<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

આવતી કાલે રામનવમીઃ પુરૂષોમાં ઉત્તમ મર્યાદાપુરૂષોતમ પ્રભુ શ્રીરામ

 

આદી અનાદીકાળથી અસ્‍તિત્‍વ ધરાવતા આપણાં સનાતન હિન્‍દુ ધર્મના ત્રણ પ્રમુખ દેવો બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશની ત્રિપુટીમાંથી સંરક્ષક દેવ તરીકે ઓળખાતા ભગવાન વિષ્‍ણુએ અનિષ્ટોના અત્‍યાચાર સામે માનવ કલ્‍યાણ હેતુસર ધર્મની રક્ષા કરી તેને પુનઃ સ્‍થાપિત કરવા માટે સંભવામિ યુગે યુગે અર્થાત યુગે યુગેથી પૃથ્‍વી પર લીધેલા નવ અવતારોમાંથી તેમના જે એકમાત્ર અવતારને પૂર્ણ અવતાર એટ્‍લે કે જેને સંપૂર્ણ અવતાર ગણવામાં આવે છે તે છે પ્રભુ શ્રીરામનો રામાવતાર. એક આદર્શ પુત્ર, પત્‍નીવ્રતા પતિ, ન્‍યાયપ્રિય રાજા, સદાચારી પુરુષ અને કર્તવ્‍ય,સદ્ગુણ તેમજ ધર્મના પ્રતીક તરીકે પૂજનીય ગણાતા પુરુષોમાં ઉત્તમ એવા મર્યાદાપુરુષોતમ પ્રભુ શ્રીરામનો જન્‍મ તારીખ ૧૦મી જાન્‍યુઆરી ૫૧૧૪ બીસી ભારતીય કેલેન્‍ડર મુજબ ચૈત્ર માસના શુક્‍લ પક્ષમાં બપોરના ૧૨ થી ૧ વાગ્‍યાના સમય દરમ્‍યાન પ્રાચીન ભારતના કૌશલ રાજ્‍યની રાજધાની અયોધ્‍યા એટ્‍લે કે આજના ઉતર પ્રદેશમાં થયો હતો.

પ્રભુ શ્રીરામનો જન્‍મ દિવસ રામનવમી તરીકે ઓળખાય છે કે જે ચૈત્ર મહિનામાં અંગ્રેજીમાં કહીએ તો માર્ચ મહિનાના અંતમાં અથવા તો એપ્રિલ માસની શરૂઆતમાંજ આવે છે કારણ કે રામના સમયમાં એટ્‍લે કે ત્રેતા યુગમાં ૫૧૧૪ બીસીઇમાં ચૈત્ર મહિનાની નવમી જે ચંદ્રના ચક્રનો ૯મો દિવસ કહેવાય છે તે તારીખ ૧૦મી જાન્‍યુઆરીના દિવસેજ આવે છે જેને કારણે આપણને ૫૧૧૪ બીસીઇ અને ૨૦૨૦ સીઇ વચ્‍ચે ચૈત્ર મહિનાની નવમીની ઘટના વચ્‍ચે આશરે ૧૦૦ દિવસનો તફાવત જોવા મળે છે.

ચાલુ વર્ષ ૨૦૨૬ની રામનવમી ૨૬મી માર્ચ ગુરુવારના રોજ ભારતભર સહિત વિશ્વભરમાં વસતા હિન્‍દુઑ દ્વારા ધામ ધૂમથી ઉજવાશે.

હિન્‍દુ શાષાાવલીઓમાં દર્શાવ્‍યા અનુસાર ભગવાન વિષ્‍ણુના સાતમા અને સૌથી લોકપ્રિય અવતાર એવા પ્રભુ શ્રીરામનો જન્‍મ હજારો વર્ષો પહેલાના ભારતના સાત પવિત્ર શહેરો એવા ઉત્તર પ્રદેશના અયોધ્‍યા મથુરા અને વારાણસી, ઉત્તરાખંડના હરિદ્વાર, મધ્‍યપ્રદેશના ઉજ્જૈન,ગુજરાતના દ્વારકા અને તામિલનાડુના કાંચીપુરમમાંના એક એવા સૌથી પવિત્ર શહેર અયોધ્‍યામાં થયો હતો.

