<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા શનિવારે પ્રેરણાદાયી કાર્યક્રમ : મનિષ વઘાસીયાનું વકતવ્‍ય

રાજકોટ : ઉમા સારથી ફાઉન્‍ડેશન દ્વારા સમાજમાં સકારાત્‍મક વિચારસરણી અને જીવનમૂલ્‍યો પ્રત્‍યે જાગૃતિ લાવવા એક વિશેષ પ્રેણાદાયી કાર્યક્રમનું આયોજન આગામી ૨૮ માર્ચ, શનિવારના રોજ સાંજે ૮:૩૦ કલાકે સ્‍પીડવેલ ગ્રાઉન્‍ડ પાસે જાણીતા પ્રેરણાદાયી વક્‍તા મનીષભાઇ વઘાસીયાનું માર્ગદર્શનસભર પ્રવચન યોજાશે. નિઃશુલ્‍ક કાર્યક્રમ હોય જાહેરજનતાને લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

લોકપ્રિય વક્‍તા મનીષભાઇ વઘાસિયા સરળ ભાષા, જીવંત ઉદાહરણો અને હૃદયસ્‍પર્શી વિચારો દ્વારા જીવનમૂલ્‍યો, પરિવાર પ્રત્‍યેની જવાબદારી, સંસ્‍કાર અને સકારાત્‍મક વિચારસરણી જેવા મહત્‍વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલા, રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, સીદસર મંદિરના પ્રમુખ શ્રી મોૈલેશભાઇ ઉકાણી, શ્રી ઉમિયા ધામ રાજકોટના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલ, પાણ ગૃપ શ્રી મનસુખભાઇ પાણ ઉપસ્‍થિત રહેવાના છે. કાર્યક્રમમાં દાતા શ્રી  શૈલેષભાઇ દેસાઇ (શ્રી ઉમિયા મંડપ ડેકોરેશન)નો સહયોગ મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

આ આયોજનને સફળ બનાવવા શ્રીમતી જ્‍યોતિબેન ટીલવા, કિશનભાઇ ટીલવા,હિરેનભાઇ સાપરીયા, મનીષભાઇ ડેડકીયા,ઉદયભાઇ ભૂત, જીતભાઇ પાડલીયા, સંજયભાઇ ખીરસરીયા, પાર્થભાઇ કોરીંગા, એલીશ ડઢાણીયા, રીટાબેન કાલાવડીયા, શ્રીમતી ભાવનાબેન રાજપરા, શ્રીમતી વર્ષાબેન મોરી, શ્રીમતી કિરણબેન માકડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:28 PM IST)