<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

જિલ્લા પંચાયતના માધ્‍યમથી શ્રેણીબધ્‍ધ વિકાસ કામો કરાવ્‍યા, સૌનો સાથ, સૌનો વિકાસ

સુમિતાબેન રાજેષભાઇ ચાવડા આભાર માને છે

રાજકોટ તા.૨૦: જિલ્લા પંચાયતના ભાજપના સભ્‍ય સુમિતાબેન રાજેષભાઇ ચાવડા જણાવે છે કે, જિલ્લા પંચાયત બેડી-૩ સીટ માં આવતા ગામો માં વીરડા વાજડી, કણકોટ, ક્રુષ્‍ણનગર, વડમનલા બેડી, ગઢ વાજડી, જાળિયા, મનહરપૂર-૨, ગવરીદડ, પરા પીપળીયા, રામનગર, વેજાગામ, રોણકી, રતનપર, બેડી, ણંદપર (બાઘી), વિજયનગર પક્ષના માર્ગદર્શન અને સરકારશ્રીના વિવિધ વિભાગોમાં રજૂઆતોના પરિણામે આપણે સાથે મળીને આ કામો પૂર્ણ કર્યા છે. આ સાથે ૨.૫ અઢી વર્ષના રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્‍યક્ષ તરીકે ના કાર્યકાળ દરમ્‍યાન આંગણવાડીના પ્રશ્નો ઉકેલી અને રાજય સરકાર અને જિલ્લા પંચાયત દ્વારા આખાય જિલ્લામાં ૭૫ નવી મોડલ આંગણવાડી બાનવવી વી અને નાના બાળકોને શિક્ષણ અને પોષણક્ષ્મ ભોજન મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ તમામ ગામો માં પ્રશ્નો જેવા કે પાણી, ગટર, રોડ-રસ્‍તા, પાણીની પાઈપ લાઈન, જી.એસ.પી.સી. ગેસ લાઈન નખાવવી, ગામમાં રાજય સરકાર અને જિલ્લા પંચાયત દ્વારા અપાયેલ ગ્રાન્‍ટ માથી નવી અધ્‍યતન આંગણવાડી બનાવવી, પેવર બ્‍લોક નખાવવા, ડોર ટુ ડોર કલેક્‍શન માટે ટ્રેક્‍ટરની સુવિધા, ઈ-રિકક્ષા આપવામાં આવેલ, ગામના સુરક્ષા કવચ રૂપી સી સી ટીવી કેમેરા મેરા નખાવેલ, ગામમાં કોજવે બનાવવા જેવા વિવિધ કામો પૂર્ણ કરવામાં આવ્‍યા છે. સાથે ગામો માં નવી ગ્રામ પંચાયત ભવન મંજૂર કરાવવામાં આવેલ અને આરોગ્‍ય કેન્‍દ્ર મંજૂર કરાવી નિર્માણ કરવામાં આવ્‍યું હતું. સહકાર આપનાર સોૈના આભારી છીએ.

(3:56 PM IST)