મહર્ષિ વાલ્‍મીકિએ પ્રભુ શ્રીરામના જીવન ચરિત્ર પર આધારિત તેમના પવિત્ર ગ્રંથ રામાયણમાં પ્રભુ શ્રીરામને સોળ ગુણોવાળા એટ્‍લે કે સદાચારી, બહાદુર, ધર્મજ્ઞ, કૃતજ્ઞ, સત્‍યવક્‍તા, દ્રિધવ્રત, ચારિત્ર્યયુક્‍ત, કલ્‍યાણકર્તા, ધર્મપાલનકર્તા, પ્રિયદર્શન, આત્‍મવાન, ક્રોધમુક્‍ત, દ્યુતિમાન, અનસૂયક, બિભ્‍યતિ દેવઃ ગણાવ્‍યા છે જે એ વાતને સંપૂર્ણપણે સાર્થક કરે છે કે તેઓ સર્વ ગુણ સંપન્ન હોવા ઉપરાંત સોળે કળાઓમાં સુશીલ, સંપન્ન નિપૂર્ણ અને પારંગત હોવા સાથે સંપૂર્ણ માનવનું એક મૂર્તિમંત સ્‍વરૂપ હતા.

પ્રભુ શ્રીરામ પોતે એક રાજા હોવા છતાંપણ પત્‍નીવ્રતા એટ્‍લે કે એકજ પત્‍ની ધરાવતા હોવાથી તેમને પુરુષોમાં ઉતમ એટ્‍લે કે મર્યાદા પુરુષોત્તમ તરીકે સંબોધવામાં આવ્‍યા છે. પ્રભુ શ્રીરામના અવતારમાં જન્‍મેલા ત્રિલોકના નાથ ભગવાન શ્રીવિષ્‍ણુએ તેમના રામાવતારમાં તેમની કોઈપણ દૈવી શક્‍તિઓનું મિથ્‍યા પ્રદર્શન કર્યું નથી અને એક સામાન્‍ય માનવ તરીકેનું તદન સાદું, સરળ અને ખુબજ ઊંચા મૂલ્‍યોવાળું એક આમ આદમી જેવુ તદન સાધારણ અને સાદગીભર્યું જીવન જીવી બતાવ્‍યુ છે. પ્રભુ શ્રીરામે તેમના ચૌદ વર્ષના વનવાસ દરમ્‍યાન દાખવેલી સહનશીલતા, શોર્યતા અને અત્‍યંત સાદગીભરી જીવનશૈલીથી પ્રભાવિત અને પ્રેરિત થઈને મહર્ષિ વાલ્‍મીકિને પ્રભુ શ્રીરામની જીવન કથનીનું રસપાન કરાવી રામાયણ લખવા માટે જોઈતી તમામ માહિતી પૂરી પાડનારા રામાયણનામૌખિક રચયેતા શ્રીનારદમુનિ દ્વારા વાલ્‍મિકીને ઉલ્‍લેખવામાં આવેલી રામની સોળ કળાઓ એટ્‍લે કે સોળે ગુણોમાં સંપન્ન અને સર્વે પુરુષોમાં ઉતમ એવા પુરૂષોત્તમતરીકે સંબોધવામાં આવ્‍યા છે જે કારણથી તેમને મર્યાદાપુરુષોતમ પણ કહેવાય છે.

પ્રભુ શ્રીરામની જન્‍મભૂમિ એવી અયોધ્‍યામાં આવેલા ત્રણ મહત્‍વના સ્‍થાનોને હિદુ ધર્મમાં અગ્રણી પુણ્‍યક્ષેત્ર તરીકેગણવામાંઆવેછે અને આ ત્રણ સ્‍થાનોમાં સૌથી પહેલું સ્‍થાન છે તેમનું જન્‍મસ્‍થાન, બીજું સ્‍થાન છે સ્‍વર્ગદ્વારએટ્‍લે કે સ્‍વર્ગનું પ્રવેશદ્વાર અનેત્રીજું સ્‍થાન છે યજ્ઞસ્‍થલ એટ્‍લે કે એક એવું સ્‍થાન કે જ્‍યાં પવિત્ર બલિદાન કરવામાં આવ્‍યું હતું. ઇતિહાસમાં દર્શાવ્‍યા મુજબ આ મંદિરો જૂના દિવસોમાં અનુક્રમે જન્‍મ સ્‍થાનમંદિર, સ્‍વર્ગદ્વાર મંદિર અને ત્રેતા-કા-ઠાકુરમંદિર તરીકે અસ્‍તિત્‍વમાં હતા.પરંતુ મધ્‍યકાલીન યુગમાં ઇસ્‍લામિક શાસન દરમિયાન મંદિરો નાશ પામતા ગયા અને મસ્‍જિદો અસ્‍તિત્‍વમાં આવતી ગઈ હતી.

