તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
રૈયાના ખેડૂત મિલેન્દ્રસિંહને આલાપ ચોકમાં બોલાવી મિત્ર યુવરાજસિંહ સહિતે પૈસા મામલે માર મારી ધમકી દીધી
પૈસા નહિ દે તો ટાટીયા ભાંગીને ફેંકી દઇશું તેવી ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: રૈયામાં રહેતાં ખેડૂતને તેના જ મિત્રએ પૈસાની લેતીદેતીની વાત કરવા આલાપ ચોકમાં બોલાવ્યા બાદ તેણે બીજા શખ્સો સાથે મળી ગાળો દઇ પૈસાની ઉઘરાણી કરી મારકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ગામ શેરી નં. ૧૧ દેવસુર કૃપા ખાતે રહેતાં મિલેન્દ્રસિંહ જનકસિંહ જાડેજા (ઉ.વ.૪૭) નામના ખેડુતની ફરિયાદ પરથી યુવરાજસિંહ જાડેજા અને યશવર્ધનસિંહ જેઠવા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મિલેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ગામડે આવેલી ખેતીવાડીનું ધ્યાન રાખુ છું. મંગળવારે ૧૭મીએ રાતે દસેક વાગ્યે મારા મિત્ર યુવરાજસિંહ જાડેજાનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે-પૈસાના વહેવાર બાબતે હિસાબ કિતાબ કરવો છે તો તમે મને મળવા મારી ઓફિસે આવો. જેથી મેં કહેલું કે હું ઓફિસે નહિ આવું, આપણે બહાર આલાપ ચોક પાસે મળીએ. આ વાત થયા પછી હું આલાપ ગ્રીન સીટીની સામે ઝુલેલાલ કોલ્ડ્રીંક્સ નજીક ગયો હતો. આ વખતે યુવરાજસિંહ અને તેની સાથે યશવર્ધનસિંહ તથા બીજા ત્રણ ચાર શખ્સો ટાટા હેરીયર કાર જેના નંબર ૧૦૦૭ જેવા હતાં તે લઇને આવ્યા હતાં. આ કારમાંથી યુવરાજસિંહ અને યશવધૃનસિં ઉતરીને આવ્યા હતાં અને યુવરાજસિંહે કહ્યું હતું કે તું મારા નીકળતા પૈસા આપી દે. જેથી મેં કહેલું કે મારે તમારી પાસેથી લેવાના થાય છે. આ સાંભળી યુવરાજસિંહ ગાળો દેવા માંડેલ અને યશવર્ધનસ્ંિહે પણ ગાળો દીધી હતી. બાદમાં બંનેએ મળી ઢકીાપાટુ માર્યા હતાં. જેથી મારા નંબરવાળા ચશ્મા પડી ગયા હતાં અને કાચ તુટી ગયા હતાં. મેં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં વધુ મારથી બચાવ્યો હતો. આ વખતે યુવરાજસિંહ અને યશવર્ધનસિંહે ધમકી આપી હતી કે અમારા નીકળતા પૈસા આપી દેજે, નહિતર તારા ટાંટીયા ભાંગી નાંખશું અને જાનથી મારીને દૂર ફેંકી દઇશું. આ પછી આ બધા ગાડીમાં બેસી ભાગી ગયા હતાં. મને શરીરમાં ધ્રુજારી થવા માંડતાં મેં મારા દિકરાને ફોન કરી જાણ કરતાં તે આવી ગયેલ અને મને પોલીસ સ્ટેશને લઇ જતાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં મિલેન્દ્રસિંહે કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. કે. વી. ઝરીયાએ ગુનો દાખલ કરતાં હેડકોન્સ. યુવરાજસિંહ વધુ તપાસ કરી રહ્યા છે.
(2:15 PM IST)










