તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ ‘હીટ વેવ વોર્ડ' કાર્યરત

રાજકોટઃ શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને હીટ વેવની શકયતાઓને ધ્યાનમાં રાખીને રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. ગરમીના કારણે બીમાર પડતા દર્દીઓને તાત્કાલિક અને સચોટ સારવાર મળી રહે તે હેતુથી હોસ્પિટલ ખાતે ખાસ ‘હીટ વેવ વોર્ડ' ઊભો કરવામાં આવ્યો છે.
તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા અને આરએમઓ ડો. હર્ષદ દુસરાએ આ અંગે વિસ્તળત માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે. હોસ્પિટલના મેડીકલ વોર્ડ નંબર ૧૦ને સ્પેશિયલ હીટ વેવ વોર્ડ તરીકે જાહેર કરાયો છે, જેમાં ૨૦ બેડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ૧૦ વધારાના ર્નસિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તેમજ નિષ્ણાત પાંચ વધારાના ડોક્ટરોને ખાસ આ વોર્ડ માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ સ્ટાફ અને ડોક્ટરો હાલ સ્ટેન્ડબાય ધોરણે કાર્યરત રહેશે, જેથી કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં દર્દીઓને વિલંબ વગર સારવાર આપી શકાય. ગરમીના વધતા જતા પારાને જોતા નાગરિકોને લૂ લાગવા કે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. સિવિલ હોસ્પિટલ તમામ જરૂરી દવાઓ અને સાધનો સાથે સજ્જ છે તેમ વધુમાં તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા અને આરએમઓ ડો. હર્ષદ દુસરાએ જણાવ્યું હતું.
(3:30 PM IST)










