિરે જતાં હોય તેનું ભાડુ લેતો નથી કહી ઓળખાણ કેળવી ફોન નંબર દીધા, ત્‍યારબાદ એ જ દિવસે બપોરે ઘરે પહોંચી જઇ હવસખોરી આચરી : ત્‍યારબાદ વિડીયો સગા વ્‍હાલને મોકલી દેવાની, વાયરલ કરવાની ધમકી દઇ વારંવાર બળજબરી આચરીઃ ચાર વર્ષ સુધી અનહદ ત્રાસ સહન કર્યા પછી અંતે મહિલાએ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી : એક વખત રાતે અચાનક આવી તું કેમ સરખી વાત કરતી નથી? કહી એવો માર માર્યો કે મહિલાની આંગળી ભાંગી ગઇ

રાજકોટ તા. ૨૬: શહેરમાં દૂષ્‍કર્મનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જેમાં એક ૪૫ વર્ષીય મહિલાએ રિક્ષાચાલક વિરૂધ્‍ધ ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા માતાજીના મંદિરે દર્શન કરવા જવા નીકળ્‍યા ત્‍યારે વિધર્મી રિક્ષાચાલકે  હું મંદિરે જતાં હોય તેવા મુસાફરોનું ભાડુ લેતો નથી તેમ કહી મહિલા સાથે ઓળખાણ કેળવી બાદમાં  એ જ  દિવસ બપોરે અચાનક જ તેણીના ઘરે પહોંચી જઇ મોઢે ડુમો દઇ ઢીકાપાટુનો માર મારી બળાત્‍કાર ગુજારી તેમજ તોરો વિડીયો મારી પાસે છે તે વાયરલ કરી દઇશ કહી બદનામ કરવાની ધમકી આપી પછી વારંવાર આ રીતે બળજબરી આચરતાં ચાર વર્ષ સુધી ત્રાસ સહન કર્યા બાદ અંતે મહિલાએ ફરિયાદ કરી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનેલા મહિલાની ફરિયાદ પરથી કોઠારીયા રોડ સિંદુરીયા ખાણ પંચમુખી હોટેલવાળી શેરીમાં દેવપરામાં રહેતાં ઝુબેર કાસમભાઇ કુરેશી વિરૂધ્‍ધ દૂષ્‍કર્મનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. મહિલાને પતિ સાથે મનમેળ ન હોઇ વીસ વર્ષથી એકલા જ રહે છે. ફરિયાદ મુજબ ચાર વર્ષ પહેલાં ભોગ બનનાર મહિલા વાગુદડ ખાતે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જવા નીકળ્‍યા હતા, ત્‍યારે ઝુબેર કાસમભાઈ કુરેશી નામના રિક્ષાચાલક સાથે તેમનો પરિચય થયો હતો. ઝુબેરે ‘હું મંદિર જતા પેસેન્‍જરનું ભાડું લેતો નથી તેમ કહી વિશ્વાસ કેળવ્‍યો હતો અને પોતાનો મોબાઈલ નંબર આપ્‍યો હતો. ત્‍યારબાદ એ જ દિવસે બપોરે બે વાગ્‍યા આસપાસ ઝુબેર મહિલાના ઘરે પહોંચ્‍યો હતો અને ઘરમાં ઘુસી જઇ માર મારી મોઢે હાથ વડે ડૂમો દઇ બળાત્‍કાર ગુજારી લીધો હતો. તેમજ ધમકી આપી હતી કે-મારી પાસે તારો વીડિયો છે, જો કોઈને કહીશ તો તારા સગા-વ્‍હાલામાં મોકલી તને બદનામ કરી નાખીશ.

આ પછી ઝુબેર ફોનમાં વાતચીત કરી વ્‍હોટ્‍સએપમાં પણ વાત કરતો હતો. તેમજ ગમે તે સમયે ઘરે આવી ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતો હતો. આરોપી ઝુબેર કુરેશીએ મહિલાને ડરાવવા માટે એવી પણ ધમકી આપી હતી કે મારા ભાઈએ એક પટેલનું મર્ડર કરેલું છે અને તે હાલ જેલમાં છે, તારે મારી સાથે સંબંધ રાખવો જ પડશે નહીંતર પરિણામ સારુંનહીં આવે. આ ધમકી અને સમાજમાં બદનામીના ડરે મહિલા મૌન રહી હતી, જેનો ફાયદો ઉઠાવી ઝુબેર અવારનવાર ઘરે આવીને બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો અને વોટ્‍સએપ પર પણ હેરાન કરતો હતો.

આજથી એક મહિના પહેલા મહિલા તેના ભાઈ સાથે જમવા ગયા હતા. ત્‍યાંથી તેણી ઘરે પહોંચેતા જ રાતે સાડા અગીયારેક વાગ્‍યે ઝુબેર ધસી આવ્‍યો હતો અને તું ફોનમાં કેમ સરખી વાત નથી કરતી? તેમ ઢોર માર માર્યો હતો અને તેના ડાબા હાથની ટચલી આંગળી ભાંગી નાખી હતી. આંગળીમાંથી લોહી નીકળવા લાગતા ઝુબેરે તેના મિત્ર વિપુલભાઈને બોલાવીને પાટાપિંડી કરાવી હતી. ત્‍યારબાદ ગત તા. ૨૮/૦૨ના રોજ પણ ે ફરી વખત મહિલાના ઘરે જઈ બળજબરી કરી હતી. સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળેલી મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા સુરત બજરંગ દળનો સંપર્ક કર્યો હતો. ત્‍યાંથી મળેલા માર્ગદર્શન મુજબ તેમણે રાજકોટ વિશ્વ હિન્‍દુ પરિષદના અગ્રણી કૌશિકભાઈ સરધારાનો સંપર્ક સાધ્‍યો હતો. કૌશિકભાઈ અને અન્‍ય કાર્યકરો મહિલાને લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્‍યા હતા અને રજૂઆત કરી હતી. હાલ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રહબરીમાં પીએસઆઇ સી. ડી. અજુડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી ઝુબેર કુરેશીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 

(2:59 PM IST)