રામ લલ્‍લાના મંદીરના ભૂમિપૂજનનાપ્રસંગેભારતભરના અનેક ધાર્મિક સ્‍થળો પરથીમાટી અનેપવિત્ર જળ એકત્રિત કરવામાં આવ્‍યું હતું જેમ કે ગંગા, યમુના અને સરસ્‍વતી નદીઓના ત્રિવેણી સંગમ એવા પ્રયાગરજ ખાતે, કાવેરી નદી અને કર્ણાટકના તલકવેરી ખાતે તેમજ આસામના માં કામખ્‍યા મંદિર તેમજ દેશભરના વિવિધ હિન્‍દુ મંદિરો, ગુરુદ્વારો અને જૈન મંદિરો તેમજ ચાર ધામના ચાર તીર્થસ્‍થાનોની માટી મંદિરને આશીર્વાદ આપવા માટે એકત્રિત કરવામાં આવી હતી.

રામમંદિરના ભૂમિ પૂજનના આગલા દિવસે એટ્‍લે કે તારીખ ૪ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ રામચરણ પુજા એટ્‍લે કે રામના ચરણોની પુજા કરવામાં આવી હતી જેથી તમામ મુખ્‍ય દેવતાઓને મંદિરમાં ધાર્મિક રીતે આમંત્રિત કરવામાં આવે. ભૂમિપૂજનના અવસરે, રામની મૂર્તિના દરજી ભગવત પ્રસાદ અને ચોથી પેઢીના દરજી શંકર લાલ દ્વારા રામ લલ્‍લાનો પહેરવેશ ટાંકવામાં આવ્‍યો હતો.

૫ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ ભૂમિ પૂજન થયા બાદ રામમંદિરનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ થયેલું જેમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીજી દ્વારા સિલાયન્‍સ તરીકે ચાંદીની ઈંટ મૂકવામાં આવેલી અને સમારોહ પહેલા તેમણે અયોધ્‍યાનાહનુમાન ગઢી મંદિરમાં પ્રાર્થના કરીને રામમંદિર નિર્માણના ભગીરથ કાર્ય માટે શ્રીહનુમાનજીનાઆશીર્વાદ માંગ્‍યા હતા.

નવા નિર્માણ પામેલા શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં નવનિર્મિત રામ લલ્‍લાની મૂર્તિનીપ્રાણ પ્રતિષ્ઠાકરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ૧૧ દિવસના ઉપવાસો માત્ર નારિયેળ પાણી પીને અને ફળ ખાઈને તેમજ રાત્રે જમીન પર સૂઈને પૂરા કરેલા અને શાષોમાં દર્શાવ્‍યા મુજબ તેમણે યમ નિયમનું પાલન પણ કર્યું હતું. રામ લલ્‍લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે મોદી સાહેબે કરેલા ૧૧ દિવસના ઉપવાસના સમયગાળાને અનુષ્ઠાન તરીકે ઓળખવામાં આવે છે જે મન, તન અને જીવના શુદ્ધિકરણ માટેની એક જરૂરી અને શ્રેષ્ઠ પ્રક્રિયા છે. આ ઉપરાંત શ્રી નરેન્‍દ્રભાઈએ બ્રહ્મ મુરત અને જાગરણ જેવી ધાર્મિક વિધિઓમાં વિધિવત ભાગ લઈને તેમને પ્રત્‍યક્ષપણે નિહાળી હતી. રામ લલ્‍લાની મુર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની આ વિધિ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે ૧૨૧ વૈદિક બ્રાહ્મણો અને પૂજારીઓ દ્વારા ઉચ્‍ચારેલા સ્‍તોત્રો અને વૈદિક મંત્રોના મંત્રોચ્‍ચાર દ્વારા કરી હતી જેના થકી મુર્તિમાં દૈવી ઊર્જાની સ્‍થાપના કરવામાં આવી હતી તેમજ મંદિરને આધ્‍યાત્‍મિક મહત્‍વ અને પવિત્રતા સાથે ભેળવવામાં આવ્‍યું હતું.

