News of Saturday, 21st March 2026
પૂ.મુકિતજી મહાસતીજીનો સંથારો સીજી ગયો
પૂ.રાજેશમુનિ મ.સા.ની નિશ્રામાં આજે ૫૮મો ઉપવાસ હતો : જય જય નંદા, જય જય ભદ્રાના નાદ સાથે પાલખીયાત્રા નિકળીઃ કાલે ગુણાનુવાદ

રાજકોટ તા.૨૧: ગોંડલ ગચ્છના ‘‘જશ'' પરિવારના પરમ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના આશાનુવર્તી પરમ પૂજ્ય ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજીના નવદીક્ષિત શિષ્યારત્ના પરમ પૂજ્યશ્રી મુક્તિજી મહાસતીજી ભગવંત અનશન તપની અતિ દુષ્કર અંતિમ આરાધના શ્રી ઋષભદેવ સંઘમાં ચાલી રહેલ હતી. અનશન આરાધક નવદીક્ષિત મહાસતીજી ભગવંતને તા. ૨૧ને શનિવારના રોજ ઉપવાસનો ૫૮મો દિવસ રહેલ.
અનશન આરાધક મહાસતીજી ભગવંતની આજીવન અનશન તપની અંતિમ આરાધના અતિ દુર્લભ માનવભવને સાર્થક કર્યાના અવિરત આનંદ અને પ્રસન્ન ચિત્તે સંપૂર્ણ જાગળતિમાં સમતાભાવમાં રમણતા કરતા, અનંત ઉપકારી પૂજ્યશ્રી રાજગુરુભગવંત આદિ મુનિભગવંતો એવમ્ પૂજ્યશ્રી ગુરુભગવંતના આજ્ઞાનુવર્તી પૂજ્યશ્રી ગુરુણીભગવંત આદિ મહાસતીજી ભગવંતો તથા શ્રીસંઘની ઉપસ્થિતિમાં તા. ૨૧ શનિવારના રોજ બપારે ૧૨.૧૦ કલાક આસપાસ સંપન્ન થયેલ છે.
રાજકોટ મુકામે શ્રી ઋષભદેવ જૈન ઉપાશ્રયની પાવન પવિત્ર ભૂમિ ઉપર ૨૩ જાન્યુઆરીએ શ્રી મુકતાબેન બાલુભાઈ ખારા (ઉ.વ. ૯૬)ની સંથારા સાધનાનો પ્રારંભ થયો. આરાધક શ્રી મુકતાબેન ઘણા સમયથી દીક્ષાની ભાવના ભાવતા અને પૂજ્ય ગુરુભગવંતને દીક્ષાની આજ્ઞા આપી અનંતો ઉપકાર કરવા વિનંતી કરતા હતા. સાગારી સંથારાના ૧૭માં ઉપવાસના દિવસે તા. ૮ ફેબ્રુઆરીના રોજ જૈન ભાગવતી દીક્ષા ‘‘પૂજ્ય શ્રી રાજગુરુભગવંત''ના શ્રીમુખે અંગીકાર કરી નવદીક્ષિત શિષ્યારત્ના પરમ પૂજ્ય શ્રી મુક્તિજી મહાસતીજી ભગવંત બનેલ.
પરમ પૂજ્યશ્રી મુક્તિજી મહાસતીજી ભગવંતે પરમ પૂજ્યશ્રી રાજગુરુભગવંતના શ્રીમુખે ૧૩ ફેબ્રુઆરી, શુક્રવારના ૨૨માં ઉપવાસ તથા સંથારાના દિવસે પૂર્ણ સભાન અવસ્થામાં જાગળતિપૂર્વક ચતુર્વિધ શ્રીસંધની મંગલ ઉપસ્થિતિમાં આજીવન સંથારો અંગીકાર કરેલ.
તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પ્રકાશેલ મળત્યુને મહોત્સવ બનાવનારી ઉગ્ર એવમ્ ઉત્તમ વિશિષ્ટ સાધના-આરાધના કરનાર પરમ પૂજ્યશ્રી મુક્તિજી મહાસતીજી ભગવંતના સંથારા દરમ્યાન હજારો જૈન-જૈનેત્તરોએ પૂજ્યશ્રીના દર્શનનો લાભલીધેલ. એક સાધક આત્માએ મળત્યુને આહવાન આપ્યું, દેહ અને આત્માનું ભેદશાન દૃઢ કર્યું, શરીર અને કપાયોને કળશ કરવાનો ભવ્ય પુરુષાર્થ કર્યો, મળત્યુને મહોત્સવ બનાવ્યો; એ જોઈ-જાણી ભાવિકોએ સંથારા સહિતનું પંડિત મરણ જ શ્રેષ્ઠ છે, એવી શ્રદ્ધા-પ્રરૂપણા કરવાનો નિર્ધાર કર્યો.
સ્વ. પરમ પૂજ્યશ્રી મુક્તિજી મહાસતીજી ભગવંતની પાલખીયાત્રાનું તા. ૨૧ શનિવારના રોજ બપારે ૨.૩૦ કલાકે પૂરા અહોભાવ સાથે સેંકડો ભાવિકોએ ‘‘જય જય નંદા... જય જય ભદ્રા...''ના નારા સાાથે શ્રી ઋષભદેવ ઉપાશ્રયથી શહેરના રાજમાર્ગોથી રૈયા સ્મશાનગૃહે પગપાળા પ્રયાણ થયેલ.
આજીવન અનશન આરાધક પરમ પૂજ્યશ્રી મુક્તિજી મહાસતીજી ભગવંતની ગુણાનુવાદ સભા પૂજ્ય ગુરુભગવંત આદિ ભગવંતોની શુભ નિશ્રામાં તા. ૨૨ રવિવારના રોજ સવારે ૯ કલાકે શ્રી ઋષભદેવ સંઘના આંગણે શાશ્વત એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી, પારસ હોલ સામે, નિર્મલા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમ શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિラરાજકોટના સહપ્રમુખ પરેશભાઈ પટેલે (મો. ૯૪૨૬૭ ૧૨૨૮૯) જણાવેલ છે
(3:37 PM IST)










