<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

લોધીકામાં શ્રી વેલાબાપાના સ્‍થાનકે રવિવારે શ્રી હરસિધ્‍ધિ માતાજીનો હવન,મહાપૂજા, બટુકભોજન

ᅠલોહાણા સમાજના સુરાપુરા શ્રી વેલાબાપાના દેવસ્‍થાનકને ૨૧૧ વર્ષ પૂર્ણ થતાં કારીયા પરિવાર દ્વારા આયોજન

રાજકોટ : જિલ્લાના લોધિકા ખાતે આવેલ લોહાણા સમાજના સુરાપુરા શ્રી વેલાબાપાના દેવસ્‍થાનકને ૨૧૧ વર્ષ પૂરા થતાં કારીયા પરિવાર દ્વારા હરસિધ્‍ધિ માતાજીનો હવન તથા મહાપૂજા, બટુક ભોજન વગેરે કાર્યક્રમનું તા.૨૨ના રવિવારે આયોવન કરવામાં આવેલ છે શ્રી  સંદિપની વિધાનીકેતન -પોરબંદરના પૂજ્‍ય ભાઇશ્રીના શિષ્‍ય આચાર્ય ભાવીનભાઇ રાવલ દ્વારા વૈદિક વિધાન પૂર્વક સંપન્ન થશે.

લોહાણા સમાજના કારીયા પરિવારની યાદીમાં જણાવ્‍યા અનુસાર શ્રી વેલાબાપા  દેવસ્‍થાનના તથા જે પરિવારના કુળદેવી હરસિધ્‍ધિ માતાજી (બાંધવી) પોરબંદર છે તે કુટુંબના સભ્‍યો દેશ દેશ વિદેશ કે રાજ્‍યોમાં રહેતા હોય તેઓને સુરાપુરા શ્રી વેલા બાપાની ૨૧૧મી જયંતી આગામી તા.૨૨ ને રવિવારના રોજ ઉજવવાનું નક્કી કર્યું છે.

જેમાં તા.૨૨ ના  મહાપુજા સવારે ૮ કલાકે, સ્‍થાપન તથા પૂજન સવારે ૮:૩૦ કલાકે, યજ્ઞનો શુભારંભ સવારે ૯ કલાકે, બીડુ હોમાવાનો સમય બપોરના ૧:૩૦ કલાકે થશે. મહાપ્રસાદ બપોરે ૨ કલાકથી શરૂ થશે. બટુક ભોજન તા. ૨૩ના સોમવારના સવારના ૧૦ થી ૧ વાગ્‍યા સુધી યોજવામાં આવશે.

વિશેષ જાણકારી માટે તા.૧૮ બુધવાર સુધીમાં સ્‍થાનકના ટ્રસ્‍ટીઓનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

આયોજનમાં હસુભાઇ કારીયા-રાજકોટ મો.નં.૯૮૨૫૧ ૮૯૨૯૪, ભરતભાઇ કારીયા-ગોંડલ મો.નં.૯૪૨૭૯ ૬૫૬૬૭, નિર્ભયભાઇ કારીયા-રાજકોટ મો.નં.૯૮૨૫૭ ૦૦૧૩૩,  કિરણભાઇ કારીયા-રાજકોટ મો.નં.૯૪૨૮૨ ૯૯૯૧૮, ફિરોઝભાઇ કારીયા- રાજકોટ મો.નં.૯૮૨૫૩ ૪૦૬૨૧ જોડાયા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:29 PM IST)