<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

વો તેરે પ્‍યાર કા ગમઃ આજે સાંજે સંગીત સંધ્‍યા

ગાયકો એચ.પી.પટેલ, ડો. જયેશ પટેલ, જે.બી.પારેખ, રામજીભાઇ પારેખ, ધીરૂભાઇ કનેરીયા, ફાલ્‍ગૂની પટેલ, વંદનાબેન વ્‍યાસ, જહાનવી દાવડા, ડો.જીજ્ઞાબેન પટેલ ગીતોનો ગુલદસ્‍તો પીરસશે

રાજકોટઃ કોટક સાયન્‍સ કોલેજ રાજકોટના નિવૃત અધ્‍યાપક શ્રી એચ.પી.પટેલ દ્વારા આયોજીત એચ.પી.મ્‍યુઝીકલ સ્‍ટૂડીઓ ‘‘સ્‍વર સાધના'' પ્રસ્‍તૂત ‘‘વો તેરે પ્‍યાર કા ગમ'' શિર્ષક હેઠળ આજે તા.૨૧ શનિવાર સાંજના ૦૬ થી રાત્રીના ૦૯માં સીનીયર સીટીઝન પાર્ક, ઇવનીંગ પોસ્‍ટ, ચૌધરી હાઇસ્‍કૂલ નજીક, જીલ્લા બેન્‍ક ભવનની બાજુમાં આવેલ સ્‍થળે સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સુમધુર જૂના-નવા ફિલ્‍મી ગીતોનો ગુલદસ્‍તો રસથાળ પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રી જયંત કે.જોષી- શ્રેષ્‍ઠ એન્‍કર તથા સંગીત વિશારદ શ્રીમતિ પારૂલબેન જોષીની ઉપસ્‍થિતિમાં ‘‘સ્‍વર સાધના''સ્‍ટૂડીયોના ગાયક કલાકારો સર્વે શ્રી ફાલ્‍ગૂની પટેલ, તથા શ્રીમતી વંદનાબેન વ્‍યાસ, શ્રી જહાનવી દાવડા, બાળરોગ નિષ્‍ણાંત ડો.શ્રી જીજ્ઞાબેન પટેલ, શ્રી ધીરૂભાઇ કનેરીયા ઇ.એન.ટી સર્જન ડો. શ્રી જયેશ પટેલ, પી.જી.વી. સી.એલના નિવૃત અધ્‍યક્ષક શ્રી એચ.પી. પટેલ દ્વારા ગીતો રજૂ કરાશે. સંગીત પ્રેમીઓને આમંત્રણ અપાયું છે. 

(2:17 PM IST)