તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th March 2026
સંત કબીર રોડ પર છકડાની ટક્કરથી ઓટો રિક્ષા પલ્ટી ખાઇ ગઇઃ હનીફભાઇ કારવાનું મોત
મોરબી રોડ ગાંધી વસાહતના પ્રોૈઢને ધરાર શાક માર્કેટ પાસે ૯મીએ અકસ્માત નડયો હતોઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૦: શહેરના સામા કાંઠે સંત કબીર રોડ પર રિક્ષા પલ્ટી ખાઇ જતાં ગંભીર ઇજા થતાં મોરબી રોડ પર રહેતાં પ્રોૈઢનું મૃત્યુ થયું છે. આ રિક્ષાને છકડો રિક્ષાની ઠોકર લાગતાં પલ્ટી ખાઇ ગયાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતાં હનીફભાઇ જમાલભાઇ કારવા (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢ ગત તા. ૯/૩ના સવારે આઠેક વાગ્યે રિક્ષામાં બેસીને જતાં હતાં ત્યારે સંત કબીર રોડ પર ધરાર શાકમાર્કેટ નજીક રિક્ષા પહોંચી ત્યારે છકડાની ટક્કર લાગતાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. રાત્રીના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર હનીફભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી છે. આવતી કાલે રમઝાન ઇદ છે ત્યારે જ મોભીના મૃત્યુની ઘટના બનતાં કારવા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે છકડો રિક્ષાના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
(3:54 PM IST)










