<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રાધે રાધેનો નાદઃ કાલે યાદગાર પોથીયાત્રા નિકળશે

પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને યોજાનાર જાજરમાન ભાગવત સપ્તાહનો કાલથી શુભ પ્રારંભ : સાંજે ૪:૩૦ વાગ્‍યે જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી નિકળીને શોભાયાત્રા અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ ધરાવતા ડીજેના સથવારે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ પહોંચશેઃ પવિત્ર પોથીજીને વાજતે-ગાજતે વ્‍યાસપીઠ સુધી લઇ જવાશેઃ પોથીયાત્રામાં બાઇક રેલીરૂપે સેંકડો બાઇક ઉપરાંત વિન્‍ટેજ કાર, મર્સીડીસ, ઓડી, બીએમડબલ્‍યુ, મારૂતી, હ્યુનડાઇ સહિતની ગાડીઓનો વિશાળ કાફલો, રથ, બાગી, ઘોડાગાડી સહિતના આકર્ષણો જમાવટ કરશેઃ મહિલા મંડળો- સભ્‍યો ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશેઃ સમગ્ર રાધે રાધે પરિવાર અને તથાસ્‍તુ વિદ્યાપીઠ પરિવાર તથા મુખ્‍ય મનોરથીઓ રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ દુબલ સહિતના મનોરથીઓ દ્વારા ભવ્‍ય શોભાયાત્રામાં જોડાવવા જાહેર નિમંત્રણઃ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાંથી

ભાવિકોને કથા સ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચવા માટે વિનામુલ્‍યે બસ સેવા ઉપલબ્‍ધ  : પવિત્ર ભાગવતકથાના આયોજનને આખરી ઓપ આપવા અર્થે ગઇકાલે રાત્રે રેસકોર્ષ ખાતે પોથીજીના મનોરથીઓ સહિત સેંકડો ટીમ મેમ્‍બર્સ મિટીંગમાં ઉમટી પડયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. ભાગવત સપ્તાહના આયોજન સંદર્ભે વિસ્‍તૃત માર્ગદર્શન સાથે ચર્ચા-વિચારણા કરતા આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજ શ્રેષ્‍ઠીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંતભાઇ ચોટાઇ, સંદિપભાઇ છોટાળા, ભોવાનભાઇ રંગાણી, ભાર્ગવભાઇ ઠાકર, ડો.જનકભાઇ ઠક્કર, રાજનભાઇ શાષાીજી, નિલેશભાઇ ચંદારાણા, હિરેનભાઇ ખખ્‍ખર, શુભમભાઇ રઘુરા સહિતના મહાનુભાવો દ્રશ્‍યમાન થાય છે. 

રાજકોટ, તા.૨૬: આવતીકાલ તા. ૨૭ માર્ચથી ૨ એપ્રિલ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજકોટમાં રાધે રાધેનો નાદ ગૂંજશે અને લાખો લોકો કૃષ્‍ણમય-ઇશ્વરમય બની જશે. સમગ્ર વિશ્વમાં સુપ્રસિધ્‍ધ ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્‍યાસાસને રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રાત્રે ૮થી ૧૧ વાગ્‍યા સુધી સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે પવિત્ર ભાગવત સપ્‍તાહનું અલોૈકીક-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. કાલે સાંજે સાત વાગ્‍યે સાધુ સંતો, મહાનુભાવો તેમજ મનોરથી પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરી જાજરમાન ભાગવત સપ્‍તાહ (શ્રીમદ્‌ ભાગવત મોક્ષગાથા)નો શુભ પ્રારંભ કરવામાં આવશે ગામેગામથી હજારો ભાવિકો પવિત્ર ભાગવત કથાનો લાભ લઇ પૂણ્‍યનું ભાથુ બાંધશે

આવતીકાલે સાંજે ૪:૩૦ વાગ્‍યે જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી ભવ્‍ય-યાદગાર પોથીયાત્રાનો પ્રારંભ થશે, જે અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ પહોંચશે. પવિત્ર પોથીજીને વાજતે-ગાજતે વ્‍યાસપીઠ સુધી લઇ જવાશે. પોથીયાત્રા-શોભાયાત્રામાં બાઇકરેલી રૂપે સેંકડો બાઇક ઉપરાંત વિન્‍ટેજકાર, મર્સીડીસ, ઓડી, બીએમડબલ્‍યુ, મારૂતી , マયુન્‍ડાઇ, ટાટા સહિતની ગાડીઓનો વિશાળ કાફલો, શણગાયેલા રથ, બગી અને ઘોડાગાડી સહિતના આકર્ષણો જમાવટ કરશે. મહિલામંડળના આગેવાનો-સભ્‍યો મહિલા કમિટિ મેમ્‍બર્સ સહિતના બહેનો ટ્રેડીશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સર્વત્ર રાધે રાધેનો નાદ સતત ગૂંજતો રહેશે. ભાઇઓ-બહેનોને પવિત્ર પોથીયાત્રામાં ઉમટી પડવા સમગ્ર રાધે રાધે પરિવાર અને તથાસ્‍તુ વિદ્યાપીઠ પરિવાર તથા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ (પ્રભુગ્રૂપ),મનિષભાઇ  માદેકા (રોલેક્ષરીંગ્‍સ લી.), હિરેનભાઇ ખખ્‍ખર (ફર્ન હોટલ, દ્વારકા તથા રાજસ્‍ન્‍સ એક્ષ્પોર્ટ) સુધીરભાઇ દુબલ (હાથી મસાલા) સહિતના મનોરથીઓએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

રાજકોટના વિવિધ મુખ્‍ય વિસ્‍તારો માંથી ભાવિકો કથા સ્‍થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ તરફથી વિનામૂલ્‍યે બસ સેવા પૂરી પાડવામાં આવશે. વિવિધ વિસ્‍તારો જોઇએ તો સ્‍પીડવેલ ચોક, સ્‍વામીનારાયણ ચોક, ડી માર્ટ કુવાડવા રોડ, ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, જલીયાણ ચોક, રેલનગર ખાતેથી રોજ સાંજે સાત વાગ્‍યે ગંગોત્રી ઇન્‍ટરનેશનલ સ્‍કૂલની બસ કથા સ્‍થળ રેસકોર્ષ જવા માટે વિનામૂલ્‍યે મળશે તેવું યાદીમાં જણવાયું છે.

પવિત્ર ભાગવત કથાના ભવ્‍ય દિવ્‍ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્‍ખર અને સુધીરભાઇ હુબલ સહિત ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલકુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ઘુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, હિતેનભાઇ પારેખ દક્ષિણી, કલ્‍પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રઘુરા, અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્‍દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ કકકડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ  જોષી, ભાવિકભાઇ એરડા સહિતના ટીમ મેમ્‍બર્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:28 AM IST)