<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

પીજીવીસીએલમાં બદલીનો દોરઃ એકઝીકયુટીવ અને ડે. ઇજનેરો બદલાયાઃ અનેકની રીકવેસ્‍ટ અરજી માન્‍ય રખાઇઃ કુલ ર૧ ઇજનેરોના ઓર્ડરો

પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસે ગઇકાલે મોડી સાંજે સંખ્‍યાબંધ ડે.ઇજનેરો અને એકઝીકયુટીવની બદલીના ઓર્ડરો કર્યા છે, કુલ ર૧ ને અસર થઇ છે. બદલીના ઓર્ડરો જોઇએ તો, રાજકોટના જી.એસ. વાઘમશી, જસદણના જતાપરા, નાનામવાના વીજયકર, જેતપુરના ધમસાણીયા, મોરબી રોડના એચ.વી. પટેલનો સમાવેશ થાય છે, આ ઉપરાંત એકઝી. ઇજનેરોમાં કેશોદના પી.આર. દૂલેરા, વેરાવળના જી.બી. વાઘેલા નો સમાવેશ થાય છે, જયારે અન્‍ય ૪ ડે. ઇજનેરો સર્વેશ્રી બી.એમ. ગરચર, એન.એચ. ડાંગર, એન.યુ. ચૌહાણ, એસ.જે. મકવાણા પણ બદલાયા છે

(4:00 PM IST)