<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ગુજરાત બાર કાઉન્‍સિલની ચુંટણીમાં મતગણતરી સંદર્ભે પારદર્શકતાના સવાલો ઉભા થતા મહિલા ઉમેદવારોની હાઈકોર્ટમાં અરજી

 

રાજકોટ, તા.૧૮: બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવાર એડવોકેટ શિતલ પી. ઉપાધ્‍યાયે મહિલા અનામત અંગે રજૂઆત કરી છે. જેમાં ચાલુ મતગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ, અસ્‍પષ્ટતા અને  પારદર્શિતાના અભાવ અંગે ગંભીર વાંધા ઉઠાવ્‍યા છે.અને ગુજરાત હાઈકોર્ટના જસ્‍ટિસને તાત્‍કાલિક અરજી રજૂ કરી છે.

આ અરજીમાં જણાવ્‍યું કે, મતગણતરી પ્રક્રિયામાં ઉમેદવારો તથા એજન્‍ટોને ઉપસ્‍થિત રહી ચકાસણીની પરવાનગી અપાઈ નથી, પ્રથમ પસંદગીના મતોની ગણતરીની પદ્ધતિ પારદર્શક રીતે દર્શાવાઈ નથી, રિજેક્‍ટેડ બેલેટ પેપર્સ બતાવાયા નથી, બેલેટ બોક્‍સના સંગ્રહ, સ્‍ટ્રોંગ  રૂમના સીલિંગ-ઓપનિંગ અંગે ગંભીર પ્રશ્‍નો છે. બેલેટ પેપર પ્રિન્‍ટિંગ, નંબર, ફાળવણી અને રિકન્‍સિલિએશનની માહિતી નથી. હાલની ચૂંટણીમાં મતગણતરીમાં વાસ્‍તવિક પ્રક્રિયા ઉમેદવારોની નજર સમક્ષ થઈ નથી. મતગણતરી પ્રક્રિયા પર સ્‍થગિત બેલેટ પેપર્સ, બોક્‍સ, રિજેક્‍ટેડ બેલેટ્‍સ સહિતનું સંરક્ષણ કરવા વિનંતી કરી છે.  આ અરજી કોપી  ચીફ રિર્ટનિંગ ઓફિસર હસમુખ પરીખ તથા એડવોકેટ જનરલ કમલ  બી. ત્રિવેદીને પણ મોકલાઈ છે

(2:26 PM IST)