તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
મનપાનો માસ્ટરપ્લાનઃ હવે મોટા પ્રોજેક્ટસનું CCTV અને GPS દ્વારા થશે ‘લાઈવ મોનિટરિંગ'
ગુજરાતની પ્રથમ મનપા જે ગુણવત્તા અને સમયમર્યાદા માટે વિજિલન્સનો સ્પેશિયલ એક્શન પ્લાન અમલી બનાવશેઃ તુષાર સુમરા

રાજકોટ, તા. ૧૭: શહેરના વિકાસકાર્યોમાં ગુણવત્તા જળવાય અને પ્રોજેક્ટસ સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ મહાનગરપાલિકા હવે રાજ્યની એવી પ્રથમ મનપા બનશે, જ્યાં દરેક મોટા પ્રોજેક્ટનું મોનિટરિંગ સીધું કમિશનર કચેરીથી CCTV કેમેરા દ્વારા કરવામાં આવશે.
આ અંગે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ સાઇટ પર કામ શરૂ થાય તે પહેલા જ કેમેરા ફીટ કરાશે. કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ ઓફિસમાં બેઠા-બેઠા કામની પ્રગતિ અને રોજેરોજના રિપોર્ટની સત્યતા તપાસી શકશે. તેમજ એક નવો વિજિલન્સ સેલ ઊભો કરવામાં આવશે. વિજિલન્સની ગાડીઓ GPS સિસ્ટમથી સજ્જ હશે. ટીમને અગાઉથી ખબર નહીં હોય કે કઈ સાઇટ પર જવાનું છે; કમિશનર વિભાગના આદેશ મુજબ જે-તે સ્થળે ‘સરપ્રાઈઝ ચેકિંગ' કરી રો-મટીરિયલની તપાસ કરી ત્વરિત રિપોર્ટ સોંપવાનો રહેશે. પ્રોજેક્ટમાં વપરાતા મટીરિયલની ગુણવત્તા અને કામની ગતિમાં થતા વિલંબને રોકવા માટે આ કડક પગલું લેવાયું છે. કોન્ટ્રાક્ટર અને જવાબદાર ઇજનેરોને સીધી સૂચનાઓ આપી શકાશે
(3:24 PM IST)










