તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
વીજ તંત્રે સોંપો પાડી દીધો : એક દિવસમાં રર હજાર વીજ કનેકશન કાપી નાંખ્યા : ૪૧ાા કરોડની જબરી વસુલાત
રાજકોટ શહેરમાં ૯ાા કરોડ તો રૂરલ વિસ્તારમાં ૭ કરોડ ૩૯ લાખની તીજોરી ભરી દીધી

રાજકોટ, તા. ૧૮ : પીજીવીસીએલના તંત્રે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં બીલના બાકી નાણા પ્રશ્ને ગઇકાલે સ્પે. ડીનેકશન ડ્રાઇવ હાથ ધરી સોંપો પાડી દીધો હતો. અને ધડાધડ કનેકશનો કાપી નાંખી એક જ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ડીસ-કનેકશનની કામગીરી દરમ્યાન કુલ રૂા. ૪૧ કરોડ ૪૮ લાખ જેટલી રકમ વસુલ કરવામાં આવી હોવાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૩૧૯૬ ટીમોએ ફિલ્ડમાં રહીને બે થી વધારે બાકી વીજ બીલો વાળા કનેકશનની ડી-કનેશનની કામગીરી અંગે કાર્યવાહી કરી હતી. ડ્રાઇવર દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ર૧,૯૪પ કનેકશન ડીસ-કનેકટ કરવામાં આવ્યા અને ગ્રાહકો પાસેથી ૪૧ કરોડ ૪૮ લાખ રૂા. જેટલું કલેકશન કરાયું હતું.
નગરપાલિકાઓ પાસેથી અંદાજિત રૂા. પ૦ લાખની વસુલાત થવા પામી હતી.
સાધનોએ ઉમયેુ હતું કે સૌથી વધુ કનેકશન જામનગર પંથકમાં ૪૬૭૩ તો સૌથી ઓછા સુરેન્દ્રનગર સર્કલમાં ૩૧૦ કનેકશન કાપી નાંખ્યા છે. જામનગર સર્કલમાં ૩ કરોડ ૭૯ લાખ અને સુરેન્દ્રનગર સર્કલમાં ૩ કરોડ ૩ર લાખની વસુલાત કરાઇ છે, અન્ય સર્કલ જોઇએ તો અમરેલી-૧ કરોડ ૬૧ લાખ, અંજાર-ર કરોડ, ભૂજ-૩ કરોડ ૧૩ લાખ, બોટાદ-૯૪ લાખ, ભાવનગર-ર કરોડ પ૪ લાખ, જુનાગઢ-ર કરોડ, મોરબી-ર કરોડ ૬પ લાખ, પોરબંદર-ર કરોડ ૧૯ લાખ, રાજકોટ સીટી-૯ કરોડ ૭૦ લાખ, રાજકોટ રૂરલમાં ૭ કરોડ ૩૯ લાખની વસુલાત કરાઇ છે.
(2:54 PM IST)










