<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટમાંથી પીસીબીએ રીઢા ગુનેગારને રૂા.૩.૭૫ લાખના દારૂ સાથે પકડયો

૨૧ ગુનાઓમાં સામેલ ગાંધીગ્રામ કષ્‍ટભંજન સોસાયટીના મનિષ પાઉને પકડી લેવાયોઃ જથ્‍થો ક્‍યાંથી લાવ્‍યો તેની તપાસ

રાજકોટ તા. ૨૫: દારૂની હેરાફેરી વધુ એક વખત પીસીબીની ટીમે નાકામ બનાવી છે. બાતમી પરથી ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ, ઉદ્યોગનગર શેરી નંબર ૩, સરકારી આઈટીઆઈની સામે રોડ પરથી અક શખ્‍સને રૂા. ૩,૭૫,૬૪૮ના ૧૦૮ બોટલ સ્‍કોચ-વોડકાની બોટલોના જથ્‍થા સાથે પકડી લીધો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ હરદેવસિંહ રાઠોડ, સંતોષભાઇ મોરી અને પોલીસ કોન્‍સ્‍ટેબલ દેવરાજભાઇ કળોતરાને મળેલી ચોક્કસ સંયુક્‍ત બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્‍યો હતો. પોલીસે  મનીષ ગીરીશભાઇ પાંઉ (ઉ.વ.૨૮-રહે. જય ભવાની કૃપા, કષ્‍ટભંજન મેઇન  રોડ, લાખના બંગલા પાસે ગાંધીગ્રામ)ની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસને તેની પાસેથી મોટી માત્રામાં ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેમાં એબ્‍સોલ્‍યુટ લાઈમ ફ્‌લેવર વોડકાની ૧૮ બોટલ, એબ્‍સોલ્‍યુટ મેન્‍ડરિન ફ્‌લેવર વોડકાની ૩૦ બોટલ, જોની વોકર બ્‍લોન્‍ડ બ્‍લેન્‍ડેડ સ્‍કોચ વ્‍હીસ્‍કીની ૪૨ બોટલ અને જેમેસન આઈરીશ વ્‍હીસ્‍કીની ૧૮ બોટલનો સમાવેશ થાય છે.

કુલ ૧૦૮ નંગ મોંઘીદાટ દારૂની બોટલો જેની કિંમત રૂા૩,૭૫,૬૪૮ થાય છે અને રૂા. ૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ૩,૮૦,૬૪૮ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે. પકડાયેલ આરોપી મનીષ પાંઉનો ઇતિહાસ તપાસતા માલુમ પડ્‍યું છે કે તે એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટના ડી.સી.બી., ગાંધીગ્રામ, કુવાડવા રોડ, એ-ડિવિઝન, લોધીકા અને શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં કુલ ૨૧ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. આ ગુનાઓમાં દારૂબંધીના ગુનાઓ ઉપરાંત લૂંટ, ખંડણી, છેતરપિંડી, મારામારી અને જાહેરનામા ભંગ જેવી વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદો થયેલી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીકની રાહબરીમાં પીસીબી પીઆઇ  એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણ, પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા તથા એએઅસાઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ અને ઘનશ્‍યામસિંહ ચૌહાણ જોડાયા હતા. આ ઉપરાંત કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી.

(3:46 PM IST)