પ્રભુ શ્રીરામનું સૌથી ભવ્‍ય અને પ્રમુખ રામમંદિર અયોધ્‍યા ખાતે આવેલું છે જ્‍યાં પ્રત્‍યક્ષ જઈને શ્રીરામની ચેતનવંતી મુર્તિના દિવ્‍ય દર્શન કરવાનો મને પણ સુનેરો અવસર પ્રાપ્ત થયેલો છે. રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ માત્ર પાંચજ વર્ષની બાળ ઉંમરના શિશુ સ્‍વરૂપમાં બિરાજેલા છે.

જગત આખામાં જે જે જગ્‍યાઓએ પ્રભુ શ્રીરામના મંદિરો, ફોટાઓ, શિલ્‍પો કે પ્રતિમાઓ આવેલા છે તેમાં દરેક જગ્‍યાઓએ ભગવાન શ્રીરામ સિતા, ભ્રાતા લક્ષ્મણ અને પ્રિય ભક્‍ત હનુમાનજીની સાથેજ જોવા મળે છે પરંતુ અયોધ્‍યાધામમાં આવેલું પ્રભુ શ્રીરામનું મંદિર જગતભરનું એવું પહેલું જ મંદિર છે કે જયાં પ્રભુ શ્રીરામ આખા મંદિરના ગર્ભગૃહમાં હેકલા અટુલાજ બિરાજેલા છે.

અયોધ્‍યામાં જન્‍મેલા પ્રભુ શ્રીરામને ત્‍યાંજ નિર્માણ પામેલા રામ મંદિરમાં એકલાજ સ્‍થાપિત કરવામાં આવેલા છે કારણ કે આ સ્‍થાપન કરવામાં આવેલી મુર્તિ તેમના બાળ સ્‍વરૂપની છે. પ્રભુ શ્રીરામના શિશુ અવસ્‍થામાં લગ્ન થયેલા ના હતા અને હનુમાનજી સાથે પણ એ વખતે તેમનો મેળાપ થયેલો ન હોય તેમજ તેમની બાલ્‍યાવસ્‍થામાં હનુમાનજી અને સીતા માતા તેમના જીવનનો ભાગ બનેલા ના હોય, અયોધ્‍યાના રામ મંદિરમાં ત્‍યાંના પ્રમુખ દેવતા ભગવાન શ્રીરામની એકલાનીજ મુર્તિ સ્‍થાપિત કરવામાં આવેલી છે અને રામાયણના રચયેતા સંત શ્રી તુલસીદાસજી દ્વારા રામાયણમાં ભગવાન શ્રીરામના શિશુ સ્‍વરૂપનો ઉલ્‍લેખ બાળ રામ એટ્‍લે કે રામ લલ્‍લા  તરીકે કરવામાં આવ્‍યો હોય અયોધ્‍યાની રામમુર્તિને રામ લલ્‍લા તરીકે ઓળખવામાં આવે છે.

પ્રભુ શ્રીરામના શિશુ સ્‍વરૂપ એવા શ્રી રામ લલ્‍લાની આ મુર્તિ કાળા કલરની છે જે વજનમાં ૨૦૦ કિલોગ્રામની છે અને ઊંચાઈમાં તે ૫૧ ઇંચ લાંબી છે. શ્રીરામ લલ્‍લાની આ મુર્તિને કાળા રંગના કાળમીંઢ પથ્‍થરમાંથી એટ્‍લા માટે બનાવવામાં આવી છે કારણ કે કાળો રંગ ભગવાન શ્રીક્રુષ્‍ણનો પસંદીદા રંગ છે અને ભગવાન શ્રીકૃષ્‍ણ પોતે પણ શ્‍યામ વર્ણનાજ હતા. શ્રીરામ લલ્‍લાની આ મુર્તિને કાળા રંગના શિલ્‍પમાંથી બનાવવામાં આવેલી હોય તેમાં ભગવાન શ્રીક્રુષ્‍ણનો શ્‍યામ વર્ણનો રંગ અને પ્રભુ શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠાથી પુરાયેલો આત્‍મા એમ સનાતન હિન્‍દુ ધર્મના બે પ્રમુખ દેવો રામ અને શ્‍યામ બંનેનો સંગમ અને સમન્‍વય એકસાથે જોવા મળે છે

શ્રીરામ લલ્‍લાની આ મુર્તિને કાળા રંગના શિલ્‍પમાંથી કંડારીને ભલેને તેને શ્રીરામનું સ્‍વરૂપ આપવામાં આવ્‍યું હોય પરંતુ જે કાળા પથ્‍થરમાંથી આ મુર્તિનું સર્જન કરવામાં આવ્‍યું છે તે શિલ્‍પને ભગવાન ક્રુષ્‍ણના નામ પરથી ક્રુષ્‍ણ શિલ્‍પ એવું પવિત્ર નામ આપવામાં આવ્‍યું છે.

અયોધ્‍યાના રામમંદિરના શ્રીરામ લલ્‍લાની આ મુર્તિને કંડારવા માટે ઉપયોગમાં લેવાયેલું કાળા રંગનું શિલ્‍પ ઘણીજ શોધો અને સંશોધનો કર્યા પછીજ ઉપયોગમાં લેવાયુ છે જે ભારતના કર્ણાટક રાજ્‍યના મૈસુર જિલ્‍લાના એચડી કોટે તાલુકામાં જયાપુરા હોબલીમાં ગુજ્જેગોવડાનાપુરા ગામના સ્‍થાનિક દલિત ખેડૂત તેમજ શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદાસ એચ.એ.ની સીમ જમીનમાં ભૂ-ખનન કરતી વખતે મળી આવ્‍યું હતું જેને ક્રેનની મદદથી જમીનમાંથી બહાર કાઢ્‍યા બાદ તેને ત્રણ બ્‍લોકોમાં વિભાજિત કરીને તેમાંથી એકને શ્રીરામ લલ્‍લાની મુર્તિ માટે પસંદ કરવામાં આવેલો.

રામમંદિરના સંચાલકો દ્વારા શિલ્‍પકારોને એકમાત્ર એવી સૂચના આપવામાં આવેલી કે પ્રતિમામાં પાંચ વર્ષના શિશુ સ્‍વરૂપવાળા યુવા રાજકુમાર બાળ રામ દેખાવા જોઈએ જેમનો હસતાં ચહેરા સાથે દેવો જેવો આકર્ષક દેખાવ હોય. રાજસ્‍થાનના જયપુર સ્‍થિત ૬૫ વર્ષના શ્રી સત્‍યનારાયણ પાંડે દ્વારા સફેદ મકરાણા માર્બલમાંથી રામ લલ્‍લાની જે મૂર્તિ શિલ્‍પ કરવામાં આવેલી તેમાં તેમને સોનાનું ધનુષ્‍ય અને તીર ધારણ કરેલ બતાવેલા છે

જે સોનાના આભૂષણો અને વષોથી શણગારેલી છે જે એક કમાનથી ઘેરાયેલી છે જે ભગવાન વિષ્‍ણુના મત્‍સ્‍ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, કૃષ્‍ણ, બુદ્ધ, કલ્‍કી, સુધીના વિવિધ અવતારોને દર્શાવે છે તો કર્ણાટકના બેંગલુર સ્‍થિત ૬૨ વર્ષના શિલ્‍પકાર ગણેશ ભટ્ટે રામ મંદિર માટે કાળા ગ્રેનાઇટ પથ્‍થરમાંથી રામ લલ્‍લાની જે મૂર્તિ બનાવી હતી તેના મુગટ પર ભગવાન સૂર્ય, એક સૂર્ય ચક્ર અને સિહ અંકિત થયેલા છે જ્‍યારે કર્ણાટકના મૈસૂર સ્‍થિત ૪૨ વર્ષના યુવાન શિલ્‍પકાર અરુણ યોગીરાજ દ્વારા કાળા પથ્‍થરમાંથી કોતરવામાં આવેલી મૂર્તિમાં રામ લલ્‍લા ડાબા હાથમાં ધનુષ અને જમણા હાથમાં તીર સાથે કમળ પર ઉભેલા છે.

આમ ત્રણ અલગ અલગ શિલ્‍પીઓને મુર્તિ બનાવવા માટે અપાયેલા પસંદગીના માપદંડો મુજબ રામ લલ્‍લાની ત્રણ અલગ અલગ મૂર્તિઓ બનાવરાવ્‍યા બાદ શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્‍ટીઓ દ્વારા તારીખ ૨૯મી ડિસેમ્‍બર ૨૦૨૩ના રોજ મુર્તિ પસંદગી માટેની મતદાન પ્રક્રિયા યોજાયેલી જેમાં સૌથી વધુ મત ધરાવતી અરુણ યોગીરાજે કંડારેલી રામ લલ્‍લાની મુર્તિને અયોધ્‍યા ખાતેના રામ મંદિરના ગર્ભ ગૃહમાં પ્રમુખ દેવતા તરીકે સ્‍થાપન કરવા માટેની મુર્તિ તરીકેની પસંદગી કરવામાં આવેલી અને બાકી બચેલી બંને મૂર્તિઓને પણ મંદિરમાંજ રાખવામા આવેલી છે તેમજ રામ લલ્‍લાની મૂળ જૂની પ્રાચીન મૂર્તિને અયોધ્‍યાના રામ મંદિરમાંજ નવી મૂર્તિની સામે રાખવામાં આવેલી છે

અયોધ્‍યાના રામ મંદિરમાં બિરાજેલા શ્રીરામ લલ્‍લાના દર્શન કરવા માટે જગતભરના કોઈ પણ ખૂણેથી અયોધ્‍યા આવતા રામભક્‍તો અને શ્રધ્‍ધાળુઓએ સૌપ્રથમ જ્‍યાં પ્રભુ શ્રીરામે જળ સમાધિ લીધેલી તે સરયુ નદીમાં સ્‍નાન કરીને પવિત્ર થવું પડે છે અને ત્‍યાર પછી સૌથી પહેલા હનુમાન ગઢી મંદિરમાં જઈને શ્રી રામજીના પ્રિય ભક્‍ત પવનપુત્ર શ્રી હનુમાનજીના દર્શન કરવા પડે છે અને તેમની અનુમતિ મેળવ્‍યા બાદ શ્રીરામ લલ્‍લાના દિવ્‍ય દર્શનનો અકલ્‍પનીય લાભ મળે છે.

રામ લલ્‍લાના જન્‍મ સ્‍થાન એવા અયોધ્‍યા સુધી પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ મહર્ષિ વાલ્‍મીકિ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ છે જે મંદિર થી ફક્‍ત ૧૧ કિલોમીટરના અંતરે આવેલું છે. રેલ માર્ગે મંદિર સુધી પહોંચવા માટે અયોધ્‍યામાં બે રેલ્‍વે સ્‍ટેશનો છે જેમાંથી નવું બનેલું નજીકનું રેલ્‍વે સ્‍ટેશન અયોધ્‍યા જંકશન છે જે મંદિરથી માત્ર ૭ કિલોમીટરના અંતરે આવેલુ છે જ્‍યારે અયોધ્‍યા કંટ રેલ્‍વે સ્‍ટેશનથી મંદિર દૂરી ૮.૭ કિલોમીટર જેટલી છે. બસ દ્વારા મંદિર સુધી પહોંચવા માટે નજીકનું બસ સ્‍ટોપ અયોધ્‍યા બસ સ્‍ટેન્‍ડ છે જે મંદિરથી માત્ર ૧.૯ કિલોમીટરના અંતરે આવેલું છે જ્‍યાં ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસ સેવાઓ ૨૪ કલાક ઉપલબ્‍ધ છે અને તમામ નાના-મોટા સ્‍થળો સાથે લિન્‍કઅપ હોય, અહીં પહોંચવું ખૂબ જ આસાન, સહેલું અને સરળ છે.

અયોધ્‍યાના રામ મંદિરના રામ લલ્‍લાની આખા દિવસમાં કુલ ૬ આરતિઆ કરવામાં આવે છે જેમાં સૌથી પહેલી મંગળા આરતી વહેલી સવારે ૪.૩૦ વાગ્‍યે, શ્રૃંગાર આરતી સવારે ૬.૩૦ કલાકે, રાજભોગ આરતી બપોરના ૧૨ વાગ્‍યે, ઉત્‍થાપન આરતી બપોરે ૨ વાગ્‍યે, સંધ્‍યા આરતી સાંજના ૭ વાગ્‍યે તેમજ શયન આરતી રાત્રિના ૧૦ વાગ્‍યે કરવામાં આવે છે. રામમંદિર તરફથી રામ લલ્‍લાની આરતિ સમારોહમાં હાજરી આપવા માટે તેમજ વિશેષ દર્શન કરવા માટે નિશુલ્‍ક વી.આઈ.પી.પાસની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે જે ઓનલાઈનના માધ્‍યમથી થઈ શકે છે તેમજ આરતિ શરૂ થવાના ૩૦ મિનિટ પહેલા રામજન્‍મભૂમિ કેમ્‍પ ઓફિસ પરથી વિશેષ આરતિમાં હાજર રહેવાના ફ્રી પાસ પણ મેળવી શકાય છે. મંદિર એક સમયે ફક્‍ત ૩૦-૪૦ ભક્‍તોને આરતી માટે પરવાનગી આપે છે.

રામમંદિર તરફથી રામ લલ્‍લાના ઓનલાઈન દર્શન તેમજ શૃંગાર દર્શનની વ્‍યવસ્‍થા પણ વિના મૂલ્‍યે ઉપલબ્‍ધ છે જેનો લાભ લઈ શકાય છે. ઓનલાઈનના મધ્‍યમથી વી.આઈ.પી. દર્શન તેમજ આરતિમાં હાજર રહેવાના ફ્રી પાસ મેળવવા માટે શ્રી રામ જન્‍મ ભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિરની વેબસાઇટ srjbtkshetra.org પરથી બુકિંગ કરી શકાય છે જે એક વખતમાં ૮ વ્‍યક્‍તિઓનું એકસાથે બુકિગ કરવાની છૂટ આપે છે. બુકિગ કરતી વખતે દરેક વ્‍યક્‍તિના આધાર કાર્ડ સાથે રાખવા તેમજ ફોટા ફોલ્‍ડરમાં સેવા કરી રાખવા જેથી કરીને ઝડપથી બુકિગ કરી શકાય. દશ વર્ષથી નીચેના બાળકોને કોઈપણ પ્રકારના પાસની જરૂર રહેતી નથી. ઓનલાઇન બુકિંગમાં દર બે કલાકના કુલ ૬ સ્‍લોટ છે જેમાં એક સ્‍લોટમાં ૩૦૦ પાસોનું બુકિગ થાય છે. રામમંદિર જાહેર જનતા માટે સવારના ૬.૩૦ થી બપોરના ૧૨ સુધી અને બપોરના ૧ થી રાત્રિના ૯ સુધી ખુલ્‍લુ રહે છે.

અયોધ્‍યાના રામમંદિરમાં રામ લલ્‍લાના દર્શન કરવા માટે રોજના એક થી દોઢ લાખ ભાવિકો, ભક્‍તો અને શ્રદ્ધાળુઓ પધારે છે જ્‍યારે રવિવારના દિવસોમાં આ સંખ્‍યા બે થી ત્રણ લાખ સુધી પહોંચી જાય છે. રામ મંદિર સંકુલમાં આવેલ આનંદ બજાર વિશ્વના સૌથી મોટા રસોડાઓમાંનું એક એવું રસોડુ ચલાવે છે જેમાં રોજના હજારો યાત્રાળુઓ અને મુલાકાતીઓને તેઓ રામ લલ્‍લાની પ્રસાદી રૂપે નિશુલ્‍ક ભરપેટ ભોજન પીરસે છે જે પ્રસાદી આરોગવી એ પણ શ્રીરામ લલ્‍લાના દર્શન કરવા તેમજ તેમના આશીર્વાદ મેળવવા સમાન છે.

કમલ જારોલી

 એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

કમલ જારોલી
 ઍડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(4:19 PM IST)