તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th March 2026
જગતજનની મા ઉમિયાની ૨.૫ કિ.મી. લાંબી ઐતિહાસિક શાહી રથયાત્રા
પાટીદારોનું શક્તિ પ્રદર્શન નહીં, આ તો મા ઉમિયાના માધ્યમથી શક્તિનું દર્શનઃ મૌલેશ ઉકાણી : માતાજીના રથ પર ડ્રોન મારફતે આકાશી પુષ્પવર્ષા કરાઈઃ સમગ્ર રૂટ પર ૪૦ જેટલા પોઇન્ટ પર તમામ જ્ઞાતિ-ધર્મના લોકોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી ઇશ્વરિયા ખાતે સિદસર ઉમિયાધામના નેજા હેઠળ યોજાઈ રહેલા ત્રિવેણી સમારોહ પૂર્વે માતાજીની નગરચર્યામાં હજારો જોડાયા

રાજકોટના ઇતિહાસમાં અવિસ્મરણીય બનેલી રથયાત્રામાં ૧૩૨ આકર્ષક ફ્લોટ્સ, ૨૦ બગી, ૩ વિન્ટેજ કાર, ૨૦ જિપ્સી, બાઇક અને એક્ટિવા રેલીએ જમાવ્યું ભારે આકર્ષણ
રાજકોટઃપરિશ્રમ અને શ્રદ્ધાના પ્રતીક સમાન કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા નંદી પર સવાર થઈને પોતાના ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા ત્યારે રાજકોટમાં ભક્તિમય અને અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. ઇશ્વરિયા ખાતે આયોજિત પાંચ દિવસીય ‘‘ત્રીવેણી સમારોહ'' પૂર્વે યોજાયેલી આ અંદાજિત ૨.૫ કિ.મી. લાંબી અને ૧૫૦થી વધુ ફ્લોટ્સ-દાતાઓને સાંકળતી રથયાત્રા શહેરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. રથયાત્રામાં જોડાયેલા પાટીદારો અને ઉમટી પડેલા સર્વ સમાજના લોકોએ માના જયદ્યોષથી આકાશ ગુંજવી દીધું હતું.
બપોરે ૪ કલાકે રેસકોર્સ સ્થિત રમેશ પારેખ રંગમંચ ખાતેથી આ શાહી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મુખ્ય દાતા જીવનભાઈ ગોવાણી પરિવાર, ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરિયા, જગદીશભાઈ કોટડિયા, મંત્રી જયેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ રમેશભાઈ રાણીપા, રસિકભાઈ ફળદુ, ભાવેશભાઈ ફળદુ અને સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ કૌશિકભાઈ રાબડિયાના હસ્તે રથ પ્રસ્થાન પામ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણે મુકેશભાઈ દોશી, લલિતભાઈ વાડોલિયા, પ્રવીણભાઈ માકડિયા, મનીષભાઈ રાડિયા, પુષ્કરભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ વાળા, મેહુલભાઈ નથવાણી, મનહરભાઈ બાબરિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ વલ્લભભાઈ વડાલિયા, નાથાભાઈ કાલરિયા, મનસુખભાઈ પાણ, પ્રભુદાસભાઈ કણસાગરા, કિરીટભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલિયા, રાજુભાઈ કાલરિયા, ગૌતમભાઈ ધમસાણિયા, નીતિનભાઈ કણસાગરા અને રાજેશભાઈ ભાલોડિયા (ગેલેક્સી ગ્રુપ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રા બહુમાળી ભવન, સરદાર પટેલ સ્ટેચ્યુ, જિલ્લા પંચાયત, કિસાનપરા, મહિલા કોલેજ, બાનલેબ ઓફિસ, અક્ષરમાર્ગ, અમીનમાર્ગ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા સર્કલ થઈને સ્પીડવેલ ચોક ખાતે શ્રીનાથધામ હવેલીએ સંપન્ન થઈ હતી.
આ યાત્રામાં સૌથી વધુ આકર્ષણ ધાર્મિક, સામાજિક, પર્યાવરણ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા ૧૩૨ જેટલા મનમોહક ફ્લોટ્સ રહ્યા હતા. જેમાં ક્લબ યુવી, કેપીએસ ક્લબ, યુડી ક્લબ, ઉમા ચેરિટેબલ ટ્રસ્ટ, ઉમાસારથી સંસ્થા, ઉમિયા ફાઉન્ડેશન, ઉમા વરિષ્ઠ પરિવાર, ઉમા સેવા પ્રગતિ મંડળ, રામકૃષ્ણ આશ્રમ અને નેચર ક્લબ જેવી સંસ્થાઓએ શિવ આરાધના, ૧૨ જયોતિર્લિંગ, વ્યસનમુક્તિ, બેટી બચાવો, આદિયોગી, ડિજિટલ ઉપગ્રહ, ગ્રામ્ય સંસ્કૃતિ વગેરે વિષયો પ્રદર્શિત કર્યા હતા. આ ઉપરાંત ડીજે, ખરેડીના યુવાનોની ઢોલ પાર્ટી, શ્વેત વષાો અને સાફામાં સજ્જ બહેનોની એક્ટિવા રેલી, યુવાનોની બાઇક રેલી, ઝવેરા સાથેના પદયાત્રીઓ, ૧૭ અશ્વ બગીઓ (૧૨ ડબલ, ૫ સિંગલ), ૩ મશીન બગી, ૩ વિન્ટેજ કાર અને ૨૦ જેટલી જિપ્સી કારનો કાફલો જોડાયો હતો. બહુમાળી ભવન, બાનલેબ અને સ્પીડવેલ ચોક સહિતના સ્થળોએ આકાશમાંથી ડ્રોન દ્વારા રથ પર પુષ્પવર્ષા કરવામાં આવતા અદભુત નજારો સર્જાયો હતો.
કડવા પાટીદાર સમાજના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ પાટીદારોનું શક્તિ પ્રદર્શન નથી પરંતુ મા ઉમિયાના માધ્યમથી શક્તિનું દર્શન છે અને પાટીદાર સમાજ સૌને સાથે રાખીને ચાલનારો છે. આ વાતને સાર્થક કરતા સમગ્ર રૂટ પર ૪૦ જેટલા પોઇન્ટ પર સર્વ સમાજે યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં લેઉવા પટેલ, સગર, સતવારા, દરજી, કોળી, કડિયા, મુસ્લિમ, રદ્યુવંશી, મોચી, વોરા, નાગર, શીખ, હિન્દી, ભરવાડ, રબારી, બ્રહ્મ, સિંધી, ક્ષત્રિય, જૈન, સોની, સોરઠિયા ધોબી, ગુર્જર સુથાર, કચ્છી ભાનુશાળી, વાણંદ, લુહાર, કાઠી દરબાર, ચારણપ્રગઢવી, અનુસૂચિત જાતિ, તુરી બારોટ, આહીર અને સાધુ સમાજ ઉમળકાભેર જોડાયો હતો. બાનલેબ ઓફિસે નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી અને બાનલેબ પરિવારે વિશેષ વધામણાં કર્યા હતા.
વિવિધ જ્ઞાતિઓ સાથે સાયુજય સાધી સ્વાગતની શાનદાર વ્યવસ્થા ક્લબ યુવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શહેર સંગઠન પ્રમુખ દિનેશભાઈ ચાપાણીના માર્ગદર્શનમાં મહિલા-યુવા હોદ્દેદારો તેમજ સિદસર ઉમિયાધામના પ્રેસ-મીડિયા કન્વીનર રજની ગોલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

(2:45 PM IST)










