<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળતા કલેકટર ઓમપ્રકાશ

 

રાજકોટ, તા.૧૭: રાજ્‍ય સરકારે રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્‍યોની મુદત પૂરી થતાં નવી ચૂંટણી સુધી વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર શ્રી ઓમ પ્રકાશની નિમણૂક કરી છે. તેમણે આજે બપોરે ૨:૦૦ વાગે પંચાયત કચેરી આવી ચાર્જ સંભાળી લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ પાસેથી તેમણે પંચાયતની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સુચના આપેલ. રાબેતા મુજબના પ્રજાકીય કાર્યો જાળવી રાખવા તેમણે વહીવટી તંત્રને જણાવ્‍યું છે. તેમણે કાર્યભાર સંભાળ્‍યો તે વખતે ડે. ડીડીઓ જય ગોસ્‍વામી પણ ઉપસ્‍થિત હતા.(તસ્‍વીર-સંદીપ બગથરીયા)

(3:32 PM IST)