તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th March 2026
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીના આયોજન માટે વિરેન્દ્રસિંહ ઝાલાને સંયોજકની કમાન સોપાઈ
સહસંયોજક તરીકે કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર અને લાખાભાઈ સાગઠીયાની નિમણુંક

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકમાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સુચના હેઠળ આગામી મહાનગરપાલિકાની ચુંટણી માટેના સુચારૂ આયોજનની વ્યવસ્થા માટે રોજે રોજનું ચુંટણીના સંચાલનમાં મહાનગરના પ્રમુખ સાથે સંકલન કરી શકે તે માટેની વ્યવસ્થા ટીમની રચના પ્રદેશ મહામંત્રી એને રાજકોટ શહેર સંગઠન પ્રભારી શ્રી અનિરૂધ્ધભાઈ દવે અને રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. જે મુજબ સંયોજક તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા (મો.૯૮૨૫૦ ૭૦૧૭૦) તેમજ સહસંયોજક તરીકે રાજકોટ શહેર પૂર્વ મહામંત્રી શ્રી કિશોરભાઈ રાઠોડ (મો.૯૮૨૪૮ ૦૧૯૧૯), અને પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા (મો.૯૮૨૪૨ ૩૯૨૪૪)ની નિમણુંક કરવામાં આવી છે.
ઉપરોકત રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી વ્યવસ્થા ટીમની વરણી થતાં પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે, શહેર પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદશ્રી પરશોતમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ચુંટણી સદસ્યશ્રી અને ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ પ્રમુખશ્રી મુકેશભાઇ દોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
(2:57 PM IST)










