તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
સૌરાષ્ટ્રના ૫૧ તાલુકામાં સામાજિક સંમેલનો યોજાશેઃ મૌલેશ ઉકાણી
પ્રી-વેડિંગને તિલાંજલી, મિલ્કત-છૂટાછેડાના પ્રશ્નો સમાધાન પંચથી ઉકેલવા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની હાકલ પ્રી-વેડિંગને તિલાંજલી અને મિલ્કત-છૂટાછેડાના પ્રશ્નો કોર્ટને બદલે સમાધાન પંચથી ઉકેલવા સાંસદ પરસોત્તમ રૂપાલાની હાકલઃ આજે ૩ વોર્ડ માટે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબારઃ મંગળવારે વોર્ડ નં.૧૧ માટે ચૈતાલી છાયાની મ્યુઝિકલ નાઈટ અને બુધવારે વોર્ડ નં. ૧૨ માટે શ્રીનાથજીની ઝાંખી

રાજકોટઃ ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા 'પાટીદાર વિઝન-૨૦૪૭' અંતર્ગત રાજકોટના ઈશ્વરીયા ખાતે આયોજિત ‘ત્રિવેણી સમારોહ'માં સામાજિક પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ પરંપરા અને પરિવર્તન વિષય પર માર્મિક છણાવટ કરી હતી, જ્યારે સંસ્થાના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સૌરાષ્ટ્રના ૫૧ તાલુકાઓમાં આવા જ સામાજિક સંમેલનો યોજવાની જાહેરાત કરી છે.
અહીંના ઈશ્વરીયા ખાતે ઉમા સંકુલમાં યોજાયેલા આ સંમેલનમાં રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, લગ્ન વ્યવસ્થામાં સંયુક્ત પરિવારની ભાવના લુપ્ત થતી જાય છે તે ચિતાનો વિષય છે. અગાઉ ૧૨ વર્ષે એક જ તિથિએ લગ્ન થતા જેના અનેક ફાયદા હતા, હવે ફરીથી વડીલોએ એક જ તિથિએ લગ્ન યોજવાનું વિચારવું જોઈએ. તેમણે મોબાઈલના વળગણથી થતા આપઘાત અને કૂપાત્રો સાથે ભાગી જવાના બનાવો સામે લાલબત્તી ધરી હતી. વડીલોને 'ડસ્ટબિન' ગણવાની માનસિકતા છોડી દિવસમાં એકવાર 'ઘરસભા' યોજવા અપીલ કરી હતી.
ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ ૭૮૦ થી વધુ ગામોને સાંકળીને ૫૧ તાલુકાઓમાં સંમેલન યોજવાનું આહવાન કર્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ સામાજિક સુધારણાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ અનુમોદન આપ્યું હતું. જ્યારે મોરબીના ઉદ્યોગપતિ શૈલેષભાઇ વૈષ્નાણીએ પણ સામાજિક પરિવર્તનમાં સહયોગની ખાતરી આપી હતી.
દાનનો ધોધઃ આ પ્રોજેક્ટમાં અનેક દાતાઓ જોડાયા છે, જેમાં સંજયભાઈ કોરડીયા, ડો. પ્રદીપ કણસાગરા, ચેતનભાઈ ડઢાણીયા, સંજયભાઈ જાકાસણીયા (બેકબોન ગ્રુપ), વિરલભાઈ ભાણવડીયા (મેટ્રો ગ્રુપ), મનોજભાઈ એરવાડીયા, પ્રજ્ઞેશ શામજીભાઈ રૈયાણી, હરગોવિદભાઈ હરીપરા અને શૈલેષભાઈ દેસાઇનું સન્માન કરાયું હતું. ઉમિયાધામના નેજા હેઠળ ક્લબ યુવી, કે.પી.એસ. ક્લબ અને અન્ય ૧૦ જેટલી સંસ્થાઓએ સાથે મળીને કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી છે.
ઉપસ્થિત મહાનુભાવોઃ આ કાર્યક્રમમાં મગનભાઈ જાવીયા, અરવિંદભાઈ પાણ, દિલીપભાઈ ઘરસંડીયા, રમણભાઈ વરમોરા, મુળજીભાઈ ભીમાણી, જે.ડી. કાલરીયા, વિરલભાઈ ઠોરીયા, ડો. ગૌતમ માકડીયા, ભૂપતભાઈ ભાયાણી, રમણીકભાઈ ભાલોડીયા, રમેશભાઈ રાણીપા, રસીકભાઈ ફળદુ, જામનગરના બાધાણી, પ્રભુદાસભાઈ કણસાગરા, ધરમશીભાઈ સીતાપરા, અંકુરભાઈ ભાલોડીયા, ચંદુભાઈ ખાનપરા, હેમરાજભાઈ કાસુન્દ્રા, કિશોરભાઈ અંદીપરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમોઃ રવિવારે વોર્ડ નં.૧ થી ૯ ના જ્ઞાતીજનો માટે ભોજન અને સાગર પટેલ તથા જોય અધેરાનો ડાયરો યોજાયો હતો. સોમવારે વોર્ડ નં. ૧૦ અને ૧૩ થી ૧૮ માટે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર, મંગળવારે વોર્ડ નં.૧૧ માટે ચૈતાલી છાયાની મ્યુઝિકલ નાઈટ અને બુધવારે વોર્ડ નં. ૧૨ માટે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. રજનીભાઈ ગોલ (૯૩૭૪૯ ૧૦૧૨૧), કન્વીનરઃ પ્રેસ એન્ડ મીડીયા સમિતિ-સિદસર.
શૈક્ષણિક પ્રોજેક્ટ અને મુખ્ય દાતાઓ
* ૧૨૫ કરોડના શૈક્ષણિક પ્રોજેક્ટમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહી હતી
* જીવનભાઈ ગોવાણી પરિવારઃ ૧૨.૫૧ કરોડ
* સોનલબેન અને મૌલેશભાઈ ઉકાણી (બાનલેબ): ૩.૧૧ કરોડ
* વલ્લભભાઇ વડાલીયા, મનસુખભાઈ પાણ, નાથાભાઇ કાલરીયા ૩.૧૧ કરોડ
* શૈલેષભાઈ વૈશ્નાણી અને જગદીશભાઈ કોટડીયા પરિવારઃ ૧.૧૧ કરોડ
સામાજિક સુધારણાના મુખ્ય મુદ્દાઓ
* પ્રી-વેડિંગ શૂટ અને ડેસ્ટિનેશન વેડિંગ જેવા ખર્ચાળ દૂષણોને તિલાંજલી આપવી.
* છૂટાછેડા કે મિલ્કતના ઝગડાઓમાં કોર્ટ-કચેરીના બદલે સામાજિક 'સમાધાન પંચ' દ્વારા ઉકેલ લાવવો.
* પરિવારમાં ‘ઘરસભા' શરૂ કરવી અને ભોજનમાં 'કોમન મેનુ' રાખી સહનશક્તિ કેળવવી.
* દીકરીઓએ પヘમિી પહેરવેશના બદલે સંસ્કૃતિ જળવાય તેવા વસ્ત્રો પહેરવા આગ્રહ.
(2:40 PM IST)










