તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
હરિપર પાળમાં હલણના ડખ્ખામાં અજયભાઇ પરમાર પર મોટાભાઇ અને ભત્રીજાનો હુમલો
પાઇપના ઘા ફટકારતાં હાથમાં ગંભીર ઇજાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૮: લોધીકાના હરિપર પાળ ગામે રહેતાં યુવાન પર તેના જ મોટા ભાઇ અને ભત્રીજાએ હુમલો કરી ઢીકા-પાટુ અને લોખંડના પાઇપના ઘા ફટકારતાં હાથમાં ગંભીર ઇજા થઇ છે.
હરિપર પાળ રહેતાં અજયભાઇ સોમાભાઇ પરમાર (ઉ.વ.૪૨)ને રાતે તેના ભાઇ ટપુ સોમા, ભત્રીજા લાભો ટપુ અને જીલા ટપુએ ઝઘડો કરી મારકુટ કરી લોખંડના પાઇપથી માર મારતાં હાથમાં ફ્રેકચર જેવી ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.
અજયભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. તેણે કહ્યું હતું કે ઘર પાસેના હલણ મામલે અમારે મોટા ભાઇ ટપુભાઇ સાથે છએક વર્ષથી મનદુઃખ ચાલે છે. જુની માથાકુટ, મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો.
(2:23 PM IST)










