તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
ગોટેચા પરિવાર યોજીત ભાગવત સપ્તાહમાં ભાવવિભોર બનતા ભાવિકો : બુધવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

રાજકોટ તા. ૨૩ : લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે દર્શનભાઇ પ્રકાશભાઇ ગોટેચા પરિવાર દ્વારા તા. ૨૧ થી ૨૭ સુધી યોજાયેલ ભાગવત કથામાં ભાવિકો ભાગવતમય બની રહ્યા છે.
કથાના વ્યાસાસને શાષાી શ્રી ભાર્ગવદાસ ભોરીંગડાવાળા બીરાજી દરરોજ સવારે ૯.૩૦થી ૧૨.૩૦ અને બપોરે ૩.૩૦થી ૬.૩૦ સુધી કથામૃતનું ભાવવાહી શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. દરરોજ બન્ને સમય શ્રોતાઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે.
ધરાઇ બાલમુકુંદ હવેલીના મુખ્યાજી શ્રી જયેશભાઇના અતિથિ સ્થાને યોજાયેલ આ કથા દરમિયાન તા. ૨૫ના બુધવારે સાંજે ૬ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. જયારે તા. ૨૬ ના સાંજે પ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે. તા. ૨૭ના કથાની પૂર્ણાહુતી થશે. વધુને વધુ ભાવિકજનોએ કથા શ્રવણનો લાભ લેવા દર્શનભાઇ ગોટેચા (મો.૯૮૨૫૦ ૯૨૯૦૧) દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કથા વકતા શ્રી ભાર્ગવદાસજી ભોરીંગડીવાળા અને બાલમુકુંદ હવેલી ધરાઇના શ્રી જયેશભાઇ તેમજ બાજુમાં કથા યજમાન દર્શનભાઇ ગોટેચા અને અંકિતદાદા પંડયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:50 PM IST)










