<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

રાજકોટના બહુમાળી ચોકમાં 108 એમ્બ્યુલન્સ અને ટેમ્પો વચ્ચે અકસ્માત:દર્દી હોવા છતાં બંને ચાલકો ઝઘડામાં વ્યસ્ત રહ્યા !!

અંતે સ્થાનિકોની સમજાવટ બાદ મામલો શાંત થયો અને એમ્બ્યુલન્સ દર્દીને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ

રાજકોટના બહુમાળી ચોકમાં 108 એમ્બ્યુલન્સ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના બાદ બંને વાહનચાલકો વચ્ચે આશરે 10 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આશ્ચર્યજનક રીતે, એમ્બ્યુલન્સમાં દર્દી હોવા છતાં બંને ચાલકો ઝઘડામાં વ્યસ્ત રહ્યા અને પરિસ્થિતિની ગંભીરતા અવગણાઈ ગઈ. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી 108ના ચાલકને ઠપકો આપ્યો હતો. અંતે સ્થાનિકોની સમજાવટ બાદ મામલો શાંત થયો અને એમ્બ્યુલન્સ દર્દીને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ હતી

(1:28 PM IST)