<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

વોર્ડ નં.૧૮ના શ્રધ્‍ધા પાર્કના કચરાના ઢગલાઃ લોકો ત્રાહીમામ

સફાઇના અભાવે વિસ્‍તારવાસીઓમાં રોગચાળાનો ભયઃ આ સમસ્‍યા તાકીદે ઉકેલવા માંગ

રાજકોટ, તા.૧૮: શહેરના વિવિધ વિસ્‍તારો ચોખ્‍ખા ચણાકના બણગા ફેકતુ તંત્ર વધુ એક વખત સફાઇમાં ઉણુ ઉતર્યું છે. કેમ કે, વોર્ડ નં.૧૮ના શ્રધ્‍ધાપાર્ક  વિસ્‍તારમાં કચરાના ઢગલાથી રહેવાસી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ અંગે રહેવાસીઓના જણાવ્‍યા મુજબ વોર્ડ નં. ૧૮ના ૮૦ ફૂટ રોડ કોર્નરના ગોપાવંદના રોડ, શ્રધ્‍ધાપાર્ક મેઇન રોડ, રીધ્‍ધી હેર આર્ટ સામેના વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલા જોવા મળી રહયા છે. વિસ્‍તાર વાસીઓમાં રોગચાળાનો ભય ફેલાઇ રહયો છે. ત્‍યારે આ સમસ્‍યા તાકિદે ઉકેલવા માંગ કરવામાં આવી છે.

(4:05 PM